________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
જાતિના આધારે જ; ત્યારે જૈનધર્મે તેની સામે પડકાર કર્યો કે સાચો બ્રાહ્મણ તે છે જે બ્રહ્મચારી હેય, બ્રહ્મ ધ્યાનમાં લીન હોય, સદાચારમાં તત્પર હોય અને અધ્યયનઅધ્યાપન દ્વારા જીવન નિર્વાહ કરવા સાથે સત્યનો પરમ ઉપાસક અને સત્યને ખોજી હેય. બ્રાહ્મણો આ વસ્તુ ભૂલ્યા હતા; ધર્મ કર્મને છોડી માત્ર અર્થપ્રાપ્તિ એ જ જીવન ધ્યેય બનાવ્યું હતું આ સમયે જૈનધમે તેમને સાચી શિક્ષા આપી, બ્રાહ્મણ કોને કહેવાય એ સમજાવ્યું અને ધર્મભાવનાપ્રધાન આર્ય સંસ્કૃતિમાં જીવન–પ્રાણ ફૂકી તેને તેજ રાખી જૈનધર્મ સાચા બ્રાહ્મણની કદર કરે છે, જૈનધર્મ નષ્ટ નથી થયું. જૈનધર્મના સિદ્ધાંતની છાપ બ્રાહ્મણી સાહિત્ય ઉપર પણ પડી છે. હું તે ત્યાં સુધી કહું છું કે જ્યાં
જ્યાં આર્ય સંસ્કૃતિ પૂર્ણ રૂપે વિકસી છે, ત્યાં ત્યાં જૈન ધર્મના સિદ્ધાંત મેજૂદ જ છે. આર્ય સંસ્કૃતિની સાથે “ત્ર ચત્ર તત્ર તત્ર હિ”ની જેમ જૈન ધર્મની પણ વ્યાપ્તિ છે જ ! જૈનધર્મના યોદ્ધાઃ સિદ્ધાંતની ઊંડી છાપ વેદ, ઉપનિષદો અને પુરાણમાં વિદ્યમાન છે. અને તેના દાર્શનિક અને વાદ ગ્રંથોએ પણ અનેકાન્તવાદ –અપેક્ષાવાદને સ્વીકારી જૈનધર્મનું વર્ચસ્વ સ્વીકાર્યું છે. આ સંબંધી તંત્રીને ખાસ જાણવું જ હોય તે “દર્શન ઔર અનેકાન્તવાદ ” નામક પુસ્તક વાંચે !
હવે રહી વેદ નિંદાની વાત. હિંસાપ્રધાન ની જૈનોએ જરૂર નિંદા કરી છે. આજ તે વેદધર્મના ઉપાસક હોવાને દાવ રાખનારા આર્યસમાજીએ પણ જેનેની આ વાત સ્વીકારે છે. આવું જ યને માટે છે. જે યજ્ઞોમાં નિર્દોષ, નિરાધાર પશુઓની ક્રૂરતાપૂર્વક હિંસા થતી, તે યજ્ઞો બંધ થયા હોય તે એમાં ભારત કે આર્ય સંસ્કૃતિએ કાંઈ જ ગૂમાવ્યું નથી. જે યમાં ગાય, બળદ, ઘેડા અને મનુષ્યનાં બલિદાન થતાં તે યજ્ઞો બંધ કરાવી જૈનધર્મી જગતને અણું બનાવ્યું છે. યદિ જૈનધર્મના આચાર્યોએ આ પશુસંહાર નરસંહાર બંધ ન કરાવ્યા હતા તે ભારતમાં ઘી અને દૂધની નદીઓ ન વહત, ભારતમાતા કાચું સેનું ન નિપજાવત અને ભારત શ્રી અને ધીથી આટલે પરિપૂર્ણ પણ ન હેત ! આમ છતાં “ગુજરાતી” ના તંત્રીશ્રી ઉટલું જૈનધર્મની નિંદા કરતું અને જૈનધર્મ નાશ પામ્યાનું લખાણ લખે છે ત્યારે જરૂર દુઃખ થાય છે. વળી આજે વે , સ્વામિનારાયણ, કબીર, દાદુ વગેરે બધાયે વેદને નથી માનતા; તે નિંદા પણ કરે છે અને બ્રાહ્મણે રચી કાઢ્યા છે; એમ કહે છે.
શંકરાચાર્યજીએ ધર્મના નામે હજારે જૈન સાધુઓ-બદ્ધ ભિક્ષુઓને શિરચ્છેદ કરા એમાં કઈ આર્ય સંસ્કૃતિની સાધના હશે? એક ધાર્મિક મતભેદની ખાતર આર્ય સંસ્કૃતિના પૂજારી, આર્યસંસ્કૃતિના વિષાક અને રક્ષકને શિરચ્છેદ કરાવવા કટિબદ્ધ થવું, એમાં કઈ ધર્મ ભાવના હતી ? આર્ય સંસ્કૃતિને વિનાશ કેણે કર્યો છે તે ફરીવાર તંત્રીજી જરૂર વિચારે ! આર્ય સંસ્કૃતિને ખરે વિકાસ એમાં જ છે કે પ્રાણી માત્રને જીવન દે અને જીવો. પ્રાણું માત્ર સાથે મૈત્રી, પ્રમેદ, અવૈર, અક્રોધ, અદબ રાખે !
આગળ વધતાં તંત્રીજી લખે છે “જૈને એ ખોટાં ભારત, રામાયણ, હરિવંશ અને ઉત્તમ પુરાણ વગેરે રચ્યાં. પણ તે મૂળે છેટી હકીકતના ભરેલાં તેથી પ્રચારમાં આવ્યાં નહિં.”
For Private And Personal Use Only