Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જિન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ ભરાવદાર મુખાકૃતિ વગેરે નોંધપાત્ર છે. ગળામાં વિવલી રેખા છે. ખભાનો ભાગ વિશાળ છે. અને પ્રતિમાના સામાન્ય દેખાવને કંઈક અક્કડ–બનાવે છે. ઉપર આકૃતિ નં. ૧ માં રજૂ કરેલી પ્રતિમા કરતાં. આ દૃષ્ટિએ આ પ્રતિમાનું ઘડતર (modelling) કંઈક ઊતરતી કક્ષાનું છે. ધોતીની પાટલીની રચના નોંધપાત્ર છે. આવી શિલીની રચના આપણને વસંતગઢની સં. ૭૪૪=ઈ. સ. ૬૮૭ની બે મોટી ધાતુપ્રતિમાઓ પર નજરે પડે છે જે કે અમુક સૂકમ તફાવત છે પણ આ શૈલી ઈ. સ. ના સાતમા સકામાં ઉત્તર ગુજરાતમાં પ્રચલિત હતી એ સાબિત થાય છે; અને એ રીતે જોતાં આ પ્રતિમાને સાતમા સૈકાના પૂર્વાર્ધમાં નિઃશંક મૂકી શકાય છે. કમરબંધ બાંધવાની રીત ધ્યાનમાં રાખવા જેવી છે. એ રીતના બે છેડા અર્ધચંદ્રાકારે લટકતા રાખીને જે ગાંઠ મારેલી છે તેવી રચના આકૃતિ નં. ૧ માં વચમાં અને આ આકૃતિ નં. ૩ માં જમણુ સાથળ તરફ નજરે પડે છે. આવી જ રચના વસંતગઢની પ્રતિમાઓમાં નજરે પડે છે, જે પ્રતિમાઓ મોટે ભાગે ઈ. સ. ના સાતમા સૈકાની છે મારા મિત્ર શ્રી. છે. હરિપ્રસાદ શાસ્ત્રીના ખ્યાલ મુજબ આકૃતિ નં. ૧ ની પાછળ લેખ આકૃતિ નં. ૩ ના લેખ કરતાં લિપિની દૃષ્ટિએ કંઈક જૂને છે. કલાની દૃષ્ટિએ પણ પણ મારે ખ્યાલ એ છે કે ઋષભદેવેની પ્રતિમાં વધારે જૂની છે અર્થાત્ એ પ્રતિમાને ઈ. સ. ૫૫૦ - ૬ ૦૦ની વચ્ચેના સમયમાં મૂકવી ઠીક થઈ પડશે. જ્યારે આ બીજી પ્રતિમા ઈ. સ. ૬ ૦-૬૩૫ આસપાસની ગણું લઈશું. આમ એક જ આચાર્યના હસ્તે જુદા જુદા સમયે બે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી છે. આપણે જાણીએ છીએ કે, જેને પરંપરા મુજબ શ્રી. જિનભદ્રગણિનું સર્વાય ૧૦૪ વર્ષ છે અને યુગપ્રધાનત્વ કાલ ૬૦ વર્ષ છે. મુનિ શ્રી. જિનવિજયજીએ જેસલમેરની પિથી ઉપરથી સ્પષ્ટ કરી આપ્યું છે કે, તેઓ વિ. સં. ૬૬૬ઈ. સ. ૬૦૯-૧૦ માં હયાત હતા. આપણે માની લઈએ કે વિ. સં. ૬૮૦ પછી તેમની હસ્ત નહિ હોય. એ હિસાબે વિ. સં. ૬૨૦ થી ૬૮૦=ઈ. સ. ૧૬૩ થી ૬૨૩ ની વચ્ચેના ગાળામાં આ બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હશે પ્રતિમાઓના કલાવિધાનની દષ્ટિએ આમાં કશું અજુગતું નથી અને એટલે જ સ્વાભાવિક રીતે આપણને શંકા થાય જ કે આ લેખમાં નિર્દિષ્ટ “જિનભદ્ર વાચનાચાર્ય ” તે શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જ હશે. આ સમય શ્વેતામ્બર જૈન સંઘના ઈતિહાસની દષ્ટિએ અતિમહત્વનો છે. શ્રી, દેવદ્ધિ. ગણિ ક્ષમાશ્રમણે જૈનસૂત્રોને પુસ્તકાર કર્યો એ પરંપરાગત ખ્યાલ છે. વાસ્તવમાં આગ પહેલાં પુસ્તકારૂઢ હતાં જ મુનિ શ્રી કલ્યાણવિજયજીએ પોતાના “વીરનિર્વાણુ સંવત્ અને જે કાલગણના” નામક અભ્યાસ પૂર્ણ લેખમાં આ સૂચન કરેલું જ છે, ફરી પુસ્તકારૂઢ કરવાનો અર્થ ફરી વ્યવસ્થિત કર્યા અને તે મારા ખ્યાલ મુજબ જેનોના વેતામ્બર અને દિગમ્બરમત વચ્ચે ઝઘડો તીવ્રસ્વરૂપ પકડવાથી આમ થયું. આ પછી તરત નિયુક્તિઓ, ભાળ્યો અને ચૂર્ણ નો યુગ શરૂ થયો. ચયવાસીઓએ આમાં મોટે ભાગ ભજવ્યો છે. પહેલાં ચેત્યવાસીઓમાં એટલો બધે શિથિલાચાર નહોતે અને મારા નમ્ર મત પ્રમાણે, સિદ્ધસેન દિવાકર છ જેવી વ્યક્તિઓ પણ ચૈત્યવાસી જ હતી. ત્યવાસીઓએ વેતામ્બર જૈન મંદિરો અને પ્રતિમાઓ બંધાવવામાં અને ભરાવવામાં ખૂબ હિસ્સો આપ્યો છે. વસ્ત્રયુક્ત ઊભી અને સ્પષ્ટ કરાયુક્ત બેઠી જિનપ્રતિમાઓ ખાસહેતુપૂર્વક વધુ પ્રમાણમાં ભરાવવામાં આવી હતી. આ યુગમાં ઈ. સ. ના ચોથા સૈકાના અંતથી શરૂ થયેલા ચૈત્યવાસીઓના આ યુગમાં-ઈ. સ.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30