Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર શ્રીદશવૈકાલિસૂત્રવૃત્તિ અને દિનાગ લેખક–પૂજ્ય મુનિરાજ શ્રીજંબૂવિજયજી આચાર્ય ભગવાન શ્રીમાન સિદ્ધસેન દિવાકર જેમ જૈનદર્શનમાં અત્યારે પ્રસિદ્ધ જૈન ન્યાયના પિતા અને આદ્યપુરુષ તરીકે ગણાય છે, તે જ પ્રમાણે બૌદ્ધન્યાયના પિતા (Father of the Buddhist logic) તરીકે બૌદ્ધદર્શનમાં બૌદ્ધાચાર્ય દિનાગને ગણવામાં આવે છે. સામાન્ય રીતે એતિહાસિકેની સંભાવના પ્રમાણે, દિલ્તાગનો સમય વિક્રમની ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે દિક્નાગનું બૌદ્ધદર્શનમાં એટલું બધું મહત્ત્વનું સ્થાન છે કે દિક્નાગ પછી થયેલા તમામ બૌદ્ધદાર્શનિકે સાક્ષાત અથવા પરંપરાએ દિ નાગને જ અનુસર્યા છે. આખી બૌદ્ધન્યાયની ઉભારણી દિનાગે નિરૂપેલા અને નક્કી કરેલા સિદ્ધાંતના પાયા ઉપર જ કરવામાં આવેલી છે. આથી જ દિલ્તાગ પછી થયેલા લગભગ તમામ બૌદ્ધતર દાર્શનિકોએ પોત-પોતાના ગ્રંથમાં દિનાગની જોરદાર સમાલોચના કરી છે, અને પિતાના મંતવ્યનું સમર્થન કરવા માટે અથવા તે દિદ્ભાગના મંતવ્યોનું ખંડન કરવા માટે તેમણે અનેક સ્થળોએ દિનાગના ગ્રંથમાંથી વાક્યો અથવા સ્લેટે લઈને પિત-પોતાના ગ્રંથમાં ઉદ્ધત કર્યો છે. આ ક્રમ લગભગ ત્રણસો વર્ષ સુધી તે જોરદાર ચાલ્યો. ત્યાર પછી બૌદ્ધ પરંપરામાં ધમકીતિ નામે મહાન વાદી ઉત્પન્ન થયું. તેણે દિન નાગના ગ્રંથ પ્રમાણસમુચ્ચય ઉપર પ્રમાણુવાતિક નામની મોટી ટીકા રચીને દિનાગના સિદ્ધાંતોને ઘણે વેગ આપો. ત્યાર પછીથી બૌદ્ધતર દાર્શનિકે પણ ધમકીર્તિનું ખંડન કરવા પાછળ પ્રવૃત્ત થવા લાગ્યા. તે પહેલાં બૌદ્ધન્યાય સંબંધી લગભગ બધું ખંડન-મંડન દિનાગના વાક્યાને લઈને જ કરવામાં આવતું હતું. એક સમય તે એવો હતો કે દાર્શનિક ક્ષેત્રમાં દિનાગ એક બલવત્તર પ્રતિસ્પર્ધી તરીકે ગણાતો હતો. આથી જ ન્યાયેદનના વાસ્યાયનપ્રીત ન્યાયભાષ્ય ઉપરની ન્યાયપાતિક નામથી પ્રસિદ્ધ ટીકાના રચયિતા ઉદ્યોતકરે લગભગ તમામ શક્તિ દિનાગના ખંડન પાછળ લગાવી છે. એમ કહેવાય છે કે, તેણે ન્યાયપાતિકની રચના દિનાગનું ખંડન કરવા માટે જ મુખ્યતયા કરી હતી. આ ન્યાયપાતિકનું ધર્મકીતિએ જોરદાર ખંડન કર્યું હતું તેથી ધર્મકીતિએ ઉભાવેલા દોષોને નિરાસ કરીને ન્યાયયાતિનો ઉદ્ધાર કરવા માટે સર્વતન્ત્ર-સ્વતંત્ર વાચસ્પતિમિત્ર તેના ઉપર ન્યાયવાતિકતાત્પર્યટીકા નામની વૃત્તિ રચી હતી જે સુપ્રસિદ્ધ છે. જિનશાસનપ્રભાવક આચાર્ય ભગવાન શ્રીમવાદી ક્ષમાશ્રમણે રચેલા નયચકના (એક ષષ્ઠશિ) રે ભાગમાં પણ દિન્નાગનું જ ખંડન ભરેલું છે. આથી દિનાગનું અને તેના ગ્રંથનું બૌદ્ધદર્શન સાહિત્યનો ઈતિહાસમાં ઘણું મહત્વનું સ્થાને છે. દિક્તાગ પ્રસિદ્ધ બૌદ્ધાયાયે વસુબંધુનો શિષ્ય હતા. ખરી રીતે “દિના તેનું નામ નથી પણ વિશેષણ છે. પરવાદીઓને પરાજય કરવામાં દિગ્ગજ જે સમર્થ હોવાથી તેને “દિનાગ’ એવું વિશેષણ આપવામાં આવ્યું હતું અને પાછળથી તે નામથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30