Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ] યુગપ્રધાન
[ ૧૨૫ જતા. પંડિત ચર્ચા ને વિવાદ કરવા જતા. વિધાધારીઓ ચમત્કાર જેવા જતા. આથી પેલા ઋષિઆશ્રમમાં ખળભળાટ મચી ગયો. તેથી એક દિવસ આશ્રમના અધિષ્ઠાતાએ આશ્રમના બધા તપસ્વીઓને એકઠા કરી પ્રવચન કરતાં કહ્યું: તમે બધા જાણે છે કે જૈનધર્મના આચાર્યો આ પ્રદેશમાં વિચરી લેકેને ભરમાવી જૈનધર્મનું શિક્ષણ આપી રહ્યા છે. તેની આપણું ઉપરની શ્રદ્ધા ને ભકિત ઓછી થતી જાય છે. આપણે બેઠા હોઈએ અને આપણે આ ઝુંડે નમી જાય એ કેમ બને? ભાઈઓ ઊઠે ! તમારા જ્ઞાનને, તમારી વિદ્યાઓને, તમારા ચમકારોને આજે બહાર કાઢો. આજે નક્કી કરો, કે કેણ દેણ પોતાની શક્તિ અજમાવવા તૈયાર છે.
બધા પ્રવચન સાંભળીને મૌન રહ્યા. બધા સમજતા હતા કે જેનચાર્યની સામે જવું એ તો કેસરીસિંહની સરા ખેંચવા જેવું છે. એમાં આર્યાવજસ્વામી તો વિદ્યા, જ્ઞાન, મંત્ર આદિથી સર્વાંગસંપૂર્ણ હતા. એમની ઉપદેશ શૈલી અપૂર્વ હતી. એ તો ચાઠાદ સિદ્ધાંતની જીવતી પ્રતિમાસમા હતા. એમનું સર્વ ધર્મોનું જ્ઞાન અદ્વિતીય હતું. એમાંય જ્યારે તેઓ નયવાદના ગહન સિદ્ધાંતોથી દરેક દર્શનોનું સમાધાન કરતા ત્યારે તે ભલભલા પંડિતો એમની સામે ચૂપ થઈ જતા. તેથી એમની સામે કેઈથી પડકાર થઈ શકે તેમ ન હતું. આ બધું જોઈ છેવટે અધિષ્ઠાતા બોલ્યાઃ મને લાગે છે કે આપણે આ ઋષિને એમની સામે મૂકીએ. રાત્રિએ તે ત્યાં જઈ પિતાના ચમત્કારોથી જૈનાચાર્યને મૂંઝવે, તે પછી દિવસે એને પ્રયોગ કરી જોઈએ. કારણ કે જેના સાધુઓ રાત્રે પ્રકાશ નથી રાખતા તેથી તેમના સ્થાનમાં રાત્રે અંધારું હોય છે. માટે આ તક સારી છે. કાંત આ ઉપદ્રવથી કંટાળીને તેઓ ચાલ્યા જશે અથવા તો દિવસે આ પ્રયોગ કરી જનતાને આપણે આપણા તરફ ખેંચી શકીશું.
રાત્ર થઈ એટલે પેલા ત્રષિએ પોતાના મંત્રબળથી જેન રાધુઓના વસતી રથાનમાં ઉંદરડા જ ઉંદરડા કરી દીધા. અંધારી રાત હતી. સંથારા પિરસીની તૈયારી થઈ ને ઉંદરડા દોડવા માંડ્યા. ચું ચું ચું શરૂ થઈ ગયું. કેઈના આસનમાં તો કોઈના ખેાળામાં, કોઈના માથા ઉપર તો કોઈના પગમાં ઉંદરડાઓની દોડાદોડ શરૂ થઈ ગઈ. આર્યવજ. સ્વામી પાસે તો ઉંદરડાની ફેજ જ જાણે હાજર થઈ. શિષ્યએ કહ્યું: ભગવન , ઉંદરડા બહુ દોડે છે. વાસ્વામીએ વિચાર્યું : આટલા દિવસ કશું ન હતું, અને આમ અચાનક આજે રાત્રિના જ આ શો ઉપદ્રવ ? તરત જ તેમણે આંખ ઉઘાડીને બરાબર જોયું અને ધ્યાનથી કંઈક વિચાર્યું કે તરત બે ત્રણ બિલાડીઓ આવી. બસ, બધાયે ઉંદરડા સંતાઈ ગયા. કશું જ ન મળે. શિષ્યો આશ્ચર્ય પામ્યા. આ થયું શું? થોડી વારમાં બધા સૂતા એટલે કાળા નાગના ફંફાડા સંભળાવા લાગ્યા. અરે આ શું? બધા સાધુઓ એકદમ જાગ્યા. આર્યવાસ્વામીની પાસે પણ એક મોટો ફણીધર પહોંચ્યો. સૂરિજીએ કહ્યું: ભાઇ, હવે જતો રહે. ત્યાં તો ત્રણચાર નોળિયા આવ્યા અને ફણીધર નાઠા. વળો થોડી વાર થઈ અને બધે આગના ભડકા દેખાવા લાગ્યા. વજીરવામીએ જાગીને જોયું અને પાણીની અંજલિ ભરીને છાંટયું કે બધું શાંત થઈ ગયું. આખરે પેલા ઋષિ થયા. આખી રાતના ઉજાગરા પછી પણ પરિણામ શૂન્ય જ હતું. સવારના પહોરમાં જેવા તે જવા ઊઠયા કે આચાર્યશ્રીએ તેમને દૂરથી જોયા. તેમણે કહ્યું: કેમ, તમારી વિદ્યા અજમાવી જોઈએ? એમાં કશું ન વળે. પછી પોતે આકાશગામિની વિદ્યા બતાવી અને કહ્યું: તમારી પાસે આમાંનું કંઈ છે ? આમાં આત્મકલ્યાણ નથી. જાવ હવે ફરી ન આવશે.
For Private And Personal Use Only