Book Title: Jain Nyayano Vikas Author(s): Dhurandharvijay Publisher: ZZZ Unknown View full book textPage 6
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૬] ૬ તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિજી તેમને સત્તાસમય વિક્રમની ૧૧ મી શતાબ્દિ છે. તે એક સમ ટીકાકાર હતા. તેમણે શ્રી સિદ્ધસેન દિવાકરજીના ‘સન્મતિતક' ઉપર ૨૫ હજાર શ્લાક પ્રમાણુ વિસ્તૃત ટીકા રચી છે. તેમાં દશમી શતાબ્દિ સુધીના ચાલુ સર્વ વાદોની સુન્દર રીતિએ ગેાઠવણ કરી છે. તે ટીકાનું નામ વાદમહાર્ણવ' અથવા ‘તત્ત્વમે‘વિધાયિની' છે. તેમની વાદ લખવાની પતિ ઘણી જ મને ન છે. પ્રથમ ચાલુ સિદ્ધાન્તમાં બિલકુલ નહિ માનનાર પક્ષ પાસે ખેલાવે, પછી કંઇક સ્વીકાર કરનાર પાસે તેનું ખંડન કરાવે તે તેનેા મત પ્રદર્શિત કરાવે, પછી વધુ માનનાર પાસે, પછી ધણું સ્વીકાર કરનાર પાસે ને છેવટ સર્વાંમાં દૂધણુ બતાવવા પૂર્વક સ્વાભિમત સિદ્ધાન્તનું મંડન કરે. તે વાંચતા જાણે એમ લાગે કે આપણે સાક્ષાત્ એક વાદસભામાં જ હાઇએ અને પ્રત્યક્ષ વાદ સાંભળતા હોઇએ. [ વર્ષ સાતમુ • દર્શનશાસ્ત્રમાં મીમાંસા દર્શન સમજવું મુશ્કેલ હેાય છે, તે મીમાંસા દર્શનના આકર ગ્રન્થ કુમારિલ ભટ્ટના ક્ષેાકવાર્તિક'નું આ વાદમહાર્ણવ'માં વિશેષ ખંડનમડન છે. તેથી આ ગ્રન્થ સમજવેા ધણા કઠિન ગણાય છે. ને તે જ કારણે અભ્યાસમાં અલ્પ આવ્યા છે. શાન્તિરક્ષિત કે જેઓ નાલન્દા વિશ્વવિદ્યાલયના મુખ્ય આચાર્ય હતા તેમના બનાવેલ ‘તત્ત્વસંગ્રહ' ઉપરની કમલશીલની બનાવેલ ‘પજિકા’ નામની ટીકા, દિગમ્બરાચાર્ય પ્રભાત્રે રચેલ ‘ પ્રમેયક્રમલમાર્તંડ ' તથા ‘ ન્યાયકુમુદચંદ્રોદય ' વગેરે ગ્રન્થાને આ ટીકામાં ઉપયેગ છે. વાદિ દેવસૂરિજી, મલ્ટિષેણુસૂરિજી તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વગેરેએ સ્થળે સ્થળે આ ટીકાને ઉલ્લેખ તથા છૂટથી ઉપયેાગ કર્યાં છે. ૧૧ મા સૈકા પછી જૈન ન્યાયના મેટા મેાટા ગ્રન્થા રચાયા તે સર્વમાં આ ટીકાની સહાય લેવામાં આવી છે. આ ટીકામાં ગૂંથાયેલ વિષયે। પાછળના ગ્રન્થકારીને સરળતાથી મળી ગયા છે. આ ટીકામાં શબ્દોની બહુ ર્મકઝમક નથી પણ ભાષાપ્રવાહ એક નિર્માંળ ઝરણની માફક સીધા વહે છે. પ્રે. લેયમેને શ્રી અભદેવસૂરિજીના સમ્બન્ધુમાં જણાવ્યું છે જે તેમને ઉદ્દેશ તે સમયમાં પ્રચલિત સર્વ વાદ્યને સંગ્રહ કરી અનેકાન્તવાદનું સ્થાપન કરવાનેા હતેા'-તે આ ટીકા જોવાથી સ્પષ્ટ સમજાય છે, શ્રી અભયદેવસૂરિજી,' ન્યાયવનસિંહ' અને ‘ત પંચાનન' એ બિરુદાથી વિભૂષિત હતા, અને ૮૪ વાદવિજેતા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના પદ્મપ્રભાવક હતા. ૭ શ્રી ધનેશ્વરસૂરિજી તેએ મુંજરાજાના સમયમાં થયા એટલે તેમને! સત્તાકાળ ૧૧ મી વિક્રમ શતાબ્દિના હતા. તેએ ત પંચાનન શ્રી અભયદેવસૂરિજીના પટ્ટધર હતા. ધારાનગરીના સાર્વભૌમ રાજા મુંજે તેઓને પેાતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. તેમણે રાજાની સભામાં અનેક વાદો જીત્યા હતા. પ્રવચનસારાહાર–વૃત્તિમાં શ્રી સિદ્ધસેન લખે કે तदनु धनेश्वरसूरिर्जज्ञे, यः प्राप पुंडरीकाख्यः । निर्मथ्य वादजलधि, जयश्रियं मुंजनृपपुरतः ॥ ૮ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી • પ્રભાવકચરિત્ર 'માં તેમને સ્વર્ગીવાસસમય વિ. ૧૦૯૬ ના જેઠ સુદ ૯ ને મંગળવાર, કૃત્તિકા નક્ષક, જણાવેલ છે. તેમના પ્રત્યે પાટણના ભીમરાજાને અને ધારાનગરીના ભાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14