Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ મૃગાપુત્રના વૈરાગ્ય [ ૨૦૯ [૧૧] હે પુત્ર! જેમ રેતીના કાળિયા ખાવા દુષ્કર છે, તથા તરવારની ધાર પર ચાલવું દુષ્કર છે, તેમ ચારિત્ર તપ પાળવા પણ મહાદુષ્કર છે. [૧૨] હે પુત્ર! જેમ મેરુ પર્વત ત્રાજવાથી તાળવા દુષ્કળ છે તેમ નિશ્ચળ નિઃશ’ક એવું શ્રમપણું પાળવુ દુષ્કળ છે. [૧૭] માટે હે પુત્ર ! પંચેન્દ્રિયનાં વિષય સુખને ભાગવ, પછી ભુકતભાગી થઈને સુખેથી સંયમને સ્વીકારશે. હમણાં તે ભાગવિલાસ ભાગવવાનેા સમય છૅ,ત્યાગ કરવાના નથો. ૪ મૃગાપુત્રની મક્કમતા માતાપિતાનું કથન સાંભળી મૃગાપુત્રે તેમને સમજાવતાં કહ્યું: [૧] હે માતાપિતા ! આપે જે સંયમની દુષ્કરતા દેખાડી, તે એમ જ છે. પરંતુ જે વ્યકિત આ લેાકમાં નિસ્પૃહી અને તૃષ્ણા તથા મમતાથી રહિત થાય છે, અને જેસાચે સાચા વૈરાગી છે, તેને ચારિત્ર પાળતું લેશ પણ દુષ્કર નથી. હું પણ નિસ્પૃહી છું, સાચે સાચે વૈરાગ્યવાન છું, સંસારના કાઈ પણ પદાર્થ પ્રત્યે હવે મને પ્રેમ નથી. વળી આ ચારિત્રનાં કષ્ટો કરતાં ભયંકર કષ્ટો આ જીવે નરકાદિકમાં અનતી વાર ભાગવ્યાં છે. [૨] હે માતાપિતા ! આ મનુષ્યલેાકમાંની ઉષ્ણુ વેદના કરતાં અનંતગુણી ઉષ્ણ વેદના અશાતા રૂપ નરકમાં આ જીવે ભોગવી છે. નરકનીભીમાં પગ ઊંચા અને માથું નીચે એ રીતે ઊધે મસ્તકે રહી, અગ્નિથી ધખધખતી લેાઢાની કઢાઈમાં આ જીવ અનતી વાર પકાયા છે. વળી દાવાનળ સળગવાથી જેમ મારવાડની ધૂળ ધખધખે, તેના કરતાં અનતગુણી ધખધૃખતી નરકની કલબ વાળુકા નદીની રેતીમાં આ જીવ અનંતી વાર દાઝયો છે. [૩] હે માતાપિતા ! પરમાધામીથી વૃક્ષની ડાળીએ પગ ઊંચા અને માથું નીચું એ રીતે ઊંધે મસ્તકે સખ્ત બંધાયેલા, અને નીચે રહેલ કુંભમાં લટકતા એવે આ જીવ કરવતથી લાકડું વહેરાય તેમ પૂર્વે અનતી વાર વહેશણા છે. ઘણા તીક્ષ્ણ એવા કાંટાથી ભરેલા શીમળાના વૃક્ષે પરમાધામીએ બાંધીને આ જીવને ધસ્યા છે. [૪] હે માતાપિતા ! નરકમાં પાપકર્મના ઉદયથી આ જીવ અળશીનાં પુષ્પા જેવી શ્યામવર્ણી તરવાર, ભાલા, ત્રિશૂળ અને અન્ય અનેક હથિયારા વડે છૂંદાયા, ભેદાચા અને ચૂરેચૂરા થયા. વળી નરકમાં ડાંસના જેવી તીક્ષ્ણ અને લેાઢાના જેવી મજબૂત ચાંચવાળા ઢંક અને ગીધ પક્ષીઓએ બળાકારે આ જીવનાં આંખા અને નાક અનતી વાર ખેંચી કાઢવાં. આવી ઉગ્ર વેદ્યનાથી અત્યંત વિલાપ કરતાંય છૂટકારા થયા નહી. નરકમાં જ્યારે તૃષા લાગતી ત્યારે વૈતરણી નદીમાં જઈ પાણી પીતાં ક્ષુરધારાથી (અસ્રાની ધારથી) આ જીવનું ગળું છેદાઇ ગયું. જ્યારે હું નરકમાં તાપથી અત્યંત તપ્યા, ત્યારે છાયા માટે અસિપત્ર વૃક્ષના વનમાં ગયા, ત્યાં પણ તલવારની ધારા જેવાં પાંદડાંથી હું છેદાયા. [૫] હે માતાપિતા ! નરકમાં પરવશ પડેલા એવા હું, મૃગની માફક છેતરાઈ તે ધન અને ગૂંચવણુવાળી જાળવડે પાશમાં બધાયા અને પરમાધામીએ મને ઘણી વાર ખાન્ચેા. વળી કુહાડા અને કુરશી વડે સૂચાર જેમ વૃક્ષને કાપે છે તેમ નરકમાં હું કૂંડાયે, છેદાયેા. લુહાર જેમ લાઢું ટીપે તેમ નરકમાં પરમાધામીએ વડે હું અનંતી વાર મરાયા, ફૂટાયા, ભેદાયા, તેમ જ ચૂરેચૂરા કરાયે). હે માતાપિતા! આ રીતે નરકમાં અત્યંત ભાકર અને અતિક્રુસ્સહ એવી વેદનાએ આ જીવે સહન કરી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40