________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨-૩]
સંપાકીય વકતવ્ય
વિના તમે માત્ર એકાંત દષ્ટિએ દેશે જ શોધવા મથે છે; અને એવા અન્યાયી દોષોધનને આધારે જેને મેં હલકા ચિતરવાના ઉદેશથી એ કથા લખી હેય એવું આપણું કરે છે, ત્યારે મને આશ્ચર્ય અને ખેદ થાય જ.
એ પત્ર ઉપરથી મારી અને તમારી ઇતિહાસને વાંચવા-સમજવાની દૃષ્ટિમાં પણ અપાર અંતર રહેલું જણાય છે.
મેં પાંસાની વાર્તાને સંબંધ “રાજહત્યાના એક જ પ્રકરણું સાથે છે, છતાં તમે માની લે છે કે બધું સાવ કાલ્પનિક અને અંગ્રેજી નવલિકાની અસર તળે લખાયું છે !
હું માનું છું કે ઐતિહાસિક વાતાવરણના પીઠબળથી વાસ્તવિક કલ્પના કોઈ પ્રસંગને માટે કરવામાં આવે તે તે ખોટી ન કહેવાય. તમે તેને ખેતી માની લે છે.
માનું છું કે કલ્પિત પાત્રને સંબંધ ઐતિહાસિક પાત્ર સાથે ઇષ્ટ કે અનિષ્ટ હાઈ પ્રસંગમાં ઔચિત્યપૂર્વક જોડી શકાય. તમે તેમ માનતા નથી.
માનું છું અને જૈન રાસાના કવિઓ તથા કથાલેખકો વગેરે પણ માનતા જણાય છે કે સ્વયં ભવ્ય પાત્રને કલ્પનાપૂર્વક વિશેષ ભવ્ય આળેખવાના યત્નથી સાહિત્યના કશી હાની થતી નથી. તમે માને છે કે તેથી સ્વયંભવ્યતા મારી જાય છે !
આપણી માન્યતાઓ અને દૃષ્ટિ વચ્ચે જ જ્યાં આટલું વિશાળ અંતર રહેલું છે, ત્યાં “રાજહત્યાનાં પાત્ર અને પ્રસંગે વિષે વધુ ચર્ચા કરવી અને નિરર્થક લાગે છે. એ વિતંડા બની જાય એ પણ સંભવ રહે છે, એટલે તમને સંતોષવાનું મારે માટે અશક્ય બન્યું છે.
લિ. સેવક
ચુનીલાલ વર્ધમાન શાહ ઉપરને પત્ર મળ્યા પછી અમે તેમને લખેલ એક વધુ પત્રરા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ,
અમારા તા. ૧૫મીના પત્રના જવાબમાં આપને તા. ૨૦મીને પત્ર મળે. આભાર.
અપને પત્ર જોતાં હવે આ બાબતમાં આપ વધુ ચર્ચા કરવા ન ઈચ્છતા હે એમ લાગે છે; છતાં અમારા ઉપર એકાંત દષ્ટિનું દેવારોપણ કરનાર આપને અનેકાંત દષ્ટિથી આ સંબંધમાં કંઈક વિચારવાનું કદાચ મન થાય અને પરિણામે આ પત્ર-વ્યવહારનું કંઈક શુભ પરિણામ આવે; કંઈક એવી આશાએ આપને આ એક વધુ પત્ર લખો અમે પ્રેરાયા છીએ.
આપના પુસ્તકમાં અમે એકાંત દે જ શોધવા મથીએ છીએ, એમ આપે લખ્યું; પરંતુ તે બરાબર નથી, આપના પુસ્તકમાં ઘણુંય સારું પણ છે. પરંતુ આ સંબંધમાં થયેલ આપની અને અમારી વચ્ચેને પત્રવ્યવહાર આપના પુસ્તકની સમલેચનાની દષ્ટિએ તે થ જ નથી. એ તે કેવળ આપની અને અમારી વચ્ચેના અમુક મતભેદને લઈને જ લે છે, એટલે એમાં આખા પુસ્તકના સમગ્ર ગુણદોષની વિચારણને અવકાશ ન જ હોઈ શકે, એમાં તો કેવળ એ મતભેદ સંબંધી જ ચર્ચા થઈ શકે.
For Private And Personal Use Only