Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ જીવોનાં શરીર પાંચ પ્રકારનાં કહ્યાં છે–૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ અને ૫ કામણ. આપણી ચક્ષુ સામે જે શરીર દષ્ટિગોચર થાય છે એ ચામડાના દેહને ઔદારિક તરીકે ઓળખાય છે. વૈક્રિય શરીર જાત જાતના ફેરફાર થઈ શકે તેવું હોય છે. આહારક શરીરની ઉત્પત્તિ વિદ્યાના બળથી કરી શકાય છે. તેજસ શરીર દ્વારા જ ભક્ષણ કરાતો આહાર પચાવાય છે અને કામણ શરીર તો આત્મા સાથે દૂધ ને પાણી માફક જે કર્મસમૂહ મળે છે તે સમૂહનું નામ છે. આહારક તથા તૈજસ કામણ મળી ત્રણ શરીર સર્વ તિર્યંચ મનુષ્યોને હોય છે. દેવ, નારકમાં ઔદારિકના બદલે વૈક્રિય શરીર હોય છે. વિશેષતા એટલી છે કે મનુષ્ય લબ્ધિના બળે વૈક્રિય શરીર રચી શકે છે. આહારક રચવાની શક્તિ તો જ્ઞાનબળથી સકલ પદાર્થના જ્ઞાતા એવા ચૌદપૂર્વમાં જ હોય છે અને એ મહાત્માઓ કંઈ સૂમ પદાર્થ અંગેની શંકાના નિવારણ અર્થે સર્વજ્ઞ પ્રભુ પાસે જવામાં કરે છે. પરભવ જતાં જીવને પણ તૈજસ કામણ ૩૫ શરીર યુગલ હોય છે જ. એના બળવડે જ છવ ભવાંતરમાં ગતિ કરે છે.
આ રીતે આપણે જીવ સંબંધી સામાન્ય માહિતી મેળવી.
છવ કહો કે આત્મા કહે એમાં કંઈ ફેર નથી. ઉભય સમાન અર્થવાચી શબ્દો છે. જો કે વ્યુત્પત્તિના આધારે અર્થકરણમાં એને જુદી રીતે ઘટાવાય છે. આત્માની વ્યાખ્યા બાંધતાં કહેવામાં આવ્યું છે કે-જે કર્મનો કર્યા છે, તેમ જ એના ફળનો ભક્તા છે, જુદી જુદી ગતિમાં સંક્રમણ કરે છે અને કમસમૂહનો સદંતર નાશ કરતાં નિર્વાણ પામે છે અર્થાત સંપૂર્ણપણે આત્મસાક્ષાત્કાર કરે છે યાને પિતાના મૂળ ગુણમાં સ્થિત થાય છે તેનું નામ “આત્મા છે.
જેઓ “જીવ’ પદાથ માં માનતા જ ન હોય એમને માટે બંધ–મેક્ષ આદિ અન્ય તત્ત્વની વાતો નકામી છે. જગતની વિચિત્રતા જે નજરે ચઢે છે-રાય--રંક, ગરીબ-તવંગર, સુખી-દુઃખી, બળવાન–નિર્બળ, તંદુરસ્ત–રોગી આદિ જે જોડલાં દેખાય છે એ પાછળ બારીકાઈથી વિચારણા કરવામાં આવે તો સહજ સમજાય તેમ છે, કે એ વિલક્ષણતા કોઈ અન્ય ચીજને આભારી છે.
એ અન્ય ચીજનું નામ જ કર્મ” છે. આ કર્મનો ચોગ જીવને ક્યારે થયો એ કલ્પી શકાય તેમ નથી. ખાણમાં પેદા થતાં સુવર્ણ સાથે માટી આદિના મિશ્રણની માફક જીવ સાથેને કમને મેળાપ અનાદિ છે. આ જોડાણ સરિતાના પ્રવાહ સમું છે. એમાં જુદાં જુદાં નિમિત્ત મળતાં વૃદ્ધિ–ક્ષય થતો રહે છે. અને પૂર્ણ ઉપચાર કરવાથી જેમ સેનું સર્વથા કચરા વિદ્ગણું થઈ શુદ્ધ બને છે તેમ જીવ પણ કાયમને માટે કર્મ રહિત બની જાય છે. આમાની એ નિર્મળ દશાનું નામ જ સિદ્ધઅવસ્થા.
બીજ જે સંપૂર્ણપણે બળી ગયું હોય છે એને ફરીથી ઉગાડવાનો પ્રયત્ન કરાય તે તે નકામો જાય છે, કેમ કે એમાં ઊગવાની શક્તિ નથી. એ રીતે કર્મબીજનો જડ મૂળથી નાશ કરાય તે ભવબમણું રહેતું જ નથી, એ કમને સમાવેશ બીજા “અછવ' તત્ત્વમાં થાય છે.
'(ચાલું
For Private And Personal Use Only