Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ મીમાંસા [લેખક ચે] લેખક : માસ્તર શ્રીયુત ખુબચંદ કેશવલાલ સિરોહી વળી સુખ દુઃખ ન સમજાય એ પણ ન બને, સુખ અને દુઃખના કારણભૂત જુદાં કર્મો તેનું નામ વેદનીય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને પછી વેદનીય. હવે ચોથા મેહનીય કર્મ અંગે બે વિભાગ છે. (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્ર મેહનીય. મેહનીયના વિચાર અંગે કેટલાકની માન્યતા ચાખી નથી. કેટલાકની માન્યતા ચેખી છતાં વર્તન ચેખું નથી હોતું. સર્વમત જાણનારા પંડિત પણ પિતાને જ્ઞાન છતાં સત્ય તરીકે સત્ય પદાર્થ માનતાં લપસે છે. સત્યને સત્ય તરીકે નહિ માનવામાં કોઈ ચીજ આડી આવે છે. જીવાદિક નવ ત સત્ય છે, તે બીજા મતવાળાએ વાંચ્યાં અને જાણ્યાં છતાંયે તેમાં અસત્યપણાની પ્રતીતિ કેમ રહી ? કારણ એ જ છે કે માન્યતાને મુંઝવનારી કઈ ચીજ આડે છે, અને તે ચીજ ખસે તે જ સાચી માન્યતા થાય. રેલમાં બેસીએ તો મગજ પર ગતિની અસર થાય છે. પૃથ્વી અને ઝાડને સ્થિર છતાં ચર દેખવાને અને ચરને સ્થિર દેખવાને જે ભ્રમ થાય છે તેમ આત્મામાં પણ ભ્રમ થાય છે, જેથી સત્યને અસત્ય અને અસત્યને સત્ય ગણીએ છીએ. એથી માન્યતાને મુંઝવનાર કઈ કર્મ છે એમ સમજવું જોઈએ, તે કર્મ દર્શનમેહનીય નામે ઓળખાય છે. વળી મનુષ્ય દરેક સન્માગે વર્તવાની ઈચ્છા કરે, છતાં પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. દમને દરદી કુપી જાણે, માને અને છોડવાની ઈચ્છા રાખે પણ ખાવા બેસતાં ફીકું લાગે તે મરચાં ખાય. વળી ખાંસીના દરદીને મરચું -તેલ અપથ્ય છે, તે જાણે છે, છોડવા માગે છે; છતાં પણ કેટલાક મનના મજબૂત માણસે કુપચ્ચે છોડી શકે છે અને મનના કાચા હોય તે બીજાઓના કહ્યા છતાં કુપ લે છે, તેવી રીતે દર્શનમોહનીયના સોપશમે શ્રદ્ધાળુ થવારૂપ સમ્યકત્વવાળા થાય તે પાપ છોડવા લાયક છે તેમ ગણે છે. પરંતુ ઈચ્છાવાળા થયા છતાં સર્વ પાપ છોડી શકતા નથી, તેનું કારણ એ જ છે કે વર્તનમાં મુંઝવનાર કઈ ચીજ છે અને તે ચારિત્ર મોહનીય કર્મ મતલબ કે અશુદ્ધ વર્તનમાં નાખી દે તે ચાસ્ત્રિ મોહનીય કહેવાય. દર્શન મોહનીય માન્યતા પર અસર કરે છે જ્યારે ચારિત્ર મોહનીય વર્તન પર અસર કરે છે. સંસાર અસાર છે, દુનિયા માટેના પ્રયત્નોમાં ફોતરાં ખાંડવાનાં છે એવી અંતઃકરણમાં માન્યતા એનું જ નામ સભ્યત્વે છે. કોઈ મરી જાય તેને અફસેસ કરે છે પણ પિતાને જવાનું છે એને અફસેસ આ જીવ કરતા નથી. વર્તનમાં ફરક પડવા છતાં માન્યતા સાચી રહે તે સમ્યક્ત્વ ચાલ્યું ન જાય. માટે માન્યતામાં ભેદ પડ જોઈ એ નહિ. એટલા માટે જ દર્શનમોહનીય અને ચારિત્રહનીય એ બે વસ્તુ જુદી રાખી છે. કર્મોદયને લીધે શક્તિ કે સાધનના અભાવે પ્રવૃત્તિ કરી ન શકે એ બને, જેમકે ઉપવાસને યોગ્ય ગણતા હોય પણ પોતે ચાર વખત ખાવાવાળા હેવાથી ઉપવાસ કરી શકતા નથી. કર્મોદયના કારણે કાર્ય ન બનવા છતાં માન્યતા બરાબર રહે તે સમ્યકત્વમાં વાંધો નથી, પણ એક વાત લક્ષ્યમાં રાખવાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28