Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] બલિદાન t૨૧૯ ઉપદેશોની વૃષ્ટિથી પણ શમે તેમ નથી. એ સર્વસ્વને બાળીને જ જંપશે. છતાં તમે કહે તે અમુક સમયની મર્યાદા માટે સૈનિકોને રોકી શકું. અથવા મને યાદ છે કે આપને તરતાં બહુ જ સુંદર આવડે છે. જળમાં ઘણા સમય સુધી આપ રહી શકે છે. તે નગરના કાસારમાં આપ જ્યાં સુધી ડૂબકી મારીને પાણીમાં રહે તેટલીવારમાં જેને જે લેવું હોય તે લઈને, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. પણ આપ જેવા જળ બહાર દેખાઓ, તે પછી તે એક ક્ષણ સૈનિકે નહિ થભે!” મહાનાયકની વૃદ્ધ આંખમાં કઈ ભવ્ય સ્મૃતિનું તેજ ચમક્યું. એમની રકૃતિના પડદા પર મહાવીરની વાણુના અક્ષરે તેજોમય બની ઉપસવા લાગ્યા. એને થયું: મારા જીવનમાં આ ઘડી મહાવીરના અર્પણના ઉપદેશની આવી લાગી છે. ખરેખર, કસોટીની આ વેળ છે! મારે મારા જીવનદ્વારા એ ઉપદેશને મૂર્ત કર જોઈએ. મહાનાયકે કહ્યું: “તમારી ઈચ્છા એવી હોય છે તેમ કરીએ !' રાજા વિચારવા લાગ્યાઆ વૃદ્ધ માણસ શ્વાસોચ્છવાસ રોકી રેકીનેય કેટલીવાર રોકશે ? ક્ષણ, બે ક્ષણ, દસ ક્ષણ, પણ કલાક સુધી તે નહિ સંધે ને! તે પછી એટલી વારમાં પૌરજનો કયાં ભાગી જવાના હતા ? ગુરુનું વચન પળાશે અને મારા વેરની તૃપ્તિ પણ થશે. મહાનાયક નગરકાસાર પાસે આવ્યા. પૌરજનો ભયત્રસ્ત હતા છતાં પણ આ દશ્ય જેવા ક્ષણભર સૌ થંભી ગયા; કારણ કે મહાનાયકમાં સૌને રસ હત–શ્રદ્ધા હતી. નગરમાં જ્યારે ઘોષણું થઈ રહી હતી કે જ્યાં સુધી મહાનાયક જળમાં ડૂબકી મારીને રહેશે ત્યાં સુધી સૌને અભય છે ત્યારે મહાનાયક કાસારના મધ્યમાં રહેલા કીર્તિસ્તંભ સાથે પિતાની કાયાને ઉત્તરીયથી બધી જળસમાધિ લઈ રહ્યા હતા. મહાનાયકના હૈયામાં વાત્સલ્ય હતું. માન માટે કહ્યું હતી. સૌના કલ્યાણની તીવ ઝંખના હતી અને નગરજનોની રક્ષા પ્રાણ આપતાંય થતી હોય તે પ્રાણ આપવાની અર્પણભાવના પણ હતી. એટલે એમણે અરિહંત શરણમ ' લઈ પાણીમાં પિતાની જાતને સદાને માટે પધરાવી દીધી ! ક્ષણ...બે ક્ષણ...કલાક...બે કલાક થઈ ગયા, પણ મહાનાયક જલસપાટી પર ન આવ્યા...તે ન જ આવ્યા. વિજયી નૃપ અને લૂંટની કામનાવાળા સૈનિકે પ્રતીક્ષા કરી થાક્ય, પણ એ ઉ૫ર ન આવ્યા. - રાજા ચતુર હતું. એ આ કરૂણ બનાવ સમજી ગયો. એના પર જાણે વિધુતપાત થયે હોય તેમ તે ઘા ખાઈ ગયે. શું ગુરુએ પરિજનોની રક્ષા કાજે પિતાની કાયાનું બલિદાન આપ્યું અને મારા જ હાથે મારા વિદ્યાદાતાની હત્યા ? આહ ધિગ, મારા વિજયને! એને, આત્મા શોકથી ઘેરાઈ ગયે. બલિદાનની વૃષ્ટિથી એને વૈરાગ્નિ શમી ગયો. એ પવિત્ર આત્માને નમી તે જ ક્ષણે રાજા વૈશાલીને છોડી ચાલી નીકળ્યો. આ વાત સાંભળી વૈશાલીના યુવાન અને યુવતીઓ દેડી આવ્યો. સ્તંભ સાથે બંધાયેલા એ પુણ્યદેહને બહાર કાઢો ત્યારે પાણીથી–પ્રફુલ્લ બનેલે મહાનાયકને ઉજ્જવળ દેહ જાણે સૌને કહી રહ્યો હતેદેહનું મૂલ્ય આનાથી વધારે કંઈ હોઈ શકે ખરું કે...? વૈશાલીના પરજ મહાનાયકને આંસુની અંજલી આપી રહ્યા હતા, કારણ કે એણે જ પોતાનું જીવન આપીને વૈશાલીને જીવન-આપ્યું હતું ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28