Book Title: Jain_Satyaprakash 1944 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ. [ વર્ષ ૯ ચૌટા હતાં વગેરે. વળી, સોમધર્મની હકીકત પ્રમાણે –૪૪૪ આહૂત-પ્રસાદ અને ૯૯૯ શિવ મંદિરવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાને પામેલો વિમલ કોટવાળ રાજય કરતા હતા. તેના અધિકારી પુરષ ૮૪ હતા અને ૧૨ પાદશાહને જીતીને તેમનાં છત્રો લઈ લીધાં હતાં. અન્તમાં ભીમે તેને બહુમાન પૂર્વક શાંત કર્યો હતો.જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ. મહામાત્ય વસ્તુપાલના ભાઈ તેજપાળની ધર્મપત્ની અનુપમાદેવી, ચંદ્રાવતીના રહેવાસી પિરવાડ શ્રાવક ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. ધરણિગના પુત્રો (અનુપમાદેવીના ભાઈઓ ) ૧ ખીમ્બસિહ, ૨ આમ્બસિહ અને ઊદલ વગેરેને મહામાત્ય તેજપાળે દેલવાડાના લૂણવસહી મંદિરના ચોથા નંબરના ટ્રસ્ટી બનાવ્યા હતા, તેમજ ઉક્ત મંદિરની વર્ષગાંઠના અઠ્ઠાઈ મહોત્સવના પહેલા દિવસન (ફાગણ વદિ ૩) મહત્સવ કરવાનું ચંદ્રાવતીના શ્રીસંઘને સોંપ્યું હતું. પરમાર રાજાઓની પછી જ્યાં સુધી સીરોહી નહેતું વસ્યું ત્યાં સુધી ચંદ્રાવતી, દેવડા (ચૌહાણ) રાજાઓની પણ રાજધાની બન્યું. ત્યારથી ચંદ્રાવતીની વિશેષ પ્રકારે પડતી થવા લાગી, જો કે તે પહેલાં પણ ચંદ્રાવતી ઉપર આક્રમણ થઈ ગયાં હતાં અને તેથી જ બીજી જગ્યાએ સં. ૧૨૧૫ માં સહસમલ દેવડાને રસીરેહી વસાવી ત્યાં રાજધાની લઈ જવાની જરૂર પડી હતી. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ ચંદ્રાવતી ભાંગ્યો પછી ત્યાંનાં મંદિરના આરસના નકશીદાર બારશાખ, સ્તંભે, તોરણે (મેરાબો), દરવાજા અને બીજા પત્થરે દૂર દૂર સુધીનાં ગામોનાં મંદિરમાં લાગી ગયેલા જોવામાં આવે છે, તેની નકશી જોવાથી ચંદ્રાવતીનાં દેવવિમાન જેવાં આરસના મંદિરનો ખ્યાલ હજુ પણ આવી શકે તેમ છે. ચંદ્રાવતી નગરી અતિ વિશાળ હતી. તેને દરવાજો દત્તાણી ગામની પાસે આવેલ છે જેને તોડીને દરવાજો કહે છે. બીજો દરવાજો કીવરલી પાસે હો એવી જતિ છે. ખરાડી સાંતપુર વગેરે તે ચંદ્રાવતીની વિશાળતામાં જ સમાઈ ગયાં હતાં. ચંદ્રાવતી અને સાંતપુરના જૈનમંદિરોને કેટલાય પત્થરે લોકેના ઘરના આંગણામાં, તહેસીલના ચોતરામાં અને રાજમકાન તથા મહાદેવના મંદિરમાં ચણાયેલા નજરે પડે છે. સાંતપુરની તહસીલમાં ચાર પાંચ મોટી દેવ-દેવીઓની મૂર્તિઓ પત્થરમાં કરેલી પડી છે, કે જેને રેલવાળા ગાડીના વેગનોમાં ભરી ભરીને લઈ જતા હતા તેને અટકાવીને પાછી મેળવી છે. અહીંના મહાદેવના મંદિરમાં એક મોટી ગેંડા (વરાહ)ની એક જ પત્થરમાં ઘડેલી મોટી મૂર્તિ છે. તેની સામે જ્યારે રાજ્યને ખબર પડી, ત્યારે રાજયે ઠેકેદારોને પત્થર લઈ જતા અટકાવ્યા. તેમણે એકઠા કરી રાખેલા આરસના પત્થરોના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે ઠેકાણે ઠેકાણે હજુ પણ પડયા છે. અત્યારે અહીં એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. આવી રીતે આ પ્રાચીન નગરીને ખેદજનક અંત આવ્યો. પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં આ નગરીને, ચડ્ડાવલી” તથા “ચાઉલી', તીર્થમાળામાં “ચડાઉલિ' તથા ચંદ્રાવઈ, સંસ્કૃત ગ્રંથમાં ચંદ્રાવતી’ વગેરે નામો લખેલાં મળે છે. ૩ જુઓ દેલવાડા-લુણવસહી મંદિરની પ્રશસ્તિની પાસેને વ્યવસ્થા સંબંધી સફેદ પથ્થર ઉપર વિ. સં. ૧૨૮૭ને લેખ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28