Book Title: Jain_Satyaprakash 1955 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ei(કપમાં ન રોકાવવા કરાયanniful matrimilanmolivierklinik Wiાની નવરામિક વિજયનગરના નરેશ હરિહરના મંત્રી ઠાકરશી લેખક :-શ્રીયુત અગરચંદજી નાહટા દૃક્ષિણ ભારતને જૈન ઇતિહાસ ઘણો ગૌરવશાળી છે. આચાર્ય ભદ્રબાહુથી આજ સુધી લગભગ ૨૩૦૦ વર્ષોથી અહીં જૈનધર્મનો પ્રચાર રહ્યો છે. મધ્યકાળના કેટલાયે રાજવંશે જેનધર્મના અનુયાયી અને સમર્થક રહ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃતભાષા ઉપરાંત અંતસ્થ લોકભાષા કાનડી અને તામિલમાં પણ જૈન વિદ્વાનો દ્વારા રચાયેલું સાહિત્ય ખૂબ વિશાળ અને મહત્ત્વપૂર્ણ છે. ઉત્કર્ષ પછી અપકર્ષ એ પ્રકૃતિને સ્વાભાવિક નિયમ છે, એ મુજબ દક્ષિણમાં જૈનધર્મના ઉત્કર્ષ પછી લિંગાયત આદિ સંપ્રદાયનું જ્યારે ત્યાં જોર વધ્યું ત્યારે જે પર ઘણા અત્યાચાર થયા. હજારે જેનોને મારી નાખવામાં આવ્યા. ઘણાએ તે ધર્મ પરિવર્તન કરી લીધું અને જેઓ રહ્યા તે હતપ્રભાવ જેવા થઈ ગયા. પરિણામે દક્ષિણના મૂળ નિવાસી જેનોમાં હવે એ તેજ અને પ્રભાવ દષ્ટિગોચર થતાં નથી. આર્થિક દૃષ્ટિએ પણ તેઓ સાધારણ જ છે. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય મધ્યકાળમાં ખૂબ સમૃદ્ધ અને પ્રતાપી હતું. તેના શાસકે શિવ વગેરે હોવા છતાં ખૂબ ધર્મસહિષ્ણુ હતા. એ જ કારણે એમના સમયમાં પણ જૈનધર્મ ખૂબ ફાલ્યોદ્દો. આ શાસકોએ જૈન મંદિરો વગેરેને પૂરતું દાન આપ્યું હતું. એમની રાણીઓમાંથી પણ એક જેન હતી અને મંત્રીઓ પણ જૈન હતો. તેમના સમયમાં જૈન સાહિત્ય સારા પ્રમાણમાં રચાયું, જેને ઉલ્લેખ પણ વસુદેવ ઉપાધ્યાય રચિત વિજ્ઞાન શાત્રાથી ફુતિહાસના પૃષ્ઠ: ૧૩૬ માં આ પ્રકારે મળે છે : ધર્મપ્રચાર માટે જૈન કવિઓએ દેશી ભાષા કાનડીને અપનાવી, આ લોકેએ સંસ્કૃત છદોને સમાવેશ દેશી છંદોના સ્થાને કર્યો. પંપ, બાહુબલી આદિ જૈન કવિઓને આ ભાષામાં અધિક સરળતા લાગતી હતી, તેથી જ તેમણે ધર્મનાથનું જીવન સંપૂ શૈલીમાં લખ્યું નેમિનાથનું ચરિત તે ઘણાઓએ લખ્યું છે. મધુર એક પ્રસિદ્ધ જૈન કવિ હતા, જે હરિહરના મંત્રીના દરબારમાં રહેતો હતો. વિજયનગરમાં રત્નાકર નામે સૌથી મોટો જેન કવિ થઈ ગયો. તેણે દશહજાર છદે કાનડી ભાષામાં લખ્યા. તેમાં આદિનાથના પુત્ર ભરતનું વર્ણન કરેલું છે. તેમજ સંસારની વાતનું વર્ણન કરતાં વિશેષપણે વેગનું વિવરણ આપ્યું છે. જનતામાં જૈનધર્મ પર વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે જાતજાતની કહાનીઓ લખવામાં આવી છે. સને ૧૪૨૪ લગભગમાં ભાસ્કરે “જીવંધરચરિત્ર' નામે ગ્રંથ લખ્યો. કલ્યાણકીતિનું “જ્ઞાનચંદ્રાવ્યુદયમુ' નામક પુસ્તક પ્રસિદ્ધ છે. વિદ્યાનંદ અને યશકીર્તિ આદિ જેન પંડિતએ કાનડી ભાષામાં અનેક ગ્રંથો ઉપર ટિપ્પણો લખ્યાં.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28