Book Title: Jain_Satyaprakash 1944 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org "C ચંદ્રાવતી અક ૧૦ ] [ ૪૩૯ દેવી-દેવતાઓની બે ચાર મૂર્તિએ પણ તેમાં જ કાતરેલી છે. આ મૂર્તિ પણ ચદ્રાવતીથી જ લાવવામાં આવેલી. આવી રીતે સુંદર વસ્તુએ લુંટાઈ જવા છતાં હજીયે જૈનમંદિરના ઢગલાએ અને મંદિરની ૪-૬ ફૂટની ઊભી દીવાલે ર્દિષ્ટગેાચર થાય છે. એક ઢગલામાંથી એક સંવતવનાના લેખને ટુકડે અમને મળી આવેલા છે, તેમ જો તપાસ કરવામાં આવે તે ઘણાંય લેખ અને સુંદર મકાનના અવશેષો મળી આવે. કેટલાક વખત પહેલાં ખાદાવતાં એક પાકી બાંધેલી વાવ નીકળી આવી છે, જેના ત્રણ મજલા દેખી શકાય છે. વધુ તા ખેાદવાથી જ જાણી શકાય. ચદ્રાવતીની પ્રાચીનતા અને સમૃદ્ધિ બતાવનારાં પ્રમાણે! અનેક ગ્રંથામાં માજીદ છે. મહાવીરસ્વામીની ૩૫મી પાટે થયેલા વડગચ્છ સંસ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિએ આખૂની યાત્રા કરીને ‘ટેલી ’ ગામના પાદરે સ૦ ૯૯૪ માં શ્રી સર્વદેવપ્રકૃતિ આઠ જણને સૂરપદે સ્થાપ્યા, તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા અને સ. ૧૦૧૦ માં રામસેન નામના નગરના ઋષભજિન પ્રાસાદમાં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી સવ દેવસૂરિએ ચદ્રાવતી રાજાને નેત્ર સમાન શ્રી કુકુષ્ણ નામના મંત્રી કે જેણે સમૃદ્ધિશાળી ઊંચું જિનમંદિર બનાવ્યું હતું તેને દીક્ષા આપી૪ મુજ અને ભેજના રાજકિવ ધનપાળ, જેમણે સ. ૧૦૨૯ માં “ પાચ્ય લચ્છી નામમાળા ', સ. ૧૦૭૦ માં “તિલકમ'જરી કથા '' અને સ. ૧૦૮૧ પછીના સમયમાં સત્યપુરમંડન મહાવીરેત્સાહ ' નામનું ટૂંકું કાવ્ય રચ્યું, તેમાં જ ચંદ્રાવતીના ધ્વંસનું વર્ણન કર્યું છે.પ આ ચંદ્રાવતીમાં દંડનાયક તરીકે પરમાર રાજાએને હરાવી ગુજરાતના રાજા ભીમનું આધિપત્ય સ્વીકાર કરાવનાર વિમલમંત્રી રહેતા હતા. તેમણે સં. ૧૦૮૮ માં ધર્માંધાષસૂરિના હાથથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે. તે પહેલાં તેએ ચદ્રાવતીમાં રહેતા હતા. આજ નગરીમાં સં. ૧૦૯૫ માં શ્રો ધનેશ્વરસૂરિએ સુરસુંદરીકથા પ્રાકૃતમાં રચી છે. વળી ચંદ્રગચ્છમાં થયેલા શ્રી વિજયસિ ંહસૂરિને આ જ નગરીનાં નવગ્રહ ચૈત્યમાં રહી ઉપદેશમાળાની વૃત્તિની વ્યાખ્યા કરતાં ચૈત્યવાસના વિરાગ આવ્યા અને પૌમિક પક્ષના શ્રી ચંદ્રપ્રભસૂરિને આશ્રિત થયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૩૨૦ આસપાસ થયેલા પ્રસિદ્ધ માંડવગઢતા પેથડકુમારે ભિન્નભિન્ન ૮૦ સ્થળામાં જિનમદિરા બંધાવ્યાં, તે સ્થળેામાંનું ચંદ્રાવતી પણ એક છે, ४ नृपाद् दशा शरदां सहस्रे (१०१०) यो रामसैन्याहृपुरे चकार । नाचैत्येष्टतीर्थराज - बिम्बप्रतिष्ठां विधिवत् सदयः । चन्द्रावती भूपति नेत्र कल्पं श्रीकुङ्कुणं मन्त्रिणमुञ्चऋद्धिम् । निर्मापितोतुङ्गविशालचैत्यं योऽदीक्षयद् बुद्धगिरा प्रबुध्य ॥ धर्मसागर गणे:- तपागच्छपट्टावली ૫ તુરાએ શ્રીમાળ દેશ, અણુહિલવાડ, ચડ્ડાવલિ ( ચંદ્રાવતી ), સેારઢ, દેલવાડા અને સામેશ્વર એ બધાં સ્થાનના નાશ કર્યાં, અને એક માત્ર સાચારના મહાવીરમદિરને તે ભાંગી ન શક્યા. આ ચઢાઇ સં. ૧૦૮૦-૮૧ માં મહુમ્મુદ ગીઝનીએ ગુજરાત પર્ કરી, તે સમય પહેલાં ચંદ્રાવતી સમૃદ્ધ હશે જ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28