Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ છે. સમ્યકત્વ મળ્યા પછી ગમે તેવું આચરણ કે મનગમતા ખાનપાન કરવાથી પણ બન્ય થતો નથી. વ્રતમાર્ગને નહીં અનુસરતા આત્માને દાન, તપ તે બ્રહ્મચર્યાદિના સેવનની જરૂર નથી. ૧૪મી ગાથામાં નટને વિશ્રામ આપવા પાત્રોનો સમાજ પ્રવેશે છે. જ્ઞાની હંમેશા વિમુક્ત હોય છે. અધ્યાત્મ માર્ગમાં લીન આત્માને ખૂબ નિજા થાય છે, એમ સમજી તેના પન્થમાં કુંઅરપાળ વગેરે જોડાય છે. ૧૫મી ગાથામાં ભરત (નટ) ઊંચું મુખ કરી જોવે છે. વનવાસી, તદ્દન નગ્ન, અઠ્યાવીશ ગુણ યુક્ત, સંવિન મુનિઓ જ શુદ્ધ ગુરુ છે; હાલમાં તેમને સંયોગ નથી. ૧૬મી ગાથામાં ગુરુ પ્રવેશ કરે છે. પડદામાં આ એ તિરસ્કાર સૂચક અવાજ થાય છે. દિગમ્બર સાધુ મો પણ પૂજ્ય નથી, ને તેથી જ દિગમ્બરોના ભટ્ટારકે પણ પૂજ્ય નથી. જેઓ તિલતુષમાત્ર પરિગ્રહ રાખતા હોય તે ગુરુઓ મનાય જ નહીં. ૧માં ગાથામાં નટ સામાજિક સભ્યોને મજાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ સ્થળે ઓછું તે કઈ સ્થળે અધિક પિતાના મતના અનુરાગે અને આગ્રહે તે દિગમ્બરોથી પણ વિરુદ્ધ કાને સમજાવે છે. ? ૮મો ગાથામાં વિક્રમ સંવત ૧૬૮૦ વર્ષે વાણુરસીદાસનો મત ઉત્પન્ન થયે. ૧૯મી ગાથામાં તેના મરણ બાદ કુંઅરપાલે તેને મત ચલાવ્યો ને તે પણ તેના અનુયાયિઓને ગુરુ જેવો બહુમાન્ય બન્યા. ૨મી ગાથામાં પ્રાચીન દિગમ્બર સાથે વળી વાણારસીદાસ પ્રવેશે છે. જિનબિઓને ભૂષણ માળા પહેરાવવા વગેરે અંગરચના (આંગી) દિગમ્બરશાસ્ત્રોથી વિરુદ્ધ છે. પદે પડે છે. ૨૧મી ગાથામાં દિગમ્બર પ્રવેશે છે. સ્ત્રીમુકિત, કેવલોકલાહાર, ગૃહસ્થલિંગે અને અન્યલિંગે સિદ્ધિ નથી. ૨૨મી ગાથામાં નાટકને અને નાન્દીનો નિર્દોષ-અવાજ થાય છે. આચારાંગ વગેરે આગમ પ્રમાણભૂત નથી. વેતામ્બર મતની શ્રદ્ધા અને દિગ, અર મતની શ્રદ્ધામાં ઘણું જ અન્તર છે. ૨૩મી ગાથામાં નાટકને અંતે દાનને આનન્દ થાય છે. ગીતાર્થ પુરુષોએ આગમ અને યુક્તિપૂર્વક ઘણું સમજાવ્યા છતાં તે પિતાના મતને વળગી રહે છે. ૨૪મી ગાથામાં નટસમાજ પ્રવેશ કરે છે. ઘણુંખરું કાળદોષે દાનથી વિમુખ બનેલા મૂઢ માસુસો દેવગુરુમાં ભાત વગરના પ્રમાદીઓ જ આ નવીન દિગમ્બર માસમાં રુચિ ધરાવે છે. ૨૫મી ગાથામાં છેવટે નાટકનો ઉપસંહાર કરતાં - એ પ્રમાણે વણારસીદાસની મતિને વિકલ્પોને સારી રીતે સમજીને સજજનો જિનેશ્વરની આશાના રસીયા ને સુખ સિદ્ધિમાં વસનારા બનો એમ જણાવી ગ્રન્થ સમાપ્ત કરેલ છે. [૨] વણારસીદાસ–બનારસીદાસને ટ્રેક પરિચય વાણારસીદાસ કે જે બનારસીદાસ તરીકે પ્રસિદ્ધ છે, તેમની કવિત્વશકિત માટે આજ પણ વિદ્વાને સારો અભિપ્રાય ધરાવે છે. ત્રણસો વર્ષ ઉપર થયેલા હિન્દી ભાષાના કવિઓમાં તેમનું ઊંચું સ્થાન હતું. પણ કઈ બાબતની સારી શક્તિ હોય તેથી તેનું જીવન અને શ્રદ્ધા સારી હોય એવો નયમ નથી. બનારસીદાસની મોહક શકિતએ જ એમના વિચાર૫તનમાં વિશેષ ભાગ ભજવ્યો એમ કહી શકાય. મૂળ તો તે આગ્રાના રહેવાસી શ્રીમાળી જ્ઞાતિના ખરતરગચ્છના આગેવાન શ્રાવક હતા. તેમના પિતાનું નામ ખગસેન હતું. તેને ત્યાં સં. ૧૬૪૩માં તેમને જન્મ જૈનપુરમાં થયો હતો. કાશી (બનારસ)માં વિરાજમાન પાર્શ્વનાથ પ્રત્યે તેમના પિતાને પૂર્ણ ભક્ત હતી. વારંવાર તેઓ ત્યાં યાત્રાએ જતા. આમનું મૂળ નામ તે વિક્રમાજિત રાખ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36