Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક જ ] યુક્તિપ્રબોધ નાટક
[ ૧૧૫ માંથી અનેક વિષયોના મતભેદો થયા. એક અસત્યમાંથી અનેક અસત્ય જન્મે છે; એક દેશમાંથી સેંકડો દે ઊભા થાય છે, તેમ મૂળભૂત આ બે બાબતેમાંથી આજ લગભગ સે–પિણે સે જેટલા મતભેદો હયાતીમાં આવ્યા છે.
સત્તરમી શતાબ્દિ સુધીમાં ઉભય વચ્ચે જે જે વિષયોનો વિરોધ હતો તેનું સચોટ અને સયુક્તિક દર્શન “યુક્તિપ્રબોધ' નાટકમાં કરાવ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં યુક્તિપૂર્વક પ્રબોધ-સાચી સમજ આપવાનો પ્રયાસ કરેલ છે, માટે તેનું નામ “યુક્તિપ્રબોધ' યથાર્થ છે. “યુક્તિપ્રબોધને ગ્રન્થકારે નાટક તરીકે આલેખેલ છે, પણ સાહિત્ય-પ્રસિદ્ધ નાટકગ્રન્થોના રસિકે, કેવળ રસના આવાદ માટે, આ પ્રન્થને વાંચે કે ભણે તે તેમને એક વખત નિરાશ થવું પડે. છતાં એવું નથી કે આ નાટક નથી; છે તો નાટક જ છે. સંસારમાં અનેક પ્રકારનાં નાટકો ભજવાય છે, તેમાં નવીન દિગમ્બરોએ જે વિચિત્ર નાટક ભજવ્યું તેને સુન્દર ચિતાર આ ગ્રંથમાં આપેલ છે.
મૂળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં છે. તેમાં નાટકના કેટલાક નિયમો સાચવીને ૨૫ ગાથામાં તેની સુન્દર યોજના કરી છે.
૧-૨ ગાથામાં શ્રી મહાવીર પરમાત્માને પ્રણામ કરવારૂપ મંગલ, વસ્તુનર્દેશ અને વાણારસીદાસ કે જે આ નાટકમાં મુખ્ય પાત્ર છે તેના નગર, ગછ ને કુળ બતાવ્યાં છે. આ બે ગાથાને નદી તરીકે જણાવેલ છે. નાન્દી એ નાટકના પ્રારંભમાં મંગલપે કરવામાં આવતું નાટકનું મુખ્ય અંગ છે. ત્રીજી ગાથામાં સૂત્રધાર પ્રવેશ કરે છે. સૂત્રધાર વાણારસીદાસનું ધાર્મિક પૂર્વજીવન જણાવે છે. ચોથી ગાથામાં તે સાંભળીને નેપથ્ય '(પદા) માંથી તિરસ્કાર સૂચક : એવો અવાજ આવે છે. તેના ચાલુ જીવન પ્રત્યે ધૃણું દર્શાવીને ધર્મનુદાન પ્રત્યે તેને શંકા થઈ છે તે બતાવ્યું છે. પાંચમી ગાથામાં પૂર્વ શંકાનું બીજ વર્ણવ્યું છે. છઠ્ઠી માથામાં રંગાચાર્ય પ્રવેશે છે. અહીંથી નાટકની મજા જામે છે. પિતાને થયેલ શંકા તે ગુરુમહારાજને પુછે છે. સાતમી ગાથામાં પ્રશ્નને અનુરૂપ જ ભવિતવ્યતાને યોગે ગુરુમહારાજ ઉત્તર આપે છે. તે ઉત્તરથી વ્યવહારની તદ્દન નિષ્ફળતા તે નિશ્ચિત કરે છે. આઠમી ગાથામાં રસની ઉત્સુક્તાથી પાત્રોથી પરિવરેલો પ્રતિહારી પ્રવેશે છે. તેને બીજા પાંચ પુરુષો મળ્યા છે. તે સવનું ટોળું જામ્યું છે, ને સર્વે સંગ દેથી કાંક્ષાવાળા થયા છે. એ રીતે આઠ ગાથામાં પૂર્વરંગ પૂર્ણ કરેલ છે.
નવમી ગાથાથી ઉત્તર રંગને આરંભ થાય છે. પ્રતિહારી પ્રવેશ કરે છે. કેવળ અધ્યાત્મમાર્ગને આશ્રય કરવાથી તેને દિગમ્બર મુનિઓના પિચ્છ અને કમંડલૂ માટે પણ શંકા થઈ. ૧ભી ગાથામાં વિપ્રતિપત્તિ નામની પ્રતિહારકા (દાસી) સાથે શંકા નામની નટી પ્રવેશે છે ને નાચે છે. વ્યવહારનું સ્થાપન કરતા દિગમ્બર મતનાં પુરાણેને પણ તે કાંઈક અંશે પ્રમાણુ અને કઈક અંશે અપ્રમાણ માને છે.
૧૧મી ગાથામાં નટ પ્રવેશે છે. પિતાના મતની અભિવૃદ્ધિ માટે તેણે સમયસાર નાટકને ભાષામાં વિવિધ કવિત્વરૂપે ઉતાર્યું ને ફેલાવ્યું. ૧૨મી ગાથામાં નાટકને અને - અભિનય (ચેષ્ટા) નો પ્રકાશ થાય છે. વાણુરસીવિલાસ' નામે એક પુસ્તક તેણે વિવિધ પ્રકારની ગાથાઓ અને દેધક વગેરે છન્દોની રચનાવાળું રચ્યું, અને અગ્ર જીવને સમજાવવા ભાષામાં સ્તવન વગેરે બનાવ્યાં. ૧૩માં ગાથામાં નાટક નવે રૂપે ભજવાય
For Private And Personal Use Only