Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્ષિણમાં પણ જૈનધર્મનાં ઊંડાં મૂળ
લેખક :-શ્રીયુત મોહનલાલ દીપચંદ સેકસી શીધળના ક્ષેત્રમાં જેમ જેમ પ્રગતિ થતી રહી છે, તેમ તેમ ભારતવર્ષના પ્રાચીન ધર્મો અને એ અંગેના રીતરિવાજો સંબંધી પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા સાચી સમજના અભાવે જે ભૂલભર્યા મંતવ્ય, લખાણુ યા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલ છે એના ઉપરથી અંધારપાલે વિખરાતાં જાય છે અને સાચા જ્ઞાનરૂપ દિવાકર પોતાની જ્યોતિ વધુ ને વધુ પ્રમાણમાં વિસ્તારો જાય છે. એ દ્વારા અપૂરા ઈતિહાસના કેટલાય ખૂટતા અંકોડા ઉપલબ્ધ થયા છે.
આ માસિકના પાનામાં અગાઉ ઉતરભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ બંગાળ અને ગૂજરાત આદિમાં જૈનધર્મનું પ્રાધાન્ય કેવા પ્રકારનું હતું એ વાત દર્શાવતા કેટલાક ઉલ્લેખ પુરાતત્વશાધક વિદ્વાનોના લખાણને આશ્રયીને કરવામાં આવેલ છે. આજે એ સંબંધી દક્ષિણ ભારતમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હતી તેના વિચાર એક મરાઠી લેખક શ્રીયુત બાબગડા ભુગોંડા પાટીલ B. A. L. B. કૃત પુસ્તકના આધારે કરવાનો છે. એ ગ્રંથનું પૂરું નામ છે- દક્ષિણ-ભારત, જૈન વજૈનધર્મયાંચા સંક્ષિપ્ત ઇતિહાસ, ' એમાં કલમ ગતિમાન થાય તે પૂર્વે સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જૈનધર્મના જે બે મુખ્ય ફાંટા છે. વેતાંબર અને દિગંબર, એમાંને દિગંબર સંપ્રદાય આ પ્રદેશમાં વધુ પ્રમાણમાં વિસ્તરેલ હતા. સંખ્યાબંધ પુરાવા આ મંતવ્યની પૂર્તિમાં ઉપલબ્ધ થાય છે. જેનધર્મને તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે અને શ્રમણ સંસ્કૃતિનાં આત્મકલ્યાણકારી આચાર પ્રતિ ધ્યાન દેવામાં આવે તે ઉભય સંપ્રદાયના ધ્યેયમાં કંઈ જ ફેર નથી અને એ માટેનાં વિધિ-વિધાનોમાંના કેટલાક મામૂલી મફેરને બાજુ ઉપર રાખીએ તે ત્યાં પણ વિસંવાદને સ્થાન નથી જ. આજે જયારે મુખ્ય પ્રશ્ન જૈનધર્મની પ્રભાવનાનો અને એક કાળે આ ધર્મ કેટલા મોટા પ્રદેશ ઉપર વિસ્તરેલે હત, તેમજ એના શ્રમણોએ ઉપદેશ, પ્રવચન, અને સાહિત્યસર્જનહારા કેવી સુંદર ને સટ છાપ પાડી હતી, તે બતાવવાનો હેતુ અગ્રસ્થાને છે ત્યારે એક જ પિતાના સંતાનો વચ્ચેના મામૂલી માન્યતાભેદોને ગૌણ સ્થાન જ સંભવે.
ઉત્તર મથુરા વગેરે દેશાંતૂન વ પ્રાંતાંત્વન ભગવાન મહાવીરાંની આપલ્યા તત્ત્વજ્ઞાનાચા પ્રસાર કરણ્યાસાડી વિહાર કરીત કરીને દક્ષિણ ભારતામળે આલે. ત્યારેલી કાંચી પુરાવર રાજા વસુપાલ રાજ્ય કરત હતા, વ તે મહાવીરાંચા ભક્ત હતા (આરાધના-કથા-કેશ. ભા. ૩) હેમાંગ દેશાંત (મૈસૂર) ભગવાન મહાવીરાંચે જેહાં આગમન ઝાલે હાં રાજા સયંધરાચા પુત્ર જીવંધર હા તેથું રાજ્યાધિકારી હતા...”
લેખક પાના પાંચ તથા છમાં ઉપરના ઉલ્લેખ પછી સાહિત્યમાં આવતા વર્ણન ઉપરથી પુરવાર કરે છે કે જેને આજે મૈસૂર કહેવામાં આવે છે તે એક કાળે હેમાંગ દેશ કહેવાતું હતું. જીવંધરે પિતાના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા લીધી હતી. ઈ. સ. પૂર્વ ચેથી શતાબ્દીમાં લંકામાં પણ જૈનધર્મ પ્રસરેલ હતું. એ ઉપરથી પુરવાર થાય છે કે, શ્રી ભદ્રબાહુસ્વામીના આ
For Private And Personal Use Only