________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨-૩ ] સંપાદકીય વકતવ્ય
[૧૦૩] તેમના દષ્ટિબિંદુમાં તેમને વિશાળ અંતર જણાય છે અને એમ કહીને તેઓ આ ચર્ચા ભીની સલાઈ જાય એમ ઇચ્છતા હોય એમ લાગે છે.
અમે આ બાબતમાં તેમની સાથે કેવી રીતને પત્રવ્યવહાર કર્યો છે, એ પત્ર-વ્યવહારનાં ધારનું અને ક્ષેત્રને કેવી રીતે મૂળ વસ્તુને સ્પર્શી રહે એટલાં મર્યાદિત રાખ્યાં છે તથા અંગત આક્ષેપ તેમજ “રાજમહત્યા ”ને આખા પુસ્તકને લગાવવાના પ્રયનથી અમે કેટલા દૂર રહ્યા છીએ; એ બધું એ આખે પત્રવ્યવહાર પોતે જ કહી શકે એમ છે. અત્યાર સુધી ચર્ચાએલા આ આખાય પત્ર-વ્યવહારમાં વિતંડાવાદની ગંધ સરખી પણ નથી, એમ કોઈ પણ તટસ્થ વાંચનાર કહ્યા વગર નહીં રહે. આ પ્રકરણ ઉપાડયું તે વખતે અને અત્યારે પણ અમારી તે એક જ દૃષ્ટિ હતી અને છે કે કોઇ પણ રીતે આ પુષ્કતમાંના આવા લખાણ પરત્વે, જાહેરમાં વધુ હે હા કર્યા વગર કે જાહેર પેપરમાં લાંબી ચર્ચામાં ઉતર્યા વગર, શ્રી ચુનીભાઈ સાથે સીધે પત્રવ્યવહાર કરીને ગ્ય સમાધાન કરવું જેથી એક (સ્થાનકવાસી ) જન લેખકના હાથે જનો માટે જે કાંઈ લખાયું હતું તેનું પરિમાર્જન થઈ જાય. આ પ્રશ્ન પર જાહેરમાં ચર્ચા કરવાની અમારી જરા પણ ઇચ્છા ન હતી. અમે તે માનીએ છીએ કે જાહેર ચર્ચા કરતાં અંદર અંદરની વાટા ઘાટ આવા પ્રસંગે વધુ ઉપયોગી થઈ પડે છે. આ વાતને પ્રત્યક્ષ પુરાવો એ છે કે આ અંગે અમે જે પ્રથમ પત્ર શ્રી. ચુનીભાઈને લખ્યું હતું તેને અમે વર્તમાનપત્રોમાં પ્રગટ કરવા મોકલ્યા ન હતા. આ પ્રકરણ જાહેરમાં મૂકવાનું પ્રથમ પગલું શ્રી. ચુનીભાઇએ, તેમણે અમારા ઉપર તા. ૧૨-૮-૩૭ લખેલા પત્રની નકલ જાહેરાત માટે જૈન વર્તમાનપત્રો ઉપર મેકલીને ભર્યું છે. જ્યારે તેમણે આ પ્રમાણે વર્તમાન-પત્રને આશરો લીધો ત્યારે એ આખું પ્રકરણ જાહેર સમક્ષ મૂકવાનું અમારા માટે અનિવાર્ય થઈ પડયું.
આ આખું પ્રકરણ ઉપસ્થિત થવાનું મૂળ કારણ નવલકથામાં કલ્પનાને-કલ્પિત પાત્રોને અને કલ્પિત ઘટનાઓને-ઉપયોગ છે. અંતિહાસિક નવલકથામાં કલ્પના કે કલ્પિત પાત્રોને સમૂળગું સ્થાન ન હોય એમ અમે કહેતાં નથી– કોઈ પણ કહી શકે નહીં. અમે તે માત્ર એટલું જ કહીએ છીએ કે એ કલ્પના-કલ્પિત પાત્ર અને કલ્પિત ઘટનાને ઉપયોગ એ ન જ થઈ શકે કે જેથી નિર્દોષ પાત્ર દોષિત બને કે એક ઐતિહાસિક વ્યક્તિના જીવનમાં ન બનેલી ખરાબ બીના તેના જીવન સાથે વણીદેવામાં આવે. આ જ વાત અમે અમારા તા. ૧પ-૮-૩૭ના પત્રમાં નીચેના શબ્દોમાં લખી છે –
“ઐતિહાસિક નવલકથા લખવામાં કલિપત પાત્રાનું સર્જન કરવું જે અનિવાય જ હેય તે, કલ્પિત પાત્રને સંબંધ કલ્પિત પાત્રો પરતે અથવા તો સાચાં પાનું વ્યકિતત્વ દૂષિત ન થતું હોય તેટલા અંશે મર્યાદિત રાખવો જોઈએ.”
અમને એ વાત લખતાં આનંદ થાય છે કે શ્રી. ચુનીભાઈએ પણ અમારી આ વાતને તેમના પત્રમાં જુદા શબ્દોમાં સ્વીકાર કર્યો છે. આ રહ્યા એમના શબ્દો --
“હું માનું છું કે કલ્પિત પાત્રને સંબંધ ઐતિહાસિક પાત્રો સાથે ઈષ્ટ કે અનિષ્ટ હરકેઈ પ્રસગમાં ઔચિત્ય પૂર્વક જોડી શકાય તમે તેમ માનતા નથી.”
For Private And Personal Use Only