Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુફાઓમાં જેન સંસ્કૃતિ લેખકઃ શ્રીયુત મેહનલાલ દીપચંદ સેક્સી જોગી મારા–મધ્યપ્રદેશમાં આવેલી સરગુજા રાજ્યના લક્ષ્મણપુરથી બાર માઈલ દૂર રામગિરિ અથવા રામગઢ નામને પર્વત છે. એમાં જેગમારા તરીકે ઓળખાતી ગુફા આવેલી છે. પ્રાચીન અને પથ્થરમાં કેરેલાં ચિત્રોમાં આ ગુફાનાં ચિત્રોને મહત્ત્વભર્યું સ્થાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક નજરે તેમ કળાની દૃષ્ટિથી આ ચિત્રો અનુપમ મનાય છે. એમાંનાં કેટલાંક ચિત્ર જૈનસાહિત્ય સાથે સંબંધ ધરાવે છે. એ ઉપરથી ફલિત થાય છે કે કેટલાક સમય સુધી આ ગુફાને ઉપગ જૈનધર્મીઓ દ્વારા થયો હશે. અહીંથી ઈ. સ. પૂર્વની ત્રીજી સદીને લેખ પણ મળી આવ્યો છે અને એ ઉપરથી ડે. બ્લાએ આ ગુફાના નિર્માણકાળનો એ સમય નિશ્ચિત કર્યો છે, હંકગિરિ-જૈન સાહિત્યમાં આ ગિરિને. ઉલ્લેખ તે સ્થાન સ્થાન પર ઉપલબ્ધ થાય છે આ પર્વતને પવિત્ર એવા શ્રી. શત્રુંજય ગિરિરાજની એક શાખારૂપે આલેખ્યો છે. હાલમાં આ સ્થાન વલભીપુરની નજીક છે. રાજવી સાતવાહનના ગુરુ શ્રી પાદલિપ્તસૂરિજી હતા અને તેમને સિદ્ધ નાગાર્જુન નામને શિષ્ય આ સ્થાનને નિવાસી હતો. એ વાતનું સમ-- ઈન પ્રબંધકોશ” અને “પિંડ-વિશુદ્ધિ 'ની ટીકાઓથી થાય છે. ઉક્ત નાગાર્જુને સ્વર્ણસિદ્ધિ માટે ઘણા પ્રયત્ન કર્યો હતે અને ઉલ્લેખાયું છે તે મુજબ આ ઢંકગિરિની ગુફામાં તેણે રસકુપિકા રાખી હતી. આ જૈન ગુફામાં ભગવાન પાર્શ્વનાથની એક ઊભી મૂર્તિ છે. ત્યાં અંબિકાદેવીની આકૃતિ પણ જોવામાં આવી હતી. ડૉ. બજેસે એની શોધ કરેલી પણ આ જૈન-ગુફા છે એવું પુરવાર કરવાનો યશ તે ડો. હસમુખલાલ ધીરજલાલ સાંકળીઆને ફાળે જાય છે. આ સમયનાં કેટલાંક શિલ્પ શ્રીયુત સારાભાઈ નવાબે પણ સૌરાષ્ટ્રમાં જોયાની નેધ “ભારતીય વિદ્યા' ભા. ૧, અંક: ૨ માં કરી છે. - ચન્દ્રગુફા-બાબા યારાના મઠ તરીકે ઓળખાતા સ્થાનમાં જે ગુફાઓ આવી છે તે ઈ. સ. પૂર્વેના પહેલા, બીજા સૈકાની હોવી જોઈએ એમ મી. બર્જેસનું માનવું છે કેમકે એ સદીનાં કેટલાંક ચિહ્નો એમાં ઉપલબ્ધ થાય છે. સ્વસ્તિક, મત્સ્યયુગલ, ભદ્રાસન, નંદીપદ અને કુંભકળશ જેવાય છે કે જેના સંબધે જૈનધર્મમાં “અષ્ટમંગળ' તરીકે આલેખાય છે તેની સાથે છે. ક્ષત્રપના સમયનો એક મૂલ્યવાન લેખ મળી આવ્યો છે, જે તત્કાલીન જૈન ઇતિહાસ ઉપર મહત્ત્વને પ્રકાશ ફેકે છે. મુખ્ય ગુફાને આકાર ચંદ્રાકાર હોવાથી ચંદ્રગુફા તરીકે ઓળખાય છે. દિગંબર સાહિત્યને વ્યવસ્થિત કરનાર શ્રીધરસેનાચાર્યને આમાં નિવાસ હતો. પુષ્પદન્ત અને ભૂતબલિનું અધ્યયન અહીં થયું હતું. અોસ એટલો જ છે કે આવા મહત્ત્વના સ્થાન તરફ જૈન સમાજનું ધ્યાન સરખું ગયું નથી ! * ઢંકગિરિ અને ચન્દ્રગુફા એ સૌરાષ્ટ્રમાં આવેલ, જૈનધર્મ અને જૈન સંસ્કૃતિ ઉપર પ્રભાવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28