Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૧૧ તો આંગળીમાંથી રક્ત–લોહી કાઢીને તેથી પ્રણય–સન્દશ જણાવે છે. મદનલેખને એક સુમનરમ પ્રસંગ કવિ કાલિદાસે “અભિજ્ઞાનશાકુન્તલ'માં ત્રીજા અંકમાં નિરૂપ્યો છે. (૩) નેહલેખ-સ્વજન સમ્બન્ધીઓ એક બીજા ઉપર જે કુશલ સમાચાર જણાવે છે, તે સ્નેહલેખ કહેવાય છે. વ્યવહારમાં ઘણા એવા કાગળપત્રો લખાય છે. (૪) રાષલેખ–આ લેખ મોટે ભાગે રાજાઓ લખે છે. એક રાજા બોજા રાજાને પિતાની સત્તા મનાવવા માટે દૂત મોકલે છે, લેખ લખે છે. તેમાં પોતાનાં પ્રાબલ્ય–શક્તિ સત્તામદ ભભૂકતાં હોય છે, અને સામા ઉપર તિરસ્કાર કાંઈક કાંઈક બતાવેલ હોય છે. છેવટ આજ્ઞા ન સ્વીકારે તો યુદ્ધનું આહ્વાન–આમંત્રણ હોય છે. રાજકથામાં રસ લેતા લોકોને આ લેખ સુવિદિત છે. (૫) શેક લેખ–આ લેખ પોતાના પરિચિતોને નિજદુ:ખની હકીકત જણાવવા માટે લખાય છે. પોતે કે પિતાના સ્વજનો માંદા હોય, અને કાંઈ આપત હોય તે સર્વ આ લેખમાં આવે છે. મરણના સમાચાર ( કપડાં ઉતારીને વાંચજો જેવા) કાળી શાહીથી આ લેખ જણાવે છે. ) આનન્દલેખ—આ લેખમાં હર્ષ–આનન્દના ખબર આપવામાં આવે છે. વિવાહ-સીમન્ત- પુત્રજન્મ વગેરે સમાચાર કુમકુમ છાંટણ છાંટી લાલ સ્યાહીથી આ લેખમાં જણાવવામાં આવે છે. (૭) ઘર્મલેખ– ધાર્મિક પ્રસંગે એક બીજાને જણાવવા માટે આ લેખ લખવામાં આવે છે. મુનિઓને પૂર્વ જ્ઞાનનું અધ્યયન કરાવવા માટે શ્રી શ્રવણ સંઘે ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામીજી ઉપર સન્ડેશ મોકલ્યો હતો તે ધર્મલેખ. ‘અમો વાદ કુમુદચંદ્ર સાથે વાદ માટે ત્યાં આવીએ છીએ વગેરે ? સન્દશ શ્રી વાદિ દેવસૂરિજી મહારાજે પાટણના શ્રીસંઘ ઉપર મોકલ્યો હતો તે પણ ધમ લેખ. એ સિવાય મુનિઓને જ્યાં ચતુર્માસ રહેવાનું હાય, શ્રીસંઘને જે મુનિઓને રાખવાના હોય તે સંધ-તે મુનિવરો પોતાના ગુરુમહારાજ ઉપર-ગચ્છનાયક ઉપર પત્ર લખે આજ્ઞા મેળવે; શ્રી પર્યુષણ પર્વની આરાધના, સાંવત્સરિક્ષમાપના, વગેરેના સન્દશા એક બીજા ઉપર મોકલાવે; અન્ય પણ શાસનપ્રભાવવાતાં ના સમાચાર અરસપરસ જણાવે; કેટલાએ ધાર્મિક વ્યવહાર આદિના પ્રશ્નોના ખુલાસા મેળવે વગેરે સર્વ ધર્મલેખો કહેવાય છે. આ સાતે પ્રકારના લેખોનું ટૂંક સ્વરૂપ ઉપાધ્યાયજી શ્રાવિનયવિજયજી મહારાજે આનન્દલેખમાં ટૂંકમાં જણાવ્યું છે. તે આ પ્રમાણે– स सप्तधा लेख उदीरितो ज्ञ , पृथक्पृथक्कार्यफलापदर्शी । ध्यापारलेखः १ कुसुमेषुलेखः २, स्नेहस्य लेखः ३, स्फुटरोषलेखः ४ ॥ शोक ५ प्रमोद ५ प्रभवौ च लेखो, यो धमलेखः ७ स च सप्तधा स्यात् । तत्रादिमो यो व्यवहारिलोकैः संलिख्यते कामिजद्वितीयः॥ भवेत् तृतीयः स्वजमिथो य-स्तुयो विपशक्षितिनायकाभ्याम् । • स पञ्चमो यः स्वजनातिशंसो, षष्ठो विवाहादिषु लिख्यते यः॥ अयं पुनः सप्तम एव लेखो, लेखेषु सर्वेषापि सार्वभौमः । पदे पदे पुण्यफलोवयेन, या परहब शर्मसिद्धिः।। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40