Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૪] શ્રીદશવૈકાલિક... દિનાગ [ ૭૯ મુનિઓના આચારનું જ વર્ણન છે. એટલે આવા આચારપ્રધાન આગમિક ગ્રંથમાં મહત્વની દાર્શનિક માહિતી મળી આવવાની કલ્પના પણ ભાગ્યે જ કેઈને આવે, છતાં ઉપરની જે અપૂર્ણ કારિકા છે તે સંપૂર્ણ સ્વરૂપમાં “દશવૈકાલિકવૃત્તિ'માં (પૃ. ૧૪ b) પ્રથમ અધ્યયનની ૫૩મી ગાથાની વૃત્તિમાં નીચે મુજબ મળી આવે છે: साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता। ख्याप्येते यत्र दृष्टान्तः स साधर्थेतरो द्विधा ।। આ રીતે આખી કારિકા જૈનગ્રંથની સહાયથી તૈયાર થઈ જાય છે. જેનગ્રંથની સહાય વિના એ તૈયાર કરવાનું કાર્ય આજે તે અશક્યપ્રાય જ હતું. આપણી:દષ્ટિએ કદાચ આ વાતનું બહુ મૂલ્ય નહિ લાગતું હોય પણ સંશોધકોની દષ્ટિએ એનું ઘણું જ મેટું મૂલ્ય છે. સંશોધકે તે આવી આવી નાની લાગતી વાતને શોધી કાઢવા માટે સાહિત્યના આખા મહાસાગરનું મંથન કરી નાખતા હોય છે, તેમ જ વર્ષો સુધી ચિંતા કર્યા કરતા હોય છે અને પરિશ્રમ ઉઠાવતા હોય છે એટલે આવી હકીકત મળી આવતાં તેઓ આનંદમગ્ન થઈ જાય છે. પાશ્ચાત્ય વિદ્વાને ચીન, બર્મા, સિલેન વગેરે દેશમાં પહેલવહેલાં બૌદ્ધોના પરિચયમાં આવ્યા હોવાથી તેમણે જ્યાં ત્યાં બૌદ્ધોની જ વાહ વાહ કરી છે, અને બૌદ્ધ સાહિત્ય-સ્થાપત્ય વગેરેને જ ઘણું મહત્વ આપ્યું છે, અને જેનદર્શન પ્રતિ તેમને ચેડા-વત્તા અંશે ઉપેક્ષાભાવ રહ્યો છે. ભારતીય સંશોધકોને મોટા ભાગ પણ પાશ્ચાત્યાને અનુસારી હોવાથી જૈનદર્શન પ્રત્યે ઉદાસીનછાય રહ્યો છે. પણ હમણાં કેટલાંક વર્ષોથી એમાં ઘણે ફેર પડવા લાગે છે. જૈનદર્શન પ્રતિ ઉપેક્ષાભાવે છોડીને, જેનસાહિત્યમાં સૌ કરતાં વધારે વિશ્વસનીય સામગ્રીને ખજાને રહે છે, એમ હવે તેઓ માનવા લાગ્યા છે. પરંતુ તેઓ તેમની ઉપેક્ષાવૃત્તિને સર્વથા ત્યજી દઈને જૈનસાહિત્યનું વાસ્તવિક મહત્ત્વ અને મૂલ્ય સ્વતઃ આંકે અને જેનસાહિત્યનો આદરપૂર્વક ઘણા મોટા પ્રમાણમાં અભ્યાસ કરવા લાગે તે માટે હજુ સમય લાગશે. પણ તે પૂર્વે આપણે જ જે આ પણી પાસે રહેલા અમૂલ્ય ખજાનાની જગતને પ્રતીતિ કરાવીશું તે એ ઉપેક્ષાવૃત્તિ એકદમ તૂટશે અને જૈનસાહિત્યમાં રહેલા અમૂલ્ય ખજાનાનું વાસ્તવિક મહત્વ સર્વત્ર વિદ્વાનોમાં અંકાશે. એમ થશે તો જેનદર્શન જૈનેતર વિદ્વાનોને અવશ્ય પ્રભાવિત કરશે, માટે એ રીતે સંશોધન કરીને આપણે જેને એ જ જગત આગળ આપણું બહુમૂલ્ય સંશોધન રજુ કરવાની અત્યારે ખાસ જરૂર છે. અને આપણે જ તે માટે ભગીરથ પ્રયત્ન કરે પડશે. તેમજ જ્ઞાનપિપાસુઓને તેમના ઘેર બેઠાં જ્ઞાનરૂપી જલ આપણે જ અત્યારે પૂરું પાડવું પડશે કે જે પીને જગત ચકિત થઈ જશે. सं. २००८ मार्गशीर्ष कृष्ण दशमी मु. मालेगांव (ત્તિ-નારા) मुनिराजश्री भुवनविजयान्तेवासी मुनि जम्बूविजय For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30