Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 3
________________ દીપોત્સવી અંક] જેન ન્યાયનો વિકાસ [૧૩] સમસ્યાઓ પોતાના અનુયાયી સિવાય અન્યને સમજાવતા ન હતા. આવા સમયે શ્રી હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા હતા. જ તેઓ જાતે બ્રાહ્મણ હતા. ચૌદ વિદ્યાના પારંગત હતા. અને સત્ય સમજાયા પછી જૈન બન્યા હતા. તેમણે શાસ્ત્રાર્થ કરી બોદ્ધોને હરાવ્યા હતા, અને અનેક જૈન-ન્યાય ગ્રન્થની રચના કરી હતી. તે સમયના બાદોના જોરને અને શ્રી હરિભસૂરિજીની પ્રતિભાને ખ્યાલ નીચેના એક પ્રસંગથી સારી રીતે આવી શકશે. શ્રી હરિભદ્રસૂરિજીના બે ભાણેજ-શિષ્ય હંસ અને પરમહંસ ઘણુ બુદ્ધિશાળી હતા. ન્યાયની પરાકાષ્ટાએ પહોંચવાની અને બ્રાદ્ધન્યાય શિખવાની તેમની ખૂબ ઈચ્છા હતી અનેક વ્યવસાય વગેરેને કારણે શ્રી હરિભદ્રસૂરિજી શિક્ષણ આપી શકતા ન હતા, માટે તે બને બદ્ધ-સમ્પ્રદાયમાં શીખવા માટે ગયા. શિક્ષણ લીધા બાદ બદ્ધોને ખબર પડતાં તે બન્નેને મરાવી નાખવાનો પ્રબન્ધ કર્યો. આ વાતની એ બનેને જાણ થઈ એટલે તેઓ ત્યાંથી ભાગ્યા. એક જણ વચમાં સપડાઈ જવાથી મરણ પામ્યા, અને બીજા એક હરિભદ્રસૂરિજી પાસે આવી પહોંચ્યા અને બધી હકીકત કહી તરત જ સ્વર્ગસ્થ થયા. વ્હાલા શિષ્યના આમ અકાલ અવસાનથી શ્રીહરિભદ્રસુરિજીને ધ થયો. બ્રાદ્ધોને શાસ્ત્રાર્થ કરવા આમંત્રણ મોકલાવ્યું. ત્યારે તે બળતી કડાઈમાં પડે. બૈદ્ધો હાર્યા. આચાર્ય મહારાજે ૧૪૪૪ બ્રાદ્ધોને મારવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ મહારાજશ્રીના ઉપદેશથી ક્રોધ શાન્ત થયે અને સંકલ્પ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લીધું અને તે પ્રાયશ્ચિત્ત તરીખે ૧૪૪૪ ગ્રન્થની રચના કરી. હાલ પણ તેમના ઉપલબ્ધ ગ્રન્થમાં વિરદ શબ્દ આવે છે તે હંસ અને પરમહંસના વિયોગને સૂચક છે. તેમના વિરચિત ન્યાયગ્રન્થ આ છે–૧ અનેકાન્તવાદપ્રવેશ, ૨ અનેકાન્તજયપતાકા, ૩ અષ્ટક પ્રકરણે, ૪ ન્યાયપ્રવેશ સૂત્ર-દ્ધિ -ન્યાયના ગ્રન્થ ૫૨) વૃત્તિ, ૫ ધમસંગ્રહણી. ૬ લલિતવિસ્તરા, ૭ પ દર્શનસમુચ્ચય, ૮ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( વૃત્તિયુક્ત ). તેમની ભાષા ઘણી સચેટ છે. હળવે હળવે પણ જે વાત તેઓ બતાવે તે હૃદયમાં તરત જ ઊતરી જાય છે. દ્વાદશદર્શન ટીકાકાર વાચસ્પતિ મિશ્રની અને તેમની લખાણ શૈલીમાં સમાનતા ભાસે છે. અનેકાન્તજયપતાકામાં સ્યાદ્વાદનું અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક સ્થાપન કર્યું છે. ધર્મગ્રણીમાં તેમણે આમાં તથા ધમને વિષય સુન્દર રીતિએ બતાવ્યો છે. નાસ્તિકના શ્રદ્ધોના તથા અન્યોના મતોનો નિરાસ કર્યો છે. દર્શનસમુચ્ચય એકન્દર માધ્યમિક દ્રષ્ટિએ લખ્યું છે અને તેમાં કેવળ છએ દર્શનોની માન્યતા બતાવી છે. છતાં પણ તેમાં રેનદન પ્રત્યેની અભિરચિ તે વ્યક્ત કરી જ છે. લલિતવિસ્તારામાં સચેટપણે જિનેશ્વર ભગવાનની મહત્તા અને જૈનદર્શનની વિશુદ્ધતા બતાવી છે. તેમણે પોતાના ગ્રન્થમાં અનેક દાર્શનિક ગ્રન્થ તથા ગ્રન્થકારેનો ઉલ્લેખ કર્યો છે, તેમાંનાં મુખ્ય આ છે. અવધૂતાચાર્ય, સાંખ્ય દાર્શનિક આસુરિ અને ઈશ્વરકૃષ્ણ, મીમાંસક કુમારિલભટ્ટ, ભાષ્યકાર-પતંજલિ, પાતંજલ યુગાચાર્ય, વૈયાકરણ પાણિની, ભગવદ્દગોપેન્દ્ર, વૈિયાકરણ ભર્તુહરિ, વ્યાર્ષિ, વિધ્યવાસી, શિવધર્મોત્તર વગેરે બ્રાહ્મણ ધર્મિઓ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14