Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ છતાંય આપણે ઉપર જોઈ ગયા છીએ તેમ ભ. મલ્લિનાથ માટે પુરુષલિંગને પ્રયોગ કરવામાં આવે તો તે પણ સાપેક્ષ હાઈ ને વાજબી છે. પરિપત્રમાં બતાવેલ બીજું કારણ તો અસત્યમૂલક છે જ. આપણે પહેલા મુદ્દામાં જ જણાવી ગયા છીએ કે આ. નિ. ની ઉકત ગાથાઓમાં નથી સ્ત્રી પાણિગ્રહણની વાત કે નથી પુરુષપાણિગ્રહણની વાત. પછી આવી કલ્પનાઓનો અર્થ જ શો છે? તે ગાથાઓમાં પાંચ તીર્થકરને માત્ર રાજ્યની ઈચ્છા રહિત બતાવ્યા છે, રાજ્ય અને સ્ત્રી રહિત બતાવ્યા નથી. એટલે પરિપત્રનું બીજુ કારણ તે બ્રમમૂલક છે, અસત્ય છે. એટલે આવશ્યક નિર્યુકિત ગાથા ૨૨૨ના નવઝા પદના આધારે ભ૦ મલ્લિનાથને પુરુષ ઠરાવવા મથવું એ સાવ થોથી કલ્પના જ છે. વાસ્તવમાં ભગવાન મલ્લિનાથ તે સ્ત્રી તીર્થકર છે, અને તે પણ એક આશ્ચર્યકારી ઘટના રૂપે જ બન્યું છે. મને વિશ્વાસ છે કે દિગમ્બર વિદ્વાનો પિતાનાં શાસ્ત્રોને અનુસાર વદિ સ્ત્રીમુકિત માનવને ઉદાર બનશે તો તેઓ સ્ત્રી તીર્થકરી માનવાની એકાંત મનાઈ નહીં જ કરે. ૬–પરિપત્ર દાતાની મનભાવના શ્રીમાન લંકાશાહે વિ. સં. ૧૫૨૮માં લોકામન સ્થાપ્યો. તેમાંથી સ્થાનક માર્ગ પ્રવર્યો. આ સંપ્રદાયમાં શરૂથી અત્યાર સુધી સંસ્કૃત ભાષાને સ્થાન મલ્યું નથી-વ્યાકરણને આવકાર મલ્યો નથી. અજમેરમાં સ્થાનકમાગ મુનિસમેલન મળ્યું ત્યાર પછી તેના સાધુઓએ સંસ્કૃત પ્રાકૃત તરફ ધ્યાન આપ્યું અને બ્રાહ્મણ પંડિતો મારફત મુસ્થાન જેવાં કલ્પિત સૂત્રો અને સૂત્રેપર કલ્પિત ટીકાઓ બનાવવાનું આરંભી દીધું છે. તાજી જ વાત છે કે સ્થાનકમાગી સાધુ ઘાસીલાલજી કે જેઓ પહેલા કરાંચી તરફ હતા અને હાલ પ્રાય: કાઠિયાવાડમાં વિચરે છે તેમણે સાથે ૪ પંડિતો રાખ્યા છે અને ઝડપથી નવી નવી ટીકાઓ તૈયાર કરાવી રહ્યા છે એટલે તે સમાજમાં સંસ્કૃત માટે મોટે ભાગે આવી દશા પ્રવર્તે છે. - શ્રી કાનજી સ્વામી તે સંપ્રદાયના સાધુ છે. તેઓ કદાચ સંસ્કૃત પાકૃતના વિદ્વાન તે હશે. એમાં શંકા કરવાનું કંઈ કારણ નથી. કેમ કે તેઓ તે સંપ્રદાયમાં કાઠિયાવાડના કોહીનૂર તરીકે પ્રસિદ્ધ હતા. હવે માત્ર પ્રશ્ન એ છે કે તેઓએ શું આવશ્યક નિર્યુક્તિ ગાથા ૨૨૧, ૨૨૨ વગેરેના ઉપર દર્શાવેલ સંસ્કૃત ટીકાપાઠ જોયા નહીં હોય? તે વિષયના પૂરા પાઠો જોયા વિના આવા પરિપત્રો ફેલાવવા એ તો કેઈ પણ સજજનને શોભે તેવી વસ્તુ નથી. અને તે તે વિષયના સાચા પાઠે જાણ્યા પછી આવા જાડા પરિપત્રો ફેલાવવા એ તો દુર્જનને પણ શોભે તેવી વસ્તુ નથી. તે પછી સોનગઢઆશ્રમના સંચાલકે આવા છૂપા પરિપત્રો કેમ આપે છે? ખૂબી તો એ છે કે આવો જૂઠો પ્રચાર પોતાના નામે નહીં કિન્તુ પં. અજિતકુમાર વગેરેના નામે જ કરવામાં આવે છે. આનું કારણ શું? એનો કોઈ ખુલાસો કરશે ખરા કે? આવા આવા પરિપત્રના પ્રચારમાં તેમની મનોભાવના શી છે? તે તે તેઓ જ જાણે, અથવા જ્ઞાની જાણે. પરંતુ આપણને તે એ એક વાત જાણવાની જરૂર મળે છે કે તેઓ પોતાના વિચારોના ફેલાવા માટે આવા આવા ઉપાયે યોજે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40