Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ ઉપરના અવતરણ મુજબ “વિશેષાવશ્યક ભાષ્ય અને વિશેષણુવતીના કર્તા જિનભદ્રગણુએ કેવલ જ્ઞાન-દર્શનનો વિચાર કરતી વખતે સિદ્ધસેન દિવાકરજીને અભિપ્રાય પ્રકાશિત કર્યો છે. શ્રી. સિદ્ધસેન દિવાકર એમના પૂર્વવર્તી આચાર્ય છે.
પણ આમાં સંય વોયનો એ શબ્દો ધ્યાન ખેંચે છે. શું “કહાવલી 'કારને મન શ્રીજિનભદ્રગણુ ક્ષમાશ્રમણ હાલમાં દેવલોક થયેલા-થોડાક જ સમય પૂર્વે દેવલોક થયેલા હતા ? એટલે કે “કહાવલી 'કાર ભદ્રેશ્વરસૂરિનો સમય આપણે ધારીએ છીએ તેથી ઘણો જૂનો છે ? શ્રી. પંડિત લાલચંદ્ર ગાંધીએ “સુવાસ' (સં. ૧૯૯૪, વૈશાખ)માંની પોતાની પ્રાચીન વટપદ્રના ઉલ્લેખ અંગેની લેખમાળામાં બતાવ્યું છે તે મુજબ વટપદ્રમાં રથયાત્રાના મહેત્સવમાં ભાગ લેનાર સંપન્કર સંતુ મહેતાના સમકાલીન ભદ્રેશ્વરસૂરિ હતા, જેઓનો સમય સંવત્ ૧૧૫૦ આસપાસ અને સિદ્ધરાજ જયસિંહને સમકાલીન ગણી તેમને જ તેઓ “કહાવલી કાર ભદ્રેશ્વરસૂરિ માને છે. મને લાગે છે કે આ માન્યતા શંકાસ્પદ છે.
પહેલું તે, “કહાવલી કારે સમયાનુક્રમ પ્રમાણે જુદા જુદા આચાયોની હકીક્ત આપે છે, એ રીતે મૂલ્યવાદી પછી સિદ્ધસેન દિવાકરનો પ્રસંગ આવે છે, સ્કોદિલાચાર્ય-નાગાર્જુનવાચકેની હકીક્ત પછી જ મહેલવાદી હું ‘નયચક્ર કાર ની હકીકત આવે છે. આમ એક ક્રમબદ્ધ વ્યવસ્થા છે; જેમાં પૂર્વવતી આચાર્યની હકીક્ત પછી જ પશ્ચાદ્ભૂત આચાર્યના પ્રસંગે આપ્યા છે. આ દૃષ્ટિએ જોતાં પણ, શ્રી. જંબૂવિજયજીએ “નયેચક્ર 'કાર મલ્યવાદીનો પરંપરાગત વિ. સં. ૪૧૪નો સમય ખરો માને છે તેને ન આધાર મળે છે અને તે મત યુક્તિસંગત જ લાગે છે. હવે મલ્યવાદી પછી સિદ્ધસેન દિવાકરનો પ્રસંગ છે. તેઓ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય–ગુપ્તરાજાના સમકાલીન તેના નવરત્નોમાંના “ક્ષપણુક” છે. શ્રી. દિવાકરછનો આ સમય હવે ઘણુ વિદ્વાનોને ગ્રાહ્ય થતું જાય છે. દિવાકરજીના પ્રસંગે પછી “કહાવલી કાર ભવવિહાંક હરિભદ્રસૂરિના પ્રસંગે આપી પોતાના ગ્રન્થની સમાપ્તિ કરે છે. બપ્પભટ્ટી કે બીજા કોઈ પશ્ચાદ્દવતી ગ્રન્થકારની હકીક્ત આપતા નથી. “કહાવલી ની ફક્ત એક જ તાડપત્રીય પ્રતિ પાટણને ગ્રન્થભંડારમાં છે. તેની અંતે જોતાં આ પછી તરત જ “કહાવલી 'નો દ્વિતીય ખંડ સમાપ્ત થાય છે. એટલે સહજ અનુમાન થાય કે “કહાવલી 'કાર બપ્પભટ્ટીના પૂર્વવતી હોય, બીજા પછીથી લખાયેલા પ્રબંધોમાં બપભટ્ટીના પ્રસંગો આપેલા છે.
બીજું, ભાષાની દૃષ્ટિએ આ ગ્રન્થનો ઝીણવટથી અભ્યાસ થે જરૂરી છે. મારા વિદ્વાન મિત્ર શ્રો. ડો. ભોગીલાલ સાંડેસરાને મેં જે થોડાંક અવતરણો આ ગ્રન્થમાંથી બતાવ્યાં તે ઉપરથી તેમને લાગે છે કે, એની પ્રાકૃત વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની છે.
હવે પાટણની પ્રતિના અતે બે સંવત છે. એ લખાણ નીચે મુજબ છે – इति कहावलीकस्य द्वितीयखंडसमाप्तम्। १०९४-संवत् १४
આમ વચમાં જે સંવત આપ્યો છે તે તે પ્રતિનો છે. જે પ્રતિ ઉપરથી હાલની ઉપલબ્ધ પાટણની પ્રતિ લખાઈ છે. આ પહેલી પ્રતિ તે એના રચનાકાલની પ્રતિ હેય જ એવું કાંઈ નક્કી કહી શકાય નહિ; કેમકે કર્તા પિતે રચાસંવત આપતા નથી. વળી સંવત ૧૦૯૪ને રસંવત માની લઈએ તો આટલો મેટ ગ્રન્થ લખનારને નિદાન સંવત ૧૦૬ માં જન્મેલા ગણવા પડે અને સંવત ૧૦૬ ૦ થી ૧૧૫૦ અને તે પછી તેઓ વિદ્યમાન હતા અને રથયાત્રામોત્સવમાં ભાગ લીધો હતો એવું માનવું પડે. પૂર્વગ્રહ
For Private And Personal Use Only