________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તરકિરણાવલી પ્રજયા-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી
सिरिखेसरपास वंदिय गुरुने मिसूरिपयाम्म ॥
सिरिपण्हुत्तकिरणा-बलिं रएमि प्पवाहदयं ॥१॥ ૧. પ્રશ્ન–શ્રી ભરત મહારાજા સયા પુશ્યથી ચક્રવતીપણું પામ્યા? ઉત્તર–શ્રી ઋષભદેવ ભગવતના મોટા પુત્ર ભારત ચક્રવતી' પૂર્વભવમાં નિર્મલ મધારી સાધુ હતા. તે વખતે તેમણે મુનિવરેને આહાર પ્રદાનાદિ દ્વારા ભક્તિ કરી સંતુષ્ટ કર્યા હતા. પરમ ઉલાસથી કેવલ આત્મકલ્યાણની જ દષ્ટથી કરેલી મુનિભક્તિના પ્રતાપે બાંધેલ પુણ્યાનુબંધિ પુણ્ય વગેરે કારણોથી ભરત મહારાજા ચક્રવતીનામકર્મના ઉમે ચક્રવતી થયા, એમ શ્રી ઉપદેશપ્રાસાદાદિમાં જણાવ્યું છે ?
૨. પ્રશ્ન–શ્રી બાહુબલીએ અપૂર્વ બાહુબળ થી મેળવ્યું?
ઉત્તર–મુનિવરોની વૈયાવચ્ચ કરી બધેકા પુણ્યાનુબંધિ પુણ્ય આદિ કારોથી ધી બાહુબલી અપૂર્વ બાહુબળવાળા થયા હતા, એમ શ્રી ઉપદેશચિંતામણિ વગેરે ગ્રંથમાં કહ્યું છે. ૨
૩ પ્રશ્ન–શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનને દીક્ષા લેવાના કારણભૂત વૈરાગ્ય શાથી થયો ?
ઉત્તર–એક વખત એવી પૂર્ણિમાએ હનુમાન શાશ્વત જિનચેની વંદના માટે મેર પર્વતની ઉપર ગયા હતા, ત્યાં તેમણે સૂર્યને અસ્ત થતા જોયા. તે જોઈ તેમને વિચાર થયો કે- અહે! આ જગતમાં સર્વને ઉદય અને અસ્ત થયા કરે છે, આ બાબતમાં આ સૂર્યનું સાક્ષાત દષ્ટાંત છે. માટે જેમાં શરીર, ધન વગેરે પદાર્થો ક્ષણભંગુર છે, એવા આ સંસારને ધિક્કાર છે'! આવો વિચાર કરી હનુમાને પિતાના નગરમાં જઈ પુત્રને રાજ્ય આપીને ધર્મરત્ન આચાર્યની પાસે સાડા સાતસો રાજાઓની સાથે દીક્ષા લીધી. અને તેમની પત્નીઓ પણ દીક્ષા લઈ શ્રી લક્ષ્મીવતી સાધ્વીજીની શિષ્યાઓ થઈ અનુક્રમે હનુમાનમુનિ, ધ્યાનરૂપ અનિષ્પી સર્વ કર્મ રૂપી લાકડાને બાળી ની શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને
સિદ્ધ થયા. ૩
૪. પ્રશ્ન–શ્રી રામચંદ્ર, સીતા, સુગ્રીવ, લમણ, વિશભા, રાવણ, વિભીષણ, તથા ભામંડલ પાછલા ભમાં કઈ કઈ ગતિમાં કેવા કેવા સ્વરૂપે હતાં ?
ઉત્તર—રાવણના નાના ભાઈ વિભિષણે શ્રી જયભૂષણ નામના કેવલી મહારાજને ત્રણ પ્રશ્નો પૂછયા, તે આ પ્રમાણે ૧-પૂર્વ જન્મના કયા ટર્મથી રાવણે સીતાનું હરણ કર્યું ? ૨-કયા કમથી લમણે તેને યુમ માર્યો?-૩ સુગ્રીવ, ભામંડલ, લવણ, અંકુ અને હું કથા કર્મથી આ રામની ઉપર અત્યંત રક્ત થયા છીએ? આ ત્રણ પ્રશ્નના જવાબમાં કેવલી ભગવંત શ્રી રામચંદ્ર વગેરે અઠે જણુની પૂર્વ ભવની બીના જણાવી તે આ પ્રમાણે
દક્ષિણાર્ધારતમાં ક્ષેમપુર નગરમાં નયદત્ત નામે એક વણિક રહેતા હતા. તેને સુનંદા નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્ર થયા. તે બંનેને માનવ૫ નામના એક બ્રાહ્મણની સાથે મિત્રાચારી થઈ. તે નગરમાં સાગરદન નામે એક વાણિયો રહેતે હતિ.
For Private And Personal Use Only