Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ] ગેળ, ખાંડ અને સાકર
[ ૧૧૧ નામથી ઓળખાવેલ છે, તે નામમાં રહસ્ય સમાયેલું છે. એક રીતે તેમાં પૃથ્વીશ જયસિંહનું સ્મરણ છે, તે રાજા સમગ્ર પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરે તેવી શુભ ભાવના પણ છે. બીજી રીતે શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ પ્રાસાદોમાં એ નામની ગણના છે. એવી પ્રાસાદ–રચના પૃથ્વી પર જય અપાવનાર થાય છે. મહારાજા ભેજદેવે રચેલા અને ગાયકવાડ-પ્રાયગ્રંથમાલામાં પ્રકાશિત થયેલા સમરાંગણ નામના શિલ્પશાસ્ત્રમાં (ભા. ૨, અ. ૫૭, પૃ ૮૮માં) એને પરિચય આપ્યા પછી અંતમાં તે સંબંમાં જણાવ્યું છે કે- જે રાજા એવા પ્રકારના પૃથિવીજય પ્રાસાદને કરે, તે શત્રુઓને છતી સમસ્ત પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરે છે; બીજે પણ કોઈ ભક્તિમાન આ પૃથ્વી જય પ્રાસાદ)ને કરે, તે પણ સુખ પામે છે, અને અંતે પરમપદને પામે છે.”
ગુજરેશ્વરના આવા દીર્ઘદશી ઉચ્ચ અધિકારી દંડનાકને, સોરઠને શણગારનારા શાસકને, નામથી અને અર્થથી ખરેખર સજજનને ચિત્રપટમાં જે તુચ્છ રીતે ચીતર્યો છે તે માટે કથાસંલના કરનારઓએ શરમાવું જોઈએ અને પોતાની ભૂલને સુધારી લેવી જોઈએ. પરમાત્મા સૈને સદ્દબુદ્ધિ આપે, એ જ શુભેચ્છા.
સં. ૨૦૦૩ કા. શ. ૧૫. मुदितः स नतश्चैत्ये नेमिनः स्वामिनस्ततः । बिम्बमम्वुधरच्छायं वीक्ष्य प्रीति परां दधौ ॥६०॥
व्याख्या-स (विजयसेनसूरि-) गुरुर्मुदितः सन् चैत्ये गूर्जरत्राधीश-श्रीसिद्धराज-जयसिंहदेव-महामंत्रीश्वर-सज्जनश्रेष्ठिकारिते पृथिवीजयनाम्नि प्रासादे गतः प्राप्तः।"
સં. ૧૯૮૮માં કવિ હેમવિજય–ગુણવિજયકૃત વિજ્યપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ ૨૦, શ્લે ૫૯-૬૦ ય. વિ. ઝં, પ્ર.
७. "एवंविधं विधत्ते यः मासादं पृथिवीजयम् । पृथ्वी विजयते कृत्स्ना निर्जितारिः स पार्थिवः॥ अन्योऽपि कश्चिद् यः कुर्याद् [पृथ्वीश]-भक्तिमानिमम् । सोऽपि सौख्यमवाप्नोति पश्चादन्ते परं पदम् ॥ ભાજદેવનિર્મિત સમરાંગણ (ગા. પ્રા. સં. પ્ર. અ. ૨૭, પૃ. ૯૮).
ગેળ, ખાંડ અને સાકર
(લે. પ્રો. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ. ) જૈન સાહિત્ય એ મેટે ભાગે ધાર્મિક સાહિત્ય છે–એમાં તત્વજ્ઞાનનું અને આચારના વિચારનું પ્રાધાન્ય છે એ વાત ખરી છે, પણ એમાં પ્રસંગવશાત એવી કેટલીયે બાબતો જેવાય છે કે જે સંતુલન, સંવાદિતા અને વિશિષ્ટતાની દૃષ્ટિએ મહત્ત્વની છે. આવી એક બાબત તે સાકરના પ્રકારોને લગતી છે. એને આપણે વિચાર કરીએ તે પૂર્વે એની સાથે સંબંધ ધરાવનાર “ગાળ' અને 'ખાંડ” વિષે થોડીક હકીકત નોંધીશું.
For Private And Personal Use Only