________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧િ૦).
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
શ્રી ચુનીભાઇના વાકયમાંના ઔચિત્ય પૂર્વક શબ્દ તરફ અમે શ્રી. ચુનીભાનું અને બધાનું ધ્યાન દેરીએ છીએ. જે વાત અમે ઉપરનું લાંબું વાક્ય લખીને કરી તે જ વાત શ્રી. ચુનીભાઇએ આ એક શબ્દમાં સમાવી દીધી છે. જાણતાં અજાણતાં પણ એક નર્યા સત્યને સ્વીકાર આપમેળે થઈ જાય છે, એ વાતને આ એક સરસ પૂરાવો છે.
એક ઐતિહાસિક વ્યક્તિને કલ્પિત પાત્રના જોરે વ્યભિચારી બતાવવામાં આવે. એક કલ્પી કાઢેલી વાર્તાના જોરે આખા સમુદાયને અનાચાર માટે પ્રેરણા કરતે બતાવવામાં આવે અને એક કલ્પિત ઘટનાના ઘેર એક ઐતિહાસિક વ્યકિતએ કદી નહી કરેલું ધર્મમર્યાદાનું ઉલ્લંધન બતાવવામાં આવે અને છતાંય ઔચિત્યની મર્યાદા અખંડ રહે, એ શ્રી. ચુનીભાઈએ સ્વીકારેલ ઔચિત્ય કેવા પ્રકારનું હશે તે સમજી શકાતું નથી.
શ્રી ચુનીભાઈ તરફથી અમને બે પત્ર મળ્યાં છતાં અને તે પત્રમાં બીજી ઘણું બાબતને ઉલ્લેખ હેવા છતાં મંત્રી આભડ બાબત તેઓએ કેમ કશું નથી લખ્યું, એ સમજવું મુશ્કેલ નથી.
શ્રો. ચુનીભાઈ કહે છે કે “તમે તેમ (કલ્પિત પાના ઉચિત ઉપયોગને ) માનતા નથી”. નવલકથામાં કલ્પિત પાત્રોના ઉપયોગ પરનું અમારું માનવું શું છે તે ઉપર ટકેલ વાકયમાં અમે જણાવ્યું છે. તે વાકય જઈને શ્રી. ચુનીભાઇનું આ કથન કેટલું સાચું છે તેને ન્યાય સુજ્ઞ વાચકે પિતે જ કરે !
આ પ્રસંગે એક વાત આપણે સૌ જાણી લઈએ કે જે પુરૂષો પિતાના શેર્ય, ઔદાર્ય, ત્યાગ, ધર્મસેવા, સમાજસેવા, જનસેવા કે પ્રખર પાંડિત્યના જોરે અમર બન્યા હોય તેમને કમલના જોરે કે જબાનના જોરે બેટા આક્ષેપો દ્વારા કદી કલંક્તિ કરી શકાતા નથી. તેમનું વ્યક્તિત્વ તે સદાય નિર્મળ જ રહે છે. છતાં તેમના માટે જ્યારે ખોટા આક્ષેપિથી ભરેલું લખાણ લખવામાં આવે છે ત્યારે તેમાં તે લેખકની તે વ્યકિતઓ પ્રત્યેની અશુદ્ધ કે અનુ મને કૃત્તિ સિવાય બીજું કશું નથી હોતું. અને બીજી તરફ આના પડઘા રૂપે જે સમાજ, ધર્મ કે દેશના ક્ષેત્રમાં એ વ્યક્તિએ પિતાનું જીવન--સમર્પણ કર્યું હોય તે સમાજ, ધર્મ કે દેશના લોકોની લાગણીઓ દુભાય છે. અને આ દુઃખના નિવારણને એક માત્ર ઇલાજ તેને પ્રતીકાર છે. અલબત્ત આ પ્રતીકાર જાહેર જ હોય એવું કશું નથી.
લેખન કાય એક બહુ જ જવાબદારી ભર્યું અને પરમ પવિત્ર કાર્ય છે. એમાં કયાંય પણ જાણે અજાણે ભૂલ ન થઈ જાય એ જ ઇષ્ટ છે. છતાં કયાંય ભૂલ થઈ ગઈ જણાય તો તેને યે સુધાર એ વધુ ઇષ્ટ અને જરૂરી છે.
શ્રી. ચુનીભાઇ કદાચ એમ માનતા જણાય છે કે અચર્ચાના સવાલ જવાબમાં વિશેષ નહીં ઉતરવાથી આ દુઃખદ ચર્ચા દબાઈ જશે, પણ એક વાત જરૂર સમજવી ધટે કે એક દુ:ખજનક કે અણગમતા દૃશ્ય ઉપર પડદો નાખવાથી એ દૃશ્ય નાશ નથી પામતું. એ તે જેમનું તેમ કાયમ જ રહે છે અને અવસરે પિતાની હસ્તિને પ્રભાવ બતાવે જ છે.
આ બધી વસ્તુને વિચાર કરીને શ્રી. ચુનીભાઈ પોતાના હાથે થઈ ગયેલ સ્થલનાને સુધારવાનું પગલું ભરે, એમ હજુય અમે ઇચ્છીએ છીએ ! અસ્તુ !
For Private And Personal Use Only