Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૪ ] વિશેષાવશ્યક..............જૈન પ્રતિમાઓ દેવની છે. કમલના નાના, પીઠ ઉપર કાઉસગ ધ્યાને ઊભેલી ઋષભદેવની આ પ્રતિમા વેતામ્બર છે એ તે સ્પષ્ટ જ છે, પણ છેતીરૂપે પહેરેલા વસ્ત્રને બારીકાઈથી જોતાં સ્પષ્ટ થાય છે કે, એ બાંધણીની જાતનું વસ્ત્ર છે. એના ઉપરની ટપકાઓથી રચેલી બાંધણીની જાતની સુશેભકારી બતાવે છે કે, આ સમયમાં એટલે કે ઈ. સ. ના છ સૈકાના ઉત્તરાદ્ધમાં પશ્ચિમ હિંદમાં આ જાતનાં વસ્ત્રો બનતાં હતાં–વટમાં ગૂંથેલી કે છાપીને બનાવેલી બાંધણીની રચનાકારીનાં. પીઠ ઉપર જમણી બાજુએ યક્ષની આકૃતિ લલિતાસને બેઠેલી છે જ્યારે ડાબી બાજુએ દ્વિભુજ અંબિકાદેવી બેઠેલાં છે. આ બેઉ શાસનદેવતાની આકૃતિઓ પણ એટલી જ સુંદર અને સજીવ જણાય છે. વેશભૂષા અને અલંકારના અભ્યાસીને પણ આ પ્રતિમાઓ અગત્યની છે. સદર પીઠ ઉપર, ભગવાન ઋષભદેવની પ્રતિમાના ભાગમાં બે બાકાર છે. તેમાં ત્રેવીસ પદ્માસનસ્થ તીર્થંકર પ્રતિમયુક્ત ભામંડલ સહિતની પશ્ચાદ્દ ભૂમિકા હતી, જે હાલ ખંડિત છે અને જેમાં ડાક ટુકડા ઉપલબ્ધ થયા છે. આમ અસલ સ્થિતિમાં આ પ્રતિમા શ્રી ઋષભદેવની ચોવીસી હતી. યક્ષ-યક્ષિણીની મુખાકૃતિઓ ધ્યાન ખેંચે તેવી છે. તે જમાનાની ગુજરાતના લાટ દેશની પ્રજામાં નજરે પડતી જુદી જુદી જાતની મુખાકૃતિઓ જેવી જ મુખાકૃતિએ આ જ જમાનાના બીજા ધાતુ-શિલ્પોમ મને નજરે પડી છે અને એ ધાતુ-શિલ્પો પણ મધ્ય ગુજરાત લાટ દેશનાં જ છે. લાંબુ નાક, આગળથી સહેજ જાડું અને બેક ભવની વચ્ચે જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી એટલે મૂળ આગળથી કંઈક ચપટું એવું નાક, દીર્ઘનયન, ભરાવદાર અને લંબગોળ એવું મેટું મુખ, નાના પણ કંઈક જાડા એવા ઓષ્ઠ આ બધું નોધપાત્ર છે. યક્ષના ગળામાં એકાવલી મૌક્તિક માલા છે. યક્ષીના ગળામાં એવી જ એક માલા ઉપરાંત સ્તનયુગલ વચ્ચેથી પસાર થતું લાંબુ ઉર:સૂત્ર છે. બીજી પ્રતિમાં આકૃતિ નં ૩માં રજૂ કરી છે. તેની પાછળ જે લંબગોળ ભામંડલપ્રભાવલિ છે તેના ઉપર કોતરેલો લેખ આકૃતિ ૪ માં રજુ કર્યો છે. આ લેખ નીચે પ્રમાણે છે ॐ निवृतिकुले जिनभद्रवाचनाचार्यस्य ॥ તીર્થંકર પ્રતિમાના પાછળના ભાગમાંના આંકડામાં આ પ્રભાવલિ ભેરવી શકાય તેવી છૂટી છે અને જ્યારે આમ પ્રભાવલિ બેસાડી દઈએ ત્યારે સામેથી દર્શન કરનારને આ લેખ નજરે પડે તેમ નથી કેમકે સદર લે બવાળો ભાગ જિનેશ્વર ભગવાનના ખભાના ભાગ પાછળ ઢંકાઈ જાય છે. આ ભામંડલ એટલું લાંબુ છે કે, જિનપ્રતિમાના ઘૂટણ સુધી પહોંચે છે. આવા લંબગોળ મોટા ભામંડલ નાલંદા અને કુર્કિહારના ધાતુ-શિલ્પમાં પણ નજરે પડે છે. ભામંડલને હાથીનો નખ જેવી, ત્રિકોણાકૃતિની ભાતથી શણગારેલું છે અને આ ભાતની અંદરના ભાગમાં ગાળ મેટા મીંડાની ફરતી એક ભાત છે. આ પ્રતિમાં કયા જિનેશ્વરની છે તે નક્કી કરી શકાય તેમ નથી; કેમકે લાંછન ઉપલબ્ધ નથી અને લેખમાં બતાવ્યું નથી. પ્રતિમાના પગ નીચેના ભાગમાં જે બે આંકડા છે તે નીચેના પીઠમાં બેસાડી દેવાને હશે પણ પીઠ ઉપલબ્ધ નથી આ પ્રતિમા ગળા નીચેથી ખંડિત થતાં મસ્તક જ દુ પડેલું છે. દક્ષિJવત વાંકડિયા વાળ ( schimatic curls) અને ઉષ્ણુયુક્ત આ પ્રતિમાનું મસ્તક છે. મુખમુદ્રા શાંત, પ્રસન્ન અને સુંદર છે. લાંબુ નાક, દીર્ધ અર્ધાત્મીલિત નયનયુગલ કિંચિત હાસ્ય-પ્રસન્નતા દર્શાવતા એપ્તયુગ્મ, મોટા કાન, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30