Book Title: Jain_Satyaprakash 1944 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રાવતી [ પ્રાચીન ગૂજરાતના સીમાડાના દ્વારપલ સમી એક ધ્વસ્ત નગરી ] લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી ખરાડીથી દક્ષિણ દિશામાં ૪ માઈલ અને સાંતપુરથી લગભગ રા માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી-રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખેરડાં છે. ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષના ઢગલેઢગલા, તે નગરીની પ્રાચીનતા અને આબુના પરમારોની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાઓના મહામંત્રીઓ વિમલશાહ, વસ્તુપાળ અને તેજપાલના વખતમાં આ નગરીની જાહેજલાલી પુરજોશમાં હતી. હજારો શ્રાવકનાં ઘરો અને ૧૮૦૦ જિનમંદિર વિદ્યમાન હેવાનું તીર્થમાળાના કર્તાઓ જણાવે છે. આ નગરી લંકા જેવી હતી અને અહીં રાશી ___महादूरस्य नेतारः परमारनरेश्वराः ।। पुरी चन्द्रावती तेषां राजधानी निधिः श्रियाम् ॥३५॥ -વિવિધતીર્થ, મધુરાદ્રિવેes, ઢોલ રૂ. ૨ નગર ચડાઉલના ગુણ ઘણું, ભવણ અઢારઈ સઈ જિન તણું; ચઉરાસી ચહુટે હિવ ફિરવું, કામિ ઠામિ દીસઈ ભૂરિઉં. મૂલનાયક શ્રી નાભિમલ્હારિ, જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; કરઈ પૂજ શ્રાવક મનિ હસી, નગર ચડાઉલિ લંકા જિસી. –મેહ-રચિત તીર્થમાળા. કડી. ૨૬-૨૭. આબૂ ધરા ઉબરણી પુરી, દેવદ્રહ ચંદ્રાવઈ પરી; વિમલ મંત્રીસર વારિ જાણિ, અઢારસેય દેવલ ગુણષાણિ. –શીલ વિજય-રચિત તીર્થમાળા કડી. ૩૨ મેઘ-રચિત તીર્થમાળા ઉપરથી જણાય છે કે, વિ. સં. ૧૫૦૦ ની આસપાસના સમય સુધી ચંદ્રાવતી નગરીની જાહોજલાલી સારી હતી, અને શીતવિજયજી રચિત તીર્થમાળાથી જણાય છે કે-વિ. સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણ જરૂર શરૂ થઈ ગયું હતું. છતાં તે વખતે તે જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન જરૂર હતી. “સિરોટો રા રૂતિ 'માં લખ્યું છે કે –વિ. સં. ૧૮૭૯માં કર્નલ ટેડ સાહેબ અહીં આવ્યા હતા, તેમણે “ટ્રાવેલ્સ ઈને વેસ્ટર્ન ઈન્ડીયાનામના પિતાના પુસ્તકમાં અહીંના તે વખત સુધી બચેલાં શેડાંક મંદિર વગેરેના ફોટા આપ્યા છે, જેનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનું અનુમાન થઈ શકે છે. વિ. સં. ૧૮૮૧માં સર ચાર્લ્સ કેવિલ સાહેબ પોતાના મિત્રો સાથે અહીં આવ્યા હતા. તે વખતે આરસપહાણનાં ૨૦ મંદિરે બચેલાં હતાં, એની સુંદરતાની તેમણે પ્રશંસા કરી હતી. વિ. સં. ૧૯૩૬ ની આસપાસમાં રાજપૂતાના -માળવા રેલવે કંપનીના ઠેકેદારોએ (કંટ્રાકટરએ) અહીંને પત્થર ઉઠાવી લઈ જવાને ઠેકે (કંટ્રાકટ) લીધે ત્યારે તેઓ અહીંના ઊભેલાં મંદિરને પણ તોડી નાખીને તેના પત્થર લઈ ગયા, તે વાતની For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28