Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯] * શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ આ પ્રમાણે ૬૪૦૦૦ હાથીઓ માટે સમજવું. એમાં રહેલી અઝમહિષીઓની સંખ્યા તેર હજાર ચારસે ને એકવીસ કરોડ સત્તોતેર લાખ અને અઠ્ઠાવીસ હજાર (૧૩૪૨૧૭૭૦૦૦ ૦૦) ની જાણવી. એકેક નાટકમાં સરખે સરખાં રૂપ, શૃંગાર અને નાટયના ઉપકરણોવાળાં ૧૦૮ દેવકુમારે અને એટલી દેવકુમારીઓ જાણવાં. આવી મેટી ઋદ્ધિ સહિત ઈન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. આમ ઉપદેશપ્રાસાદના કર્તાને મત પણ ચુરિણને અનુસરે છે. હરિભદ્રસૂરિએ ઉવએસપય (ગા. ૨૧૦)માં (પત્ર ૧૫૭૮)માં પ્રસ્તુત બાબત સંક્ષેપમાં નિદેશી છે. આ રહી એ ગાથા – " दन्ता पुक्खरिणीओ, पउमा पत्ता य अदुइ पत्तेयं । एकेक रमणपेच्छण, नरेन्दसंवेग पञ्चज्जा ।।२१०॥" આને અર્થ એ છે કે દંકૂશળો, પુષ્કરિણીઓ, પ અને પત્રો એ પ્રત્યેક આઠ આઠ છે. એ પ્રત્યેક પત્રમાં રમ્ય પ્રેક્ષણક (નાટક) જોઈને નરેન્દ્ર (દશાર્ણભદ્ર)ને સવેગ થશે અને એ જ સમયે એણે દીક્ષા લીધી. અહીં હાથીની અને એના મસ્તકની સંખ્યાને ઉલ્લેખ નથી તે તે એક હશે એમ લાગે છે. મુનિચન્દ્રસૂરિએ આની વૃત્તિ (પત્ર ૧૬૪ અ) માં કહ્યું છે કે – ઐરાવણ ઉપર શક આરૂઢ થતાં દતુશળ થયા. એના ઉપર પુષ્કરિણીઓ, એ પુષ્કરિણીઓમાં પડ્યો અને પદ્મોમાં પત્રો થયાં. એ તૂશળ, પુષ્કરિણી વગેરે આઠ આઠ સંખ્યામાં થયાં. એકેક પત્ર ઉપર બત્રીસ પાત્રોથી નિબદ્ધ એવું રમ્ય પ્રેક્ષણક જોઈને દશાર્ણભદ્ર નરેશ્વરને સંગ ઉત્પન્ન થયા અને એમણે એ ઉપરથી તે જ ક્ષણે દીક્ષા લીધી. આમ જો કે અહીં એક જ હાથીની વાત છે. પરંતુ બત્રીસ નાટકને બદલે બત્રીસ પાત્રવાળું એક નાટક એમ વૃત્તિકારે કહ્યું છે, અને એ જ હકીકત જો હરિભસૂરિને અભિપ્રેત હોય તે આવસ્મયની વૃત્તિમાં એમણે જે કહ્યું છે, તેની સાથે આ મેળ ખાતો નથી. ગમે તેમ પણ મુનિચન્દ્રસૂરિ પ્રમાણે નાટકોની સંખ્યા નીચે મુજબ છે – ૧૪ ૧૪ ૮ X ૮ X ૮ ૪૮ ૪૧= ૪૦૯૬. અહીં એક મસ્તકવાળો એક હાથી છે એમ માની આ સંખ્યા મેં દર્શાવી છે. જે આઠ મસ્તકવાળા એક હાથી હોય તે નાટકોની સંખ્યા ૩૨૭૬૮ની ગણાય. નાટકની ભિન્ન ભિન્ન સંખ્યા આ લેખમાં રજૂ કરાઈ છે તે નીચે પ્રમાણે છે – (અ) ૫૩૬૮૭૯૧૨૦૦૦૦૦૦૦૦ (ચુણિ ઈત્યાદિ પ્રમાણે) (આ) ૧૦૪૮૫૭૬ (આવસ્મયની હારિભદ્રીય વૃત્તિ અનુસાર) (ઈ) ૩૨૭૬૮ (ઉવએ સમયની વૃત્તિને સંભવિત અર્થ) (ઈ) ૪૦૯૬ (મુનિચન્દ્રસૂરિને મત ) આ ઉપરાંત નાટકની અન્ય સંખ્યા કોઈ કૃતિમાં હોય તો તેની તપાસ કરવી બાકી રહે છે. બાકી ઉપર્યુક્ત સંખ્યામાં ભિન્નતા ઉપસ્થિત થવામાં હાથીની સંખ્યા એના મસ્તકની સંખ્યા, પત્રની સંખ્યા અને પત્ર દીઠ નાટકની સંખ્યા કારણભૂત છે. અંતમાં એ પ્રશ્ન રજૂ કરીશ કે આવસ્મયની ગુણિ કરતાં કોઈ પ્રાચીન કૃતિમાં નાટકોની સંખ્યાને નિર્દેશ છે ખરો? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28