Book Title: Jain Nyayano Vikas Author(s): Dhurandharvijay Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ [૧૮] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ સાતe ગયા હતા અને સર્વ પ્રઠિત ઉપર વિજય મેળવ્યો હતો. પ્રથમ તે જાજ તેઓના ઉપર પ્રસન્ન થયો હતો પણ પાછળથી તેઓના નામ સત્ય કહેવાના સ્વભાવથી ક્રોધિત થયા હતું. ભોજરાજ સર્વ દેશને એકઠાં કરવાનો પ્રયત્ન કરતો હતો. તે ન થઈ શકે તેમ તેમણે તેને સમજાવ્યું હતું. ભજવ્યાકરણમાં ભૂલો બતાવી હતી. છેવટે ભોજે તેમને દેડક્ટ આપવા વિચાર કર્યો હતો, પરંતુ ધનપાલની ગોઠવણથી તેઓ સુખે પાટણ પહોંચી ગયા હતા. નેચિનાબેય-દ્વિસંધાન મહાકાવ્ય તેમની કાવ્યકતિ છે. ભીમદેવની સભામાં તેમનું સારું માન હતું. ભીમદેવના મામા દ્રોણાચાર્યના તેઓ શિષ્ય હતા અને સંસારપક્ષે ભત્રીજા હતા. ૧૧ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સંવત ૧૦૮૮ માં ૧૬ વર્ષની વયે તેમને આચાર્ય પદ મળ્યું હતું અને તેમને સ્વર્ગવાસ સં. ૧૧૩૯ની લગભગ થયો હતો, એટલે તેમનું આયુષ્ય આશરે ૬૭વર્ષનું થયું. જેન આગમ ઉપર શિલાં કાચાયત અગિયાર અંગમાંથી આદિનાં બે અંગેની જ ટીકા મળતી હતી. તેથી તેમણે વી પ્રેરણાથી નવ અંગ ઉપર ટીકા રચી હતી. જિનેશ્વરસૂરિજીત “સ્થાનકભાષ’ ઉપર તેમની ટીકા છે, હરિન્દ્રસૂરીશ્વરજીના “પંચાશક પર તેમની ટીકા છે. અનેક ગ્રન્થોનું દેહને કરી વૃત્તિ રચવાની તેમની શૈલી અપૂર્વ છે. આજ પણ નવ અંગપરની તેમની દીક્ષ અનેક વિચારણાઓને વેગ આપે છે. સ્તનપાર્શ્વનાથજીની પ્રતિમા તેમના જ આત્મબળે અને પુણ્ય પ્રભાવે પ્રકટ થયેલ છે. તે સમયે તેમનું બનાવેલ “જયતિહુઅણુ” સ્તોત્ર આજ પણ પ્રાભાવિક મનાય છે. તેમની વ્યાખ્યાન અને વિવેચન કરવાની શક્તિ અદભત હતી. એક સમય “ અમ્બરન્તર સાની શક્તિ અદ્દભુત હતી. એક સમય “અમ્બરન્તર'એ અજિતશાન્તિસ્તવ'ની ગાથાનું શંગારિક વિવેચન કરતાં તેમના પર એક રાજકુમારી માહિત થઈ હતી. પછીથી વૈરાગ્ય અને શાન્તરસના ઉપદેશથી તેઓએ તેને પ્રતિબંધિત કરી હતી. તેમની સર્વ ટીકાઓ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં રચાયેલ છે. તેઓને સ્વર્ગવાસ ક૫ડવંજમાં થયો છે. ૧૨ શ્રી ચંદ્રપ્રભસૂરિજી સં. ૧૧૪૯ માં તેઓ વિદ્યમાન હતા. તેમણે દર્શનશુદ્ધિ અને પ્રમેયરત્ન કેષ” એ બે વાયગ્રજો રચ્યા છે. ૧૩ શ્રી વીરાચાર્યજી તેઓ વિક્રમની ૧૨ શતાબ્દિના ઉત્તરાર્ધમાં ગયા. પાટણના સાર્વભૌમ રાજા સિદ્ધરાજને તેમના પ્રત્યે બહુ માન હતું. એક વખત રાજાએ મશ્કરીમાં તેમને કહ્યું કે “ અમારા જેવા રાજાના આશ્રયથી આપશ્રી દીપે છે ! આના પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “પૂર્વ પુણ્યથી પ્રતિભા પ્રસરે છે.” રાજાએ વળી કહ્યું: “ આ સભા સિવાય અન્ય દેશમાં કરશે ત્યારે બીજી બાવાની જેમ અનાથતા સમજાશે.” સૂરિજીએ કહી દીધું કે અમુક સમયે પોતે અહીંથી વિહાર કરશે. સિદ્ધરાજે નગરદ્વારે બંધ કરાવ્યાં. વિદ્યાબળથી આચાર્યશ્રી બહાર નિકળીને પલીપુર પહોંચ્યા, ત્યાંથી મહાબોધ નગરમાં જઈ બૌદ્ધોને વાદમાં હરાવ્યા. ગોપાલગિર (ગવાલિયર) માં રાજાએ ધણું સન્માન આપ્યું ને ત્યાં પણ અન્ય વાદીએાને જીત્યા, રાજએ ચામર છત્ર વગેરે રાજચિહ્યો આપ્યાં. નાગર જઈ જેનદર્શનની શોભા વધારી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14