Book Title: Jain_Satyaprakash 1955 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | » અ I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૦ | વિક્રમ સં. ર૦૧૧ : વીર નિ. સં. ર૪૮૦: ઈ. સ. ૧૯૫૫ |. क्रमांक સંવ : ૧ | મહા વદિ ૮ મંગળવાર : ૧૫ ફેબ્રુઆરી || ૨૩૨ જ્યોતિ શ્રીયુત વંસતલાલ કાંતિલાલ બી. એ. અત્યારે આપણને સૌથી જરૂર તિની છે. આપણી ચારે બાજુ દુઃખ દર્દને દીનતાની ઘોર અંધારી રાત છવાઈ ગઈ છે. ભ્રમ ને ભૂલેની ગીચ ઝાડીમાં આપણે એવાઈ ગયા છીએ. નિરાશા ને નિષ્ફળતાન મહાવાયું હુંકાઈ રહ્યો છે. આપણી વિચારરૂપી આંખનું તેજ હણાઈ ગયું છે. અત્યારે આપણે આ સ્થિતિ છે. ઘોર અંધારી રાતે, ગીચ ઝાડીમાં ભૂલા પડેલા, મહા તોફાનમાં ધ્રુજતા ને નબળી આંખવાળાને સૌથી વધુ જરૂર પ્રકાશની છેમૈત્રી ને પ્રેમની જ્યોતિની છે. વ્યક્તિની જેમ વિશ્વને પણ સૌથી વધુ જરૂર આ તિની છે. દુનિયા આજે બાહ્ય શક્તિ અને આંતર શક્તિના ઘર્ષણમાં પીડાઈ રહી છે. બાહ્ય શક્તિ હમેશાં વિનાશક છે ને આંતરશક્તિ હમેશાં સર્જનાત્મક છે. બાહ્યશક્તિ પાસેથી સુખની ઇચ્છ રાખવી તે સપની ઝેરી કથળીમાં અમૃત શોધવા જેવું છે. બાહ્યશક્તિનું પ્રતીક અણુબોમ્બ છે અને આંતરશક્તિનું પ્રતીક આ જ્યોતિ છે. આજે તે બાહ્યશક્તિનું વર્ચસ્વ જામ્યું છે. તે વર્ચસ્વ કેટલી હદે પહોંચ્યું છે તે જણાવવા એક દષ્ટાંત અમેરિકન મેગેઝીનમાં આવેલું તે આ પ્રમાણે છે અમેરિકામાં ઊંચામાં ઊંચું મકાન અપાયર સ્ટેટ બિલ્ડીંગ છે જે ચૌદસો ફીટ ઊંચું છે. તેના પછી ઊંચાઈમાં ક્રાઈસ્લર બિલ્ડીંગ આવે છે જે અગિયારસે ફીટ ઊંચું છે ને ત્રીજે નંબરે સ્ટેટયુ ઓફ લિબરી આવે છે જે નવસે ફીટ ઊંચું છે. આ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ક્રાઈસ્ટર બિલ્ડીંગ અને સ્ટેટયુ ઓફ લિબર્ટીને એક બીજા પર ઊભાં કરવામાં આવે તે જે ઊંચાઈ થાય તેટલી ઊંચાઈના મકાનમાં દુનિયાની બે અજબની વસ્તી સમાઈ શકે-જે તે બે અબજને એક બીજા પર ગીચોગીચ ઠાંસી ઠાંસીને ખડકવામાં આવે છે અને તે મકાન પર જે એક જ અણુબોમ્બ ફોડવામાં આવે તે આખી દુનિયાની વસ્તી ક્ષણમાત્રમાં સિગરેટની રાખ જેવી રાખથઈ જાય. બાહ્યશક્તિનું આજે આવું વર્ચસ્વ છે, આવી બાહ્યશક્તિને નાશ આજે આંતરશકિત વડે જ થઈ શકે. અંગ્રેજીમાં કોઈ કે કહેલું કે આ આંતરશક્તિ તે મૈત્રી, પ્રેમ ને કરુણાની છે. આપણી જાત આ આંતરશક્તિની પ્રતીક છે. [ જુઓ અનુસંધાન પૃ. ૮ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28