Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણકદેવી ફિલ્મમાં ગુજરાતના માનનીય અધિકારીની બદનામી " [ લેખક–પંડિત લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા] ગૂજરાતના સાક્ષર, લેખક, નવલકથાકાર અને રસિક કલાકારે હવે પિતાની પ્રતિભાશક્તિને, કલ્પનાશક્તિને અને સર્જનશક્તિને ચંચલચિત્રપટમાં ચમકાવી રહ્યા છે; પરંતુ તેઓ ગૂજરાતના ગૌરવશાલી પ્રામાણિક વાસ્તવિક ઇતિહાસને પ્રકાશમાં મૂકાવી શકતા નથી–એ ખેદજનક હકીકત છે. એથી પણ અધિક શરમાવનારી ઘટના તો એ છે કે–સકાઓ પૂર્વે થઈ ગયેલા ગુજરાતના ગૌરવરૂપ મહાપુરુષોને, પિતાના દેશના પ્રસિદ્ધ પરમમાન્ય પૂર્વજોને, ગુજરાતના પરમપ્રતાપી રાજાધિરાજ મહારાજાઓને, અને તેમના મહામંત્રી, દંડનાયક જેવા સમર્થ ઉચ્ચ અધિકારીઓને, તથા સુયશસ્વી ધર્મનિષ્ઠ પુરુષોને સાચા સ્વરૂપમાં દર્શાવવાને બદલે સ્વચ્છંદી કલ્પના પ્રમાણે વિપરીત અને વિકૃત સ્વરૂપમાં ચીતરી રહ્યા છે ! સામાન્ય જન–સમાજ પણ ધૃણ અને તિરસ્કાર વરસાવે એવા રૂપમાં રચના કરી રહ્યા છે–એ જાણું ઈતિહાસના મર્મા અભ્યાસી સજનોને દુઃખ-આઘાત થાય એ સ્વાભાવિક છે. સાચા ઇતિહાસના અજ્ઞાનથી, ધર્મભેદથી, વર્ણભેદથી કે એવી જ બીજા કઈ આંતરિક કારણથી જાણતાં કે અજાણતાં પણ રાજ-દ્રોહ, પ્રજ-દ્રૌહ, દેશ-દ્રોહ કે ઈતિહાસ-દ્રોહ કરવો એ સજન વિદ્વાનોને કઈ રીતે શોભતું નથી. પિતાને હાથે જ પિતાના સગત પૂર્વજોની સત્કીતિને વિલુપ્ત કરવી, પિતાના દેશની વિભૂતિઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી, કિંવા કઈ પ્રકારે તેમની અપકીતિબદનામી કરવી-એ કોઈ રાજ્જનને છાજતું નથી. એવું અવળું પ્રચારકાર્ય અત્યંત ભયંકર હોઈ અતિનિંદ્ય ગણી શકાય. તેમ છતાં હાલમાં સનરાઇઝ સીનેમા કુ. ના ગૂજ- , રાતી ભાષામાં ચાલુ થએલાં “ રાણકદેવીનામના ચિત્રમાં સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરનારને એવું વાંધાભર્યું ઘણું જોવા મળે છે. ગુજરાતના ગૌરવને હલકું પાડી શરમાવે તેવું તેમાં ઘણું છે. તેની રચનામાં મુખ્યતયા ભાટ-ચારણનો દંતકથા અને મનસ્વી કલ્પનાઓ આધારભૂત થઈ હશે અને અધિક વજનદાર મનાઈ હશે તેવું જણાય છે. ગૂજરેશ્વર સિદ્ધારાજના સમકાલીન અને સન્માનિત ઈતિહાસકાર આચાર્ય શ્રીમચંદ્ર ચૌલુક્યવંશ અપૂરનામ સં, દ્વયાશ્રય મહાકાવ્યમાં સિદ્ધરાજ જયસિંહનું જે ઉત્તમ ચરિત્ર વર્ણન કર્યું છે, અને પાછળના પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથમાં તે સંબંધમાં જે હકીક્ત મળે છે, તેની સાથે મેળ ન બેસે તેવું વિચિત્ર ચિત્રણ ઉપર્યુકત ચિત્રપટમાં જોવા મળે છે. ખેંગાર હણાતાં તેની વિધવા રાણીને, રાણકદેવી જેવી સતી સ્ત્રીને સિદ્ધરાજ જયસિંહ જેવો એમનાથનો પરમભક્ત અને પ્રતાપી ગૂજરેશ્વર સતાવે, એ વિધવાને-બે બાલકાની માતાને પરણવા ચાહે, અથવા એના જેવો સાચો ક્ષત્રિય સ્ત્રી-કર્થના કે બાલ-હત્યા જેવાં બાલિશ કર્મો કરે એવી દંતકથાને માનવા બુદ્ધિ ના પાડે છે. એવી હકીકત માની શકાય તેવી નથી. ફાર્બસ–રાસમાળા જેવા ગ્રંથમાં એવી દંતકથાને ભાટ, તૂરી (ઢેડ-ગોર) ની કથા તરીકે જ જણાવી છે. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહને સોરઠના રા ખેંગાર સાથે રણુસંગ્રામ થવામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36