Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૨ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ વળી આપને, આપે કપ નથી લખેલું પણ બધું સારું જ લાગતું હોય ત્યારે આપના ઉપર પણ એકાંત દૃષ્ટિને દેષ કેમ ન મૂકી શકાય? આપ જે વિચારી શકો તે આપને જણાયા વગર નહિ રહે કે આપના પુસ્તકમાં કેવળ દેષ શેધવાનો અમારો જરાય ઈરાદો નથી. ઉલટું આપના પુસ્તકમાં ગમે તે રીતે જે દેશે આવી ગયા છે તેનું પરિમાર્જન કરીને પુસ્તકને દેષમુક્ત કરવાનો જ અમારે ઈરાદો છે. અત્યાર સુધીના પત્રવ્યવહારમાં દર્શાવેલો આપની અને અમારી વચ્ચે મતભેદ નાચેની બે જ બાબતમાં સમાઈ જાય છે: (૧) ભાણુમતીનું પાત્ર. (૨) મહાકવિ રામચંદ્રનું રાત્રિના વખતે પાલખીમાં બેસીને રાજમહેલમાં જવું. આપણી વચ્ચેના આ મતભેદનું અંતર ન સાંધી શકાય એવું પણ નથી. કારણકે એ બન્ને વસ્તુઓ ઈતિહાસના આધાર વગરની–સાવ કાલ્પનિક-હોવાની બાબતમાં આપણે બને એકમત છીએ, તે પછી આપણા બન્ને વચ્ચેની એ એકમતીના પાયા ઉપર સમાધાનીનું ચણતર થઈ શકે તે કેવું સારું ? એક વસ્તુ સોએ સો ટકા ઐતિહાસિક હેવા છતાં જે તે રજૂ કરવા જતાં કોમી લાગણી દુભાતી હોય કે ઉશ્કેરાતી હોય અથવા ફિરકા-ભેદ મજબૂત થતું હોય તે તે વસ્તુ ન લખવી જોઈએ; ન લખી શકાય, એ વાત આપના ધ્યાનમાં જ હશે. તે પછી જે વસ્તુ સાવ કલ્પિત હેય તે માટે તે કહેવું જ શું ? અમને તે ભય છે કે જે આ પ્રકરણ આટલેથી નહીં અટકે તે તેથી સમાજમાં વધુ અશાંતિ ફેલાશે. આ અશાંતિ ન થવા પામે તે માટે અમે તો દરેક રીતે સમાધાનને જ ચાહીએ છીએ. આમાં આપના પુસ્તક ઉપર ખોટી ટીકા કરવાનો સવાલ જ નથી. કોઈ પણ જાતનો વિતંડાવાદ કે બિન જરૂરી ચર્ચા કરવાને ઉદેશ હેત તે આપની સાથેને આ રીતને પત્રવ્યવહાર જ ન જનમે હેત છતાં આપને એમાં વિતંડાવાદ કે નિરર્થક ચર્ચા જેવું લાગે છે તેમાં કેનો દેવ ? અમે તે હજુય આશા રાખીએ છીએ કે આપ આ સંબંધી વિશેષ વિચાર કરશે અને સમાધાન માર્ગ સ્વીકારી આ માટે યોગ્ય પગલાં ભરશે ! અસ્તુ. વધુ શું? પત્રની પહોંચ લખશો. એ જ. તિ. આપનો રતિલાલ દીપચંદ દેસાઈ વ્યવસ્થાપક આ પત્રને અમને શ્રી. ચુનીભાઈ તરફથી હજુ સુધી કશે જવાબ નથી મળ્યો. આ પત્ર-વ્યવહાર પ્રગટ કરતી વખતે એ વાત જણાવતાં અમને ઘણું જ દુઃખ થાય છે કે શ્રી ચુનીભાએ, આ બાબતમાં જનનું સમાધાન થાય તે દિશામાં પગલું ભરવાનું ઉચિત નથી ધાર્યું. તેમણે જે કાંઇ લખ્યું છે-તેમની કલમથી જે કોઈ લખાઈ ગયું છે તે સઘળું સાચું અને સારું જ લખાયું છે એમ હજુય તેઓ માને છે. આ સંબંધી વધુ ચર્ચા કરવા જતાં વિતંડાવાદ થઈ જવાને તેમને ભય લાગે છે. અમારા અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60