Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] મૃગાપુત્રને વૈરાગ્ય
[ ૩૦૭ એક સમયે નારીઓથી પરિવરેલે મૃગાપુત્ર રાજમહેલના ઝરૂખામાં બેસીને નગરનું નિરીક્ષણ કરી રહ્યો છે. ગ્રીષ્મ ઋતુના મધ્યાહનના સૂર્યો ભૂતલને ધખધખતું કરી મૂક્યું છે. ભલભલાને પણ પગ મૂકતાં ફરફેલા ઊઠે એવી ભૂમિ તપી રહી છે. આવા સમયે પણ જંગમ કલ્પતરુ સમા જીવનિકાયના રક્ષક એક મુનિવર ઉઘાડા પગે અને ઉઘાડા માથે રાજમાર્ગ પર થઈને પસાર થઈ રહ્યા છે. તેમના દેહ પર સૂર્યનાં કિરણે પ્રસ્વેદનાં બિન્દુએને ટપકાવી રહ્યા છે, અને બન્ને ચરણ દાઝી રહ્યા છે. ઉઘાડું મસ્તક ધખધખી રહ્યું છે. છતાં મુનિવર સમભાવે એ પરિસહ સહી રહ્યા છે. જાણે ની દીક્ષાનો સાક્ષાત અવતાર જ ન હોય ! અને આવા સદ્ગુણના ભંડાર સમા મુનિવર પર દૃષ્ટિ પડતાં જ મૃગાપુત્રે હાથ જોડી મસ્તક નમાવી ભાવથી નમસ્કાર કર્યો. અને મુનિવરનાં દર્શન થતાં જ મૃગાપુત્રને આત્મા હર્ષિત થયો, એટલું જ નહિ પણ આવું રૂપ મેં પૂર્વે કયાંઈક દીઠું છે, આવા મુનિને મેં કયાંઈક નિહાળ્યા છે, એમ તેનું હૃદય વિશેષ પ્રકુલ્લિત થવા લાગ્યું. આમ ઊહાપોહ થતાં મૃગાપુત્રને મૂછ આવતાં, પૂવ ભવને જણાવનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને તે દ્વારા તેમણે પિતાને પૂર્વ ભવ નિહાળે; અડી ! પૂર્વભવે મેં ચારિત્ર પાળ્યું હતું અને તે ચારિત્રના પ્રભાવથી હું દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. અને ત્યાંથી અવીને અહીંયાં હું આવ્યો છું. બસ ! હવે તે એ ચારિત્રમાર્ગમાં પ્રયાણ કરી મુક્તિનાં શાશ્વતાં સુખ મેળવું તો જ ખરો. હવે મારે આ સંસારનાં કોપનિક સુખ ન જોઈએ, હવે તો માતાપિતાની અનુમતિ લઈ ચારિત્રના પુનિત પંથે પ્રયાણ કરી આત્મકલ્યાણ સાધી મુકિતપુરીમાં પહોંચું એ જ આંતરિક અભિલાષા છે. આ રીતે મનમાં સંકલ્પ કરી મૃગાપુત્ર જ્યાં જનક-જનેતા છે ત્યાં આવી પહોંચ્યો, અને બેલ્યો૨ પ્રત્રજ્યા માટે માતા-પિતાને વિનંતિ
[૧] હે માતાપિતા ! મને મારા પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન દ્વારા દર્શન થયું છે. મેં પૂર્વ ભવમાં પંચ મહાવ્રત પાળ્યાં છે. નરકગતિ અને તિયચ ગતિનાં દુઃખો જે મેં ભગવ્યાં છે તે પણ સાંભરી આવ્યાં છે. તેથી મારું મન સંસારયી ઉવિગ્ન થયું છે, પ્રવજ્યાના પંથે પ્રયાણ કરવાની મારી અભિલાષા છે. માત્ર આપની અનુમતિની જ રાહ છે.
[] હે માતા પિતા! મેં પૂર્વ કિપાક વૃક્ષના ફળ પેઠે પ્રથમ ભોગવતાં મીઠાં અને પરિણામે કટુ વિપાકવાળાં અત્યંત દુ:ખદાયક એવા ભેગો ભગવ્યા છે.
[૩] હે માતાપિતા ! આ દેહની ઉત્પત્તિ અશુચિમાંથી જ થયેલી છે. આ દેહમાં આત્મા અલ્પ કાળ પર્યત જ રહેવાને છે. વળી આ દેહ જન્મ જરા તથા મૃત્યુ રૂ૫ દુઃખનું, અને રોગનું ભાજ–ઘર છે. તેથી પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર એવા આ દેહમાં લેશમાત્ર પણ હું રતિ પામતો નથી.
[૪] હે માતપિતા ! મારે પણું પરવશપણે એક સમયે આ નગર, વાડી, ઘર, પુત્ર, સ્ત્રી, બહેન, ભાઈ, માતા, પિતા, સ્વજન, કુંટુબી પરિવાર વગેરે તજી પરભવમાં અવશ્ય જવું પડશે, એટલું જ નહીં કિન્તુ આ દેહને પણ ત્યાગ કરી જવું પડશે. જે માણસ સાથે ભાતું લીધા સિવાય ગ્રામાંતરે જાય છે, તે ક્ષુધા વષાથી પીડાઈને દુઃખી થાય છે. એ રીતે જે મનુષ્ય ધમાયા કર્યા સિવાય અર્થાત પુણ્ય પી ભાતું સાથે લીધા
For Private And Personal Use Only