Book Title: Jain_Satyaprakash 1949 05 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મની વિચિત્ર આલખાણુ [૧૫૭ ભાગ ભજવ્યો છે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ. આમ છતાં જેનધર્મ અને કઈ કોઈ વાર એ ડી-અવળી વાતે કરવામાં આવે છે તે તે હાસ્થાસ્પદ થયા વગર નથી રહેતી. જૈનધર્મની વિચિત્ર પ્રકારની ઓળખાણ કરાવતા આવા જ-હાસ્યાસ્પદ લાગે એવાએક પ્રયત્ન તરફ જૈન સંઘનું ધ્યાન દોરવા માટે આ નેધ અમે લખીએ છીએ. સુરત શહેરમાંથી હિંદુ મિલન મંદિર” નામક એક માસિકપત્ર ચાર માસથી પ્રગટ થાય છે. એ માસિક પર એને પરિચય આ પ્રમાણે આપવામાં આવે છે-“યુમાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજ પ્રવર્તિત ભારત સેવાશ્રમ બંધનું ગુજરાતી માસિક મુખપત્ર.” આ પત્રના તંત્રી છે–સ્વામી શ્રી વેદાન છે અને એનું પ્રકાશનસ્થાન છે હિંદુ મિલન મંદિર કાર્યાલય, એનીબેસન રેડ, સુરત. આ માસિકના વર્ષ ૧, અંક ૪-એપ્રિલ ૧૯૪૯ ના અંકમાં ૧૦૭-૧૦૮માં પાને અિતિહાસિક પ્રસંગ' એ મુખ્ય મથાળા નીચે આસામની ઓળખ' નામક ચાલુ લેખમાં ધર્મ–મને ઇતિહાસ' આપતાં જેનધર્મને ઈતિહાસ (3) નીચે પ્રમાણે વિચિત્ર-વિલક્ષણ રીતે આપવામાં આવ્યો છે. મધ્યેન્દ્રનાથથી કમરૂપની રાણીને બે પુત્ર જન્મ્યા હતા–પરેશનાથ અને નિમનાથ. પરેશનાથ જૈનધર્મના મુખ્ય પ્રવર્તક તરીકે વિખ્યાત છે. પરેશનાથ અને નિમનાથ નાથ સંપ્રદાયના સાધક હતા. પછી કઈ કઈ બાબતમાં મતભેદ ઊભા થવાથી તે બન્નેએ જિનસંપ્રદાય સ્થાપ્યો. વખત ગયો તેમ જિનસંપ્રદાયમાં પણ કારણવશાત મતો થયો. પરેશનાથના શિષ્યોએ તામ્બરી જૈન અને નિમનાથના શિષ્યોએ દિગમ્બર જૈન એવી બે શાખાઓની સ્થાપના કરી.” • જૈનધર્મની ઓળખ આપતા આ વિધાનને ખુલાસે આપવા માટે તેની સાથે નીચે પ્રમાણે નધિ આપવામાં આવી છે પ્રખ્યાત સંન્યાસી યોગી સુંધરનાથના વિશિષ્ટ શિષ્ય શ્રીયુત ફણીમૂષણ મજુમદાર મહારાય પાસેથી નાથસંપ્રદાય અને જૈન સંપ્રદાયના મૂળ સંબંધ બાબતને આ ઇતિહાસ લીધેલ છે. આસામના ઇતિહાસ સંબંધી તેમની વિદ્વત્તાને અરવીકાર સ્વર્ગવાસી પંડિત નલિનીકાંત ભશાળી મહાશય પણ કરી શકેલા નહિ, જૈનધર્મને પરિચય આપતા આ વિધાનમાં અનેક વિચિત્રતા-વિલક્ષણતાઓ ભરી પડી છે, પણ સૌથી મોટી વિચિત્રતા તે એ છે કે ધર્મ તેના ઈતિહાસ ના નામે લખવામાં આવેલ આ લેખમાં એના લેખકનું નામ જ આપવામાં આવ્યું નથી. પણ એ લેખકનું નામ આપવામાં આવ્યું કે ન આવ્યું એ આ નધિને લાગેવળગે છે ત્યાં લગી બહુ મહત્વની વાત નથી. લેખકે ભલે નામ ન આપ્યું, પણ માસિકનું અને તેના તંત્રીનું નામ તો છે જ, એટલે આપણે લેખકને જે કંઈ કહેવા માગીએ તે આ માસિકના તંત્રીની મારફત કહી શકીએ એમ છીએ. જૈનધર્મ માટે આવું વિલક્ષણ વિધાન કરવા બદલ શું લખવું ? આવું આકાશ. કુસુમ જેવું વિધાન વાંચીને તે ઊલટું એને પ્રતિકાર કરવાની વૃત્તિ પણ દબાઈ જાય છે; પ્રતિકાર કરવા જેટલું પણ એને મહત્વ આપવું વાજબી નથી લાગતું. કથા પરેશનાથ (પાર્શ્વનાથ7) wાં નિમનાથ નેમિનાય ? એ બે સમકાલીન લેવાની પણ કેવી વિલક્ષણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36