Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 1
________________ વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ જૈન ન્યાયનો વિકાસ [ દાર્શનિક ગ્રંથકારો અને ગ્રંથનો ટૂંક પરિચય ] મક કકક કકકર *** = = == == = = = = * * = * == = = = = = લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી, શિરપુર ક સમય એવો હતો કે જેમાં શ્રદ્ધાવાદને બહુ મહત્વ અપાતું અને જનતાને કહેવામાં આવતું કે–નિયોકાપર્ધાના મુનિનું વચન તર્ક પ અને પ્રશ્નથી પર છે. વળી પુજા માનવો ધર્મ, જે વેશ્ચિવિત્તિનતમ્ આ સિદ્ધાનિ વારિ, દત્તાનિ દેતુમિ “પુરાણ, મનુએ બતાવેલ ધર્મ, (એ) અંગ સહિત વેદ અને વૈદક, એ ચાર વાનાં આજ્ઞાસિદ્ધ છે. તેને તર્કો વડે હણવાં નહિ.” આવા શ્રદ્ધાવાદથી ભળી જનતા એટલી તો ભેળવાઈ ગઈ હતી કે શાસ્ત્રવાનું નામ સાંભળ્યું કે તેને કંઈ પણ ઉપાય ચાલતો નહિ. આ વાદનું એટલું તો જોર હતું કે તર્કવાદીને રહેવું પણ કઠિન થઈ પડતું, શ્રદ્ધાવાદીઓ તર્કવાદી સાથે સર્વ સમ્બન્ધ છોડી દેતા હતા. શ્રદ્ધાવાદથી લાભ છે કે નુકસાન એ વાત બાજુએ મૂકીએ તે પણ માનવની સ્વાર્થ વૃત્તિએ તે વાદથી ઘણે જ અનર્થ પેદા કર્યો હતો. હિંસામય યજ્ઞયાગાદિ આ વાદથી જ જન્મ પામ્યા હતા. એ અનર્થ એટલે સુધી પહોંચ્યો હતો કે અશ્વમેધ યાગ અને નરમેધ યજ્ઞ કરાતા, લેહી અને ચામડાની (રક્તવતી અને ચર્મવતી ) નદીઓ વહેતી હતી. આ સમયે જનતાને તર્કવાદની ખાસ આવશ્યકતા હતી. તર્કવાદ સિવાય આ અનઈનાં જડમૂલ નિકળે તેમ ન હતાં. તેવા સમયે પરમકૃપાલુ ભગવાન મહાવીરસ્વામીજી ઉત્પન્ન થયા. તેમણે યુક્તિવાદને સૂર્ય ઉગાડે, અને તર્કવાદીઓને પ્રોત્સાહન આપ્યું. તેઓશ્રી તર્કવાદીઓના પુરોગામી બન્યા, ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રે કેવળ શ્રદ્ધાવાદથી–વેદવચનમાં યુક્તિના અભાવથી આત્મા, સ્વર્ગ, પુણ્ય, પાપ, પરભવ આદિમાં શંકિત થયા હતા તે સર્વને મહાવીર મણુએ યુક્તિમાર્ગની દિશા બતાવી, તે જ વેદવચનોથી સ્થિર કર્યા હતા. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશને તર્કસિદ્ધ બનાવ્યો હતો. કઈ પણ તત્ત્વ કે કોઈ પણ પદાર્થની દેશના આ હેતુઓ તો હોય જ. તેથી જ સ્થળે સ્થળે ગૌતમસ્વામીજી પ્રભુને પ્રશ્નો પૂછતા કે છે અરે! ઇવ ? ભગવન્ત ! આમ શા કારણથી કહેવાય છે? મહાવીરસ્વામીજી પોતાના ઉપદેશિત માર્ગને નૈયાયિક-ન્યાયસિદ્ધ માર્ગ કહેતા હતા, જે માટે તેઓશ્રીએ જ કહ્યું છે કે ૬ તવારી સમજાયેલ શ્રદ્ધાવાદ એ કલ્યાણસાધનને રાજમાન છે. તે માર્ગનો પંથ કેવળ વાદી પણ નથી કપાતે તેમ કેવળ મદ્દાવાદથી પણ નથી કપાતો. એ બને, રથના એકેક ચક ના છે. “જો ચશિ :” એ પ્રમાણે બન્ને ચક્રો મળે તે જ આ ધર્મરથ ચાલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14