Book Title: Jain_Satyaprakash 1952 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ ૧ ગણાય છે. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે ન્યાયવેશ સિવાયના ઉપર જણાવેલા તમામ દિઙનાગના ગ્રંથો તેના મૂલ સસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા છે. ન્યાયવેરાની રક્ષા કરવાના યશ પણુ પાટણ અને જેસલમેરના જૈન ગ્રંથભંડારોને તથા અન્યદર્શનના ગ્રંથાની પણ રક્ષા કરવાની જૈનાચાર્યોની ઉદાર અને ઉદાત્ત મનેવૃત્તિને જ ફાળે જાય છે. દિનાગના બાકીના ગ્રંથા તેના મૂલ સંસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા મનાય છે. અને મારા વિદ્વાન મિત્ર ર’ગાસ્વામી રામાનુજ આયંગરના જણાવવા પ્રમાણે The original itself which was in Sanskrit wholly disappeared and does not seem to have been heard of in India after the advent of Moslem rule, હિંદુસ્થાનમાં મુસ્લિમ રાજ્ય સ્થપાયા પછી એ સંસ્કૃત ગ્રંથનું નામ પણ કોઈના સાંભળવામાં આવ્યુ હાય એમ લાગતું નથી. હતાં એ જાણુવુ` રસપ્રદ થઇ થઇ પડશે કે નાગના ઉપર જણાવેલા સસ્કૃતથા નષ્ટ થઇ ગયા હોવા છતાં પણ આજથી હારવા પૂર્વે ચીન તથા ટમેટના લોકેાએ તેના ચીની તથા ટિમેટન ભાષામાં કરેલા અનુવાદો ( ભાષાંતરા ) મળી આવે છે. તેમાં પણુ ટિબેટન ભાષામાં જે અનુવાદો છે તે અક્ષરશ છે અને ઘણા સારા છે. જો આ ભાષાના અભ્યાસ કરીને આ અનુવાદેતે વાંચવામાં આવે તે લગભગ મૂલગથની ગરજ સારે, એમ કહી શકાય. પરંતુ બધા આ ભાષા શીખી ન શકે. આથી હૈસુરની યુનિવર્સીટિ રિસર્ચ ઈન્સ્ટીટયુટ અને એરિએન્ટલ લાયબ્રેરીના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીર્ગાસ્વામી રામાનુજ આયંગર શાંતિનિકેતનમાં રામના પ્રેસર ટુચી પાસે ટિમેટન ભાષાના અભ્યાસ કરતા હતા ત્યારે આ ટિમેટનગ્રંથ જેવામાં આવતાં તેનુ ઐતિહાસિક મહત્ત્વ ધ્યાનમાં રાખીને આ ટિબેટન અનુવાદ ઉપરથી ફરીથી સંસ્કૃતમાં અનુવાદ (Retranslation) કરીને તેને સજનસુલભ બનાવવા માટે તેમણે કઠિનતર પરિશ્રમ શરૂ કર્યો, એક ટિમેટન ભાષા જ કઢિણુ અને વિચિત્ર છે. ઉપરાંત તેને અભ્યાસ ભારતમાં બંગાળની અંદર શાંતિનિકેતન, કલકત્તા યુનિવર્સીટી વગેરે બે-પાંચ સ્થળેાએ જ કરાવવામાં આવે છે. ટિમ્બેટન અનુવાદો લગભગ હાર વર્ષ પૂર્વે થયા હોવાથી હ ર વષઁ પૂર્વેની ટિબેટન ભાષામાં અને આજે ટિમેટમાં ખેલાતી ભાષામાં ઘણું જ મોટુ અંતર પડી ગયુ છે એટલે પ્રાચીન ટિમેટન ભાષાના સંસ્કૃતાનુસારી અનુવાદો માટે પ્રાચીન ટિબેટન ભાષા શીખવી પડે છે. ભારતમાં કાશી, કલકત્તા, શાંતિનિકેતન, દાર્જીલીંગ, નાલંદા, આડચર (મદ્રાસ) વગેરે છ-સાત સ્થળાએ જ ટિબેટન ભાષાના ગ્રંથા છે. આમાંની ધણીખરી સ'સ્થાએ બહાર ગ્રંથ વાંચવા માટે અપાતી નથી. એટલે ભાષા શીખ્યા પછી આ ગ્રંથશ મેળવતાં ય નાકે દમ આવી જાય છે. છતાં આ બધી મુશ્કેલીઓને પાર કરીને મારા વિદ્વાન મિત્ર રગાસ્વામી આયંગરે પ્રમાણસમુચ્ચયના ટિબેટન અનુવાદ ઉપરથી સસ્કૃતમાં ફરી અનુવાદ કરીને તેને પ્રથમ પરિચ્છેદ આજથી વીશ વર્ષ પૂર્વે પ્રકાશિત કર્યાં છે અને તે આ વિષયમાં રસ ધરાવતા અને સંશોધન કરતા વિદ્વાનને અત્યંત ઉપયાગી નિવડયો છે. પ્રમાણસમુચ્ચયના ૧ પ્રત્યક્ષ, ૨ સ્વાર્થાનુમાન, ૩ પરાર્થોનુમાન, ૪ દૃષ્ટાન્ત ( ઉદાહરણુ ), ૫ અપેાહ, ૬ જાતિ'–એમ કુલ્લે છ પરિચ્છેદ છે. બધા ગ્રંથ પદ્યમાં અનુષ્ટુણ છંદમાં રચાયેલા છે. આના ઉપર દિનાગની ૧. ન્યાયપ્રવેશ ગ્રંથ વડાદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી ધણા વખત પૂર્વે પ્રકાશિત થઇ ગયા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30