Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] કહિપત નિર્ણયની સમીક્ષા [ ૩૧૫ દિગમ્બરોનો એક મત છે. એટલે ભગવાન વાસુપૂજ્ય વગેરે પાંચ તીર્થકરોને ખાસ બ્રહ્મચારી કે ખાસ વિવાહિત માનવાથી અમુક સાંપ્રદાયિક માન્યતાનું પોષણ થાય છે એ વાત પણ અહીં નથી. છતાંય આપણે જોઈએ છીએ તેમ ત્રણ તીર્થકરોના વિવાહ માટે બને સંપ્રદાયોમાં મતભેદ છે. તે આ પ્રમાણે છે: ૧- શ્વેતામ્બરો ભ. મલિનાથ અને ભ. નેમનાથને બાળબ્રહ્મચારી માને છે. અને તે સિવાયના બાવીશ તીર્થકરોને વિવાહિત યાને ગૃહસ્થી માને છે. -દિગમ્બરે ભ. વાસુપૂજ્ય, ભ. મલ્લિનાથ, ભ. નેમનાથ, ભ. પાર્શ્વનાથ અને ભ. મહાવીર સ્વામી એ પાંચ તીર્થકરોને બ્રહ્મચારી માને છે અને તે સિવાયના એગણીશ તીર્થકરેને વિવાહિત યાને ગૃહસ્થી માને છે. ઉપરના પરિપત્રમાં ચાર તીર્થકરો માટે કંઈ ન સૂચવતાં માત્ર “ભ. મહાવીરસ્વામી પણ બ્રહમચારી છે,” એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એટલે અત્રે માત્ર તે પૂરતો જ વિચાર કરો એગ્ય ધાર્યો છે. વેતામ્બરો માને છે કે–વર્ધમાન કુમાર રાજા સમરવીરની પુત્રી યશોદાને પરણ્યા હતા. તેનાથી તેમને પ્રિયદર્શના નામની પુત્રી થઈ હતી. વર્ધમાનકુમારે તેણીનું લગ્ન પોતાના જ ભાણેજ જમાલી સાથે કર્યું હતું અને તેણુને શેષવતી નામે પુત્રી થઈ હતી. જમાલી કુમારે પણ ભ. મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધો, પરંતુ પછી વિચારભેદ ઊઠવાથી તેઓથી અલગ પડી પિતાનો નો સંપ્રદાય ચલાવ્યો હતો. જમાલી કુમાર એતિહાસિક વ્યક્તિ છે અને દુનિનો (સત્યને છુપાવનારા) પૈકીના પહેલા નિદ્ભવ છે. દિગમ્બરો માને છે કે–વર્ધમાન કુમાર યાને ભ. મહાવીર પરણ્યા જ નથી, તો પછી યશોદા, પ્રિયદર્શના, જમાલી અને શેષવતીના હોવાની તો વાત જ શી કરવી. શ્વેતામ્બર અને દિગમ્બરોનો આ માન્યતાભેદ છે. તેનાં કારણો તપાસીએ તે આ મતભેદ હોવો જ જોઈએ, એમ માનવું એ કંઈ વિશેષ પડતું નથી. કારણે નીચે પ્રમાણે છે: ૧. દિગમ્બર સ્ત્રીમેના વિરોધમાં સ્ત્રીમુક્તિ અને સ્ત્રીચરિત્ર ઇત્યાદિની મના કરે છે અને તેના જ અનુસધાનમાં માને છે કે-તીર્થકરોને પુત્રો થાય, કિન્તુ પુત્રી ન જ થાય. તીર્થકરો ભલેને ચક્રવતી થાય અને સોળ હજાર રાણુઓને પરણે પણ તેમાંની કઈ રાણી પુત્રીને તો જન્મ ન જ આપે. આ સિદ્ધાત અટલ છે, અફર છે. તીર્થકરને કદાચ પુત્રી થાય તો તે આશ્ચર્ય રૂ૫ જ મનાય. - હવે જે પ્રિયદર્શનાનું અસ્તિત્વ માનીએ તો આ દિગમ્બરીય નિયમને વિરોધ આવે છે. માટે દિગમ્બરો વર્ધમાન કુમારના વિવાહની જ મના કરે છે. - ૨. દિગમ્બર મત એ પણ ૯ નિવો પિકીને એક નિદ્ધવ સંપ્રદાય છે. આ વસ્તુને ભૂંસી નાખવા માટે દિગમ્બર આચાર્યોએ નિહ્નવોને ઇતિહાસ જ ઉડાડી દીધો છે. આ સ્થિતિમાં તેઓ “જમાલી”નું અસ્તિત્વ સ્વીકારે જ શાના? પિતાને સનાતન કરાવવા માટે નિહોના ઇતિહાસને વિનાશ એ જ તેઓને માટે શ્રેયકર વસ્તુ હતી—છે. - ૩. દિગમ્બર સાહિત્યની રચના અર્વાચીન છે. વેતામ્બર સાહિત્યમાંથી મન માની વસ્તુઓ લઈ તે સાહિત્ય ઊભું કરેલ છે, આ દશામાં દિગમ્બરીય સાહિત્ય પૂરી એતિહાસ વસ્તુને રજુ ન કરે એ પણ બનવા જોગ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40