Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમા લેખક :—શ્રીચુત ઉમાકાન્ત પ્રેમાનદ શાહ. થોડા વખત ઉપર વાદરા પાસેના અકાટ્ટક ( અર્વાચીન-અકાટા ગામ) નામના પ્રાચીન શહેરના અવશેષામાંથી નીકળેલો પ્રાચીન જૈન પ્રતિમાનો એક માટે' સંગ્રહ મતે તેમજ મારા મિત્ર શ્રી. રમણલાલ નાગરજી મહેતાને ઉપલબ્ધ થયા હતા. આ જ સંગ્રહ ભેગી નીકળેલી શ્રી. મગનલાલ દરજીએ જાહેરમાં મૂકેલી કેટલીક પ્રતિમાએનુ વર્જુન પડિત શ્રી, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ ‘જૈન સત્ય પ્રકાશ' વ ૧૬, અંકઃ ૧૦ માં આપ્યું હતુ, ધણી કટાયેલી હાલતમાં મળેલી આ પ્રતિમાએમાં એક અદ્વિતીય પ્રતિમા મળી છે જેના ઉપર નિવન્તસામિ પ્રાંતમાં એવા લેખમાં ઉલ્લેખ છે. આ પ્રતિમાનું સવિસ્તર વર્ણન કરતા એક અંગ્રેજી લેખ આ લેખă Journal of the Oriental Instinte, (Baroda, 1951) Vol. I... no, 1 માં આપ્યા છે. તેનુ ગુજરાતી ‘ જૈન સત્ય પ્રકાશ'માં યથાવકાશ પ્રસિદ્ધ થશે. આવી જ, અને શ્વેતામ્બર જૈન સંધને અત્યંત કિંમતી, અદ્વિતીય અને આ ક એવી બે પ્રતિમા આ સગ્રહમાં છે. સદર પ્રતિમાઓને કાટ સાફ કરી લેખ વાંચતાં જ મને લાગ્યું કે, આ પ્રતિમાએ શ્રી. જિનભદ્રષ્ણુિ ક્ષમાશ્રમણુ–પ્રતિષ્ઠિત હાઈ શકે છે સદર પ્રતિમા ઉપરના લેખામાં જિનભદ્ર વાચનાચાય ઉલ્લેખ છે અને તેમનું કુલ નિવ્રુતિકુલ જણાવ્યું છે. કલાની દૃષ્ટિએ જોતાં આ પ્રતિમાએ છઠ્ઠા સૈકાના ઉત્તરા અને સાતમા સૈકાના પૂર્વોદ્ધમાં મૂકી શકાય તેવી હોવાથી મને લાગ્યું કે, આ પ્રતિમા શ્રી. જિતભદ્રગણિના શુભહસ્તે પ્રતિષ્ઠિત છે, એ નિતિકુલના હોય એવો ઉલ્લેખ પડિત શ્રી. લાલચ'દ ગાંધીને પૂછતાં તેઓએ જણુાવ્યુ' કે, તેવા કેાઈ ઉલ્લેખ તેમને ઉપલબ્ધ નથી. વાચનાચાર્ય શબ્દપ્રયાગ બાબત તેમણે જણાવ્યું કે, વાચક, વાદી, દિવાકર અને ક્ષમાશ્રમણ એ પ્રયાગેા એકાથ વાચી છે એવું ‘કહાવલી’કારે લખ્યુ છે. આ અવતરણું-આધાર બતાવવા માટે હું તેમનો આભારી છું. પડિત શ્રી. લાલચંદ્ર ગાંધી મને જણાવે છે તે મુજબ હજુ તેમને ખાત્રી નથી કે આ પ્રતિમાએના લેખમાં નિર્દિષ્ટ જિનભદ્ર વાચનાચાર્ય તે શ્રી, જિનભદ્ર ક્ષમાશ્રમણ જ છે. પણ મતે એની ખાત્રી છે તેથી અહીં સદર પ્રતિમાને શ્રો. જિનદ્રગણુ ક્ષમાશ્રમણ પ્રતિષ્ઠિત જ ગણી છે એટલુ' પ્રાસ્તવિક જણાવી નીચે સવિસ્તર ચર્ચા કરી છે. આકૃતિ ન ૧ માં જણાવેલી પ્રતિમાની પાછળના, પબાસણની પાછળની ઉપલી કિનારી ઉપર આપેલા લેખ આકૃતિ ન. ૨ તરીકે છાપ્યો છે. સદર લેખની લિપિ વલભીના મૈત્રકાના તામ્રપત્રોના લેખાની લિપિને મળતી છે અને ઈ. સ. ૫૫૦ થી ઈ. સ. ૬૦૦ ના વચગાળાના સમયની ગણી શકાય તેમ છે. સદર લેખ નીચે મુજબ છેઃ— ॐ देवधर्मीय निवृतिकुले जिनभद्रवाचनाचार्यस्य ॥ આ પ્રતિમા ઘણી સુંદર છે, શરીર સપ્રમાણ છે અને સિદ્ધહસ્ત કલાકારના હાથે બનેલી છે. ખભા ઉપર બેઉ બાજુએ બતાવેલી કેશાકૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, એ ઋષભ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30