Book Title: Jain_Satyaprakash 1944 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org | વીરા નિત્ય નમઃ | ૪ શ્રીજૈનસત્યપ્રકાશ - વર્ષ ૯ ] ક્રમાંક ૧૦૬ [ અંક ૧૦ કાગળ–નિયમનનો ધારો તાજેતરમાં સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ કાગળ-નિયમનના ધારાના અમલના કારણે, ન્યુ ગ્લેઝ પ્રીન્ટ (રફ) સિવાયના કાગળો ઉપર છપાતાં અઠવાડિક, પાક્ષિક, માસિક વગેરે સામયિકને પિતાનું કદ ઘટાડીને પાનની સંખ્યા ખૂબ ઓછી કરવાની ફરજ પડી છે. આ ધારાના અમલ મુજબ ૧૦૦ પાનામાં પ્રસિદ્ધ થતું સામયિક માત્ર ૩૦ પાનામાં જ પ્રસિદ્ધ થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ કારણે “શ્રી જૈન સત્ય પ્રકાશને પણ પિતાનાં પાનાની સંખ્યા કમી કરવી અનિવાર્ય થઈ પડી છે. અને હવે પછી “શ્રી જૈન સત્ય પ્રકાશ” માત્ર ૨૪ પાનામાં પ્રસિદ્ધ કરી શકાશે. સામાન્ય રીતે તે, આ ધારાના કારણે, ૨૪ પાનાં આપવાં પણ અશકય થઈ પડત, પણ સદ્દભાગ્યે આ વર્ષે માસિકને એક દળદાર વિશેષાંક, વિકમવિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો તેના કારણે, ધારાની એક કલમ અનુસાર, ૨૪ જેટલાં પાનાં આપવાનું શક્ય બની શક્યું છે. એટલે બીજા સામયિકોની સરખામણીમાં “શ્રી જૈન સત્ય પ્રકાશ'ના વાચકને બહુ ઓછાં પાનાંનો ઘટાડો વેઠ પડશે એ હર્ષની વાત છે. આપણે વધુ ખર્ચ કરવા માગતાં હોઈએ તો પણ વધુ પાનાં ન આપી શકાય એવી આ પરિસ્થિતિ છે, એટલે વાચકો આ ઘટાડાને નભાવી લેશે એવી આશા છે. ધારાની મર્યાદામાં રહીને આપી શકાય તેટલું વધુમાં વધુ વાચન આપવાને અમે પ્રયત્ન કરીશું એ જણાવવાની ભાગ્યે જ જરૂર ગણાય. આ પરિસ્થિતિના કારણે-માસિકના લેખકોને એટલી વિનંતી કરવી જરૂરી જણાય છે કે હવે પછી તેઓ જે લેખસામગ્રી મોકલે તે બની શકે તેટલી ટૂંકી અને બની શકે તેટલી મુદ્દાસરની મોકલે, જેથી મર્યાદિત પાનાંમાં પણ વિવિધ વિષયોનું વાચન આપી શકાય. અત્યારની ગુંચવણભરી પરિસ્થિતિને અંત આવે અને “શ્રી જૈન સત્ય પ્રકાશના અકે ખૂબ સમૃદ્ધ અને ખૂબ દળદાર પ્રસિદ્ધ કરી શકીએ એવા અવસરની રાહ જોતા અત્યારે તે આ ધારાથી મર્યાદિત બનેલી પૃષ્ઠ–સંખ્યામાં જ સંતોષ માનીએ. -તંત્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28