Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વષ ૧૨ બાજુએ રાખી આપણે માનવ હોવાથી એ તરીકે વિચાર કરીએ અને એ જ ઘારણે અછવમાં બીજા ભેદનો સૂક્ષ્મ વિચાર છેડી દઈ કેવળ કર્મસમૂહના પ્રપંચો અવલોકીએ તો સીધા આત્મા અને કર્મો વચ્ચે ચાલી રહેલા સતત સંગ્રામ નજીક વિના રોકટોકે આવી જઈએ. એનું અવલોકન અને અભ્યાસ ખંતપૂર્વક ને બારિકાઈથી કરવામાં આવે તો જૈન દર્શનનું હાર્દ સમજાઈ જાય. જેનદર્શનમાં આ બે પદાર્થ સંબંધમાં અતિ લંબાણથી વિચારણા કરવામાં આવી છે. એ ઉપર ભિન્ન ભિન્ન દષ્ટિથી પ્રતિભાસંપન્ન વિદ્વાન મુનિપુંગાએ સંખ્યાબંધ ગ્રંથો રચ્યા છે. ઇતર દર્શનોથી આ બે પદાર્થોની સૂક્ષ્મતાથી છણાવટ કરવામાં જૈનદર્શન ઘણું આગળ જાય છે, એટલું જ નહીં, પણ કેટલીક બાબતમાં ખાસ વિશિષ્ટતા ધરાવે છે. તીર્થકર ભગવંતનું કથન છે કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છે' એમાં ઓછું રહસ્ય નથી સમાયું. જેણે આત્મા ઓળખે તેણે જગત ઓળખું એ એને ફલિતાર્થ છે. આત્મા પિતાની વર્તમાન દશા ક્યાં કારણોને આભારી છે એના અવગાહનમાં રસ લેવા માંડે તો કર્મ–પડલો જે ભાગ ભજવી રહ્યાં છે, તેને સહજ ખ્યાલ આવે, એમાંથી છુટકારો મેળવી પિતાનું શુદ્ધ રવ૫ પ્રાપ્ત કરવાની તમન્ના જાગે. આત્માની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે • यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संस" परिनिर्वाता सहात्मा नान्यलक्षणः ॥ આ ઉપરથી પણ આત્માને રૂલાવનાર કર્મના ભેદોને જાણવાની અગત્ય ખાસ ઊભી થાય છે. આ કર્મ વિષયમાં છ કર્મગ્રંથ આદિ ઘણું ઘણું ગ્રંથ લખાયેલાં છે. અહીં તે માત્ર ટૂંકમાં વિચાર કરીશું. કર્મના મુખ્ય પ્રકાર આઠ છે. એને અનુક્રમ આ પ્રમાણેઃ (૧) જ્ઞાનાવરણુય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ આઠમાં પણ પહેલું, બીજું, ચોથું ને આઠમું અતિ જલદ છે એટલે એ ઘાતકર્મો તરીકે ઓળખાય છે. આત્મગુણને ઘાત કરનારાં એ કર્મો છે. એ સિવાયનાં વેદનીય, આયુ, નામ અને ગાત્ર એ ચાર કર્મો અઘાતી કહેવાય છે. ઘાતી કર્મને સંપૂર્ણ ક્ષય થતા આત્મા કેવળજ્ઞાનની દશા પ્રાપ્ત કરે છે, એટલે વિશ્વના સવા બનાવો એને હસ્તામલકત સ્પષ્ટ થાય છે. એ વેળા ચાર અઘાતી કર્મ ભલે ને બાકી રહ્યાં હોય, પણ એનું કંઈ જોર ચાલતું નથી. એ ચાર નષ્ટ થતાં આત્મા સ્વયંસેવ પરમાત્મસ્વરૂપે ઊર્ધ્વ ગતિએ ચૌદ રાજલોકના અંત ભાગે કાયમને માટે સ્થિત થાય છે; એ સિદ્ધ, બુદ્ધ અને નિરાકાર બને છે; આ પ્રકારે સિદ્ધ દશા પ્રાપ્ત કરનાર આત્મામાં નિમ્ન પ્રકારની પૂર્ણ શક્તિઓ હોય છે – (૧) સર્વ લોકાલોકનું સ્વરૂપ જાણવા રૂપ, (૨) સર્વ લોકાલેકનું સ્વરૂપ દેખવારૂપ, (૩) સર્વ પ્રકારની પીડા રહિત નિરુપાધક દશા, (૪) સ્વસ્વભાવમાં સદા રમણતા, ૫) અનંત સ્થિતિ યાને અક્ષયતા, (૬) અરૂપીપણું (૭) ઊંચ-નીચપણના વ્યવહારને અભાવ અને (૮) અનંત વીર્ય યાને સંપૂર્ણ તાકાતનો સદભાવ. ઉપરની આઠે શક્તિઓ અનુક્રમે કર્મોને પૂર્ણપણે નષ્ટ કરવાથી પ્રાપ્ત થાય છે અને આવ્યા પછી એ પાછા જવાનો સંભવ રહેતો નથી. એટલે કર્મોની વ્યાખ્યા કરતાં કહી શકાય કે આત્માના અનંત જ્ઞાનગુણુને રોકનાર તે જ્ઞાનાવરણીય; અનંત દર્શનને રોકનાર તે દર્શનાવરણય; નવતત્ત્વકારે પ્રથમને આંખ પરના પાટાની અને બીજાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36