Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ વિના પરભવમાં જાય છે, તે વ્યાધિ અને રોગથી પીડાઈને દુઃખી થાય છે. માટે આ જન્મમાં ધર્મ કરીને પુણ્ય રૂપી ભાતું સાથે લઈને પરભવમાં જવું સારું છે. [૫] હે માતાપિતા! કોઈનું ઘર બળવા માંડયું હોય ત્યારે ઘરધણ પોતાની આજીવિકા અથે, બળતા ઘરમાંથી જેમ સારભૂત વસ્તુને બહાર કાઢે છે અને અસારભૂત વસ્તુને છોડી દે છે, તેમ જન્મ જ રા અને મરણથી બળતા એવા આ સંસારમાં આપની અનુમતિ મેળવી, મારા આત્માને તારીશ અર્થાત સંયમ સ્વીકારી આત્માનું કલ્યાણ કરીશ, માટે કૃપા કરી મને પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુમતિ આપે ! ૩ માતાપિતાની સમજાવટ આ પ્રમાણે પુત્રનું વૈરાગ્યવાહી કથન સાંભળી માતાપિતા મોહવશાત પુત્રને સંસારમાં રાખવા ચારિત્રની દુષ્કરતા સમજાવતાં કહે છે – [૧] હે પુત્ર! તું દીક્ષા લેવાની વાત કરે છે, પણ સાધુધર્મ અતિ દુષ્કર છે. સાધુને તો સંયમને ઉપકારક એવા અનેક મૂળ અને ઉત્તર ગુણ ધારણ કરવા પડે છે, અને વિશ્વના સકળ પ્રાણુ પર સમભાવ રાખવો પગે છે, શત્રુ અને મિત્રને એક સરખા ગણવા પડે છે. અને જીવન પર્યંત પ્રથમ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત પાળવું પડે છે, [૨] હે પુત્ર! સાધુપણામાં સદા અસત્યને તિલાંજલી દેવી પડશે, હિતકારક સત્ય વચન બોલવું પડશે, અને ક્રિયામાં સદા સાવધ રહેવું પડશે. તે પણ દુષ્કર છે. [૩] હે પુત્ર! દાંત ખેતરવા માટે સળી માત્ર જોઈતી હશે તો તે પણ માલિકની રજા સિવાય લેવાય નહિ, અનવદ્ય (એટલે દોષ વિનાના અર્થાત અચિત્ત તથા પ્રાસુક) તેમ જ એષણીય એવા આહાર પાણી ગ્રહણ કરવાં પડશે. તે પણ કલિષ્ટ છે. [૪] હે પુત્ર! અબ્રહ્મચર્યની વિરતિ કરવી, જીવન પર્યત મહાદુર્ધર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું અને કામભોગ સમ્બન્ધી સુખથી સદા નિવૃત થવું એ અત્યંત દુષ્કર છે. [૫] હે પુત્ર! ધન, ધાન્ય, દ્ધિ પદ અને ચતુષ્પદાદિ શ્રેષ્ઠ પ્રકારના આરંભને પરિત્યાગ અને નિમમત્વ પાળવું અતિ દુષ્કર છે. [૬] હે પુત્ર! ચારે પ્રકારના આહારના ત્યાગરૂ૫ રાત્રિભોજનનો ત્યાગ જિન્દગી પર્યત કરવો એ અતિ દુષ્કર છે. [૭] હે પુત્ર! ભુખ, તૃષા, તાઢ, તાપ,ડાંસ તથા મચ્છરથી થતી વેદના સહન કરવી, આક્રોશ (એટલે દુર્વચન) સહવાં, દુઃખકારક ઉપાશ્રયમાં રહેવું, ડાભના સંથારામાં સૂવું અને મેલન પરિસહ સહન કર, આ બધું કિલષ્ટતમ છે. r૮હે પુત્ર! કઈ તાડના કરે, કઈ તર્જના કરે, કોઈ બંધન કરે તે તથા ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ફરવું વગેરે પરિસહ સહવા તે અત્યંત દુષ્કર છે. [૯] હે પુત્ર ! તું શરીરે અતિ સુકમાળ છે, તું સંયમ પથે જવા ઉમવંત થાય છે, પણ શ્રમણપણું પાળવાને તું સમર્થ નહીં થાય. [૧] હે પુત્ર! જેમ ગંગાના પ્રવાહની સામે તરવું અથવા હાથ વડે સમુદ્ર તરો દુષ્કર છે, તેમ ગુણના મહાસાગર સમે સંયમમુદ્ર તર અત્યંત દુષ્કર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40