Book Title: Jain_Satyaprakash 1944 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
વિક્રમ-વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય [ પૂજ્ય મુનિમહારાજ શ્રી કાંતિસાગરજી, સાહિત્યાલંકાર ]
મહાસમુદ તા. ૨૦-૬-૪૪ ‘‘ ભવ પ્રેષિત વિક્રમાંક, યથાસમય મળી ગયા હતા. આ વખતના અંક અતીવ સુંદરતમ નિકળે છે. વિક્રમ વિષયક જૈન મંતવ્ય બહુ જ વિસ્તારથી રજુ એવં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. વિક્રમ પર પણ અતિવિરતૃત પ્રકાશ પાડવામાં વિદ્વાન લેખકે એ સ્તુત્ય શ્રમ લીધા છે. આટલું વિસ્તૃત સાહિત્ય પ્રકાશિત કરવાને યશ આપણા જ માસિકને મળે છે. વિશેષઅંક એ હકીકત રજુ કરે છે કે જૈન મુનિઓ માત્ર ધાર્મિક, ઔપદેશિક સાહિત્યના જ અભ્યાસી હેાય છે એમ નહીં, પણ ભારતીય ઈતિહાસના અણખેડાએલા ક્ષેત્રમાં પણ એમાં વિચરણ કરી, નવી કડીઓ ખાલી ઈતિહાસપટ પર નૂતન પ્રકાશ પાડી શકે છે મારા બે-ચાર જૈનેતર પરિચિત વિદ્વાનો પણ અંક જોઈ અત્યન્ત રાજી થયા.
“ શ્રી જૈન સત્ય પ્રકાશ'ની અત્યંત ઉન્નતિ થવાનો સમય સમીપ આવતો જાય છે— એમ અ'ક સૂચન કરે છે.''
સમિતિના પાંચ પજયાનાં ચતુર્માસ-સ્થળ ૧ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સુરીશ્વરજી મહારાજ
a ઠે. ગાડીજીના ઉપાશ્રમ, પાયધુની મુંબઈ ૨. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજ
ઠે. જેનશાળો, ટેકરી, ખંભાત ૩. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયલાવણ્ય સુરીશ્વરજી મહારાજ
ઠે. પાંજરાપોળ, જ્ઞાનશાળા, અમદાવાદ ૪. પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ
ઠે. જૈન ઉપાશ્રય, ઇદારસિટિar ૫. પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી દશનવિજયજી મહારાજ (ત્રિપુટી) ઠે. જેન સોસાયટી એલીસબ્રીજ, અમદાવાદ ૬ :
પૂજય શ્રમણ-સમુદાયને વિજ્ઞપ્તિ કાગળની કારમી મોંઘવારી અને છાપકામના વધતા જતા દર વચ્ચે, બહુ જ મર્યાદિત આવકમાં પણ, ‘શ્રી જૈન સત્ય પ્રકાશ” ધીમે ધીમે પોતાની મજલમાં આગળ વધી રહ્યું છે. પણ એને વિશેષ સમૃદ્ધ અને સ પન્ન બનાવવા માટે વધુ આર્થિક મદદની જરૂર છે. He આ માસિક શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ સમસ્તનું માસિક છે. એટલે જે મમતા અને પ્રેમથી તેમણે આ માસિકનું અત્યાર સુધી પોષણ કર્યું છે, તેથી વિશેષ મમતા અને પ્રેમથી એને સહાયતા કરવાની જરૂર ઊભી થઈ છે. આથી અમે સવ પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવને વિનંતી કરીએ છીએ કે તેઓ ચતુમસ દરમ્યાન પયુંષણાદિ મહાપર્વોના પ્રસંગે માસિકને મદદ કરવાનો ઉપદેશ આપવાની અવશ્ય કૃપા કરે.
—યવસ્થાપક
For Private And Personal use only