Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૧ મૃગાપુત્રને વૈરાગ્ય સમભાવે સહી લઈશ પણ ઔષધાદિ લઈશ નહીં. વળી જેમ મૃગ વનમાં નવનવાં સ્થળે પરિભ્રમણ કરે છે, તેમ હું પણ મુનિઅવસ્થામાં અનિયતપણે ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરીશ. શારીરિક રોગના અભાવે બેતાળીશ દોષ રહિત ફાસુક આહારપાણની ગવેષણામાં નવા નવા સ્થળે જઇ આહાર પાણી ગ્રહણ કરીશ, અને છેવટે નિરાહારી થઈ આત્માને ઉચ્ચતમ સંયમરસથી તરબોલ કરી, સકળ કમનો ક્ષય કરી, મુક્તિસ્થાનને પ્રાપ્ત કરીશ. જ્યારે માતાપિતાએ અંતિમ દલીલ રજુ કરી ત્યારે પુત્રે ઉપરોકત કથનથી રહસ્ય ભરેલે પ્રત્યુત્તર આપી માતા-પિતાનાં મન હરી લીધાં, એટલું જ નહીં કિન્તુ સંયમના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુમતિ પણ મેળવી લીધી. અને માતાપિતાને પણ પુત્ર પ્રત્યે કહેવું પડયું: “હે પુત્ર! જેમ તમને સુખ ઉપજે તેમ કરી, તેમાં અમારી અનુમતિ છે.” . એ રીતે મૃગાપુત્ર દીક્ષા માટે માતાપિતાની અનુમતિ લઈને સાંસારિક અનેક પ્રકારના મમત્વને, જેમ સર્પ કાંચળીને ત્યાગ કરે તેમ, સર્વથા ત્યાગી દીધું. વળી તે મૃગાપુત્ર, કાઈ ડાહ્યો પુરુષ લૂગડા ઉપર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ, રાજવૈભવની સર્વ ઋદ્ધિ-સિદ્ધિ, માતા પિતા પુત્ર સ્ત્રી મિત્ર વગેરે સ્વજન કુટુંબ પરિવારાદ એ સર્વનો ત્યાગ કરી, સંસારની મોહજાળને છોડી, ભોગવિલાસને તિલાંજલી દઈ, કર્મકટકને ચૂરવા, ચોરાશી લાખ જવાનિના ફેરા મટાડવા, અને મુકિત-- મંદિરમાં બિરાજમાન થવા, સંયમના પુનિત પંથે ચાલી નીકળ્યા. આજથી મૃગાપુત્ર મુનિપણામાં સાવધાન રહી સંયમનું સમ્યફ પ્રકારે પરિપાલન કરવા કટિબદ્ધ થયા, અને સિંહની જેમ સંયમનું પાલન કરવા ઉદ્યવંત બન્યા. જે કંચનવણું કાયા રાજપિપાક અને અલંકારોથી દીપતી હતી તે કાયા અત્યારે મુનિવેષથી શોભી રહી છે. જે મસ્તક કાળા ભમ્મર સુંવાળા વાળથી શોભતું હતું અને મુકતાદિકથી દીપતું હતું તે મસ્તમ અત્યારે મુંડ થઈને આરિસા સદંશ ભાસી રહ્યું છે. જે હાથમાં તીણ ખાદિ ઊછળતાં હતાં તે હાથમાં અત્યારે રજોહરણ અને મુહપત્તિ ૬ પી રહ્યાં છે. જે પગ મખમલી ગાલીચા ઉપર પડતા તે પગ અત્યારે જમીન પર પગલાં પાડી રહ્યા છે. જે છત્રપલંગ પર પોઢતા હતા તે અત્યારે જમીન પર સંથારા પર સૂઈ રહ્યા છે. જે સોનાના થાળમાં રસવંતી બત્રીસ પ્રકારની રસોઈ જમતા હતા તે અત્યારે કાષ્ઠ પાત્રમાં નીરસ આહારાદિ લઈ રહ્યા છે. જે રાજરમણીઓ સાથે ભોગવિલાસો ભેગવતા હતા તે અત્યારે વતી બની વિરતી વનીતાની સાથે આનંદ કલ્લોલ કરી રહ્યા છે. જે રાજવૈભવનો ભાર વહન કરતા હતા તે અત્યારે સંયમનો ભાર રૂડી રીતે વહન કરી રહ્યા છે. આમ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્ત અને બાહ્યાભંતર તપ એ સર્વને વિષે મૃગાપુત્ર મુનિ વિશેષ ઉદ્યમવંત થયા. અનુકશે મૃગાપુત્ર મુનિ વસ્ત્ર-પાત્રા પર મમત્વભાવ રહિત, અહંકાર રહિત, બાહ્યાભ્યતર સંયોગ રહિત, ઋદ્ધિગારવ રસગારવ અને શાતાગારવ રહિત, તથા ત્રસ જીવ અને સ્થાવર જીવ પર રાગદ્વેષ રહિત થયા. એટલે સર્વ પર સમદષ્ટિ વાળા થયા. વળી તે લાભ અને અલાભમાં, સુખ અથવા દુ:ખમાં, જીવવામાં અથવા મરવામાં, નિંદા અથવા પ્રશંસામાં, માન અથવા અપમાનમાં સમચિત્તવાળા થયા. વળી તે મુનિ ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર કષાયથી; મન, વચન અને કાયાના દુષ્ટ વ્યાપારરૂપ ત્રણ દંડથી; માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વશલ્ય એ ત્રણ શલ્યથી; આ લોકભય, પરલોકભય, આદાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40