Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ દીપોત્સવી અંક] જેને ન્યાયને વિકાસ [૧૯] સિદ્ધરાજના આમંત્રણથી પુનઃ પાટણ તરફ વિહાર કર્યો. ચારુપ આવ્યા ત્યારે તેમને મળવા સિદ્ધરાજ ત્યાં આવ્યો હતો. પાટણમાં એક સાંખ્યવાદી વારિસિહ આવ્યો હતો. સિદ્ધરાજે તે વાદીને હરાવવા ગોવિંદાચાર્ય કે જેઓ કર્ણ મહારાજના બાલમિત્ર હતા અને વીરાચાર્યછના કલાગુરુ હતા, તેમને વિનતિ કરી. તેઓએ કહ્યું કે તેને તો વીરાચાર્યજી હરાવશે. પછીથી વીરાચાર્યજીએ ગોવિંદાચાર્યજી સાથે જઈ તેનું સર્વ માન ગાળી નાખ્યું હતું. તે વાદમાં વીરાચાર્યજી પિતાનો પક્ષ મત્તમપૂર છન્દ અને અનુતિ અલંકારમાં બેલ્યા હતા. સર્વાનુવાદની શરત પ્રમાણે સાંખ્યવાદી તે પ્રમાણે બોલી શક્યો ન હતો. એ પ્રમાણે વીરા ચાર્યજી વિજયમાળ વર્યા હતા. વળી સિદ્ધરાજની સભામાં કમલકીતિ નામના દિગમ્બરવાદીને હરાવી સ્ત્રીમુક્તિની સિદ્ધિ કરી હતી. અને વિજય મેળવ્યો હતો. ૧૪ શ્રી મુનિચંદ્રસૂરિજી તેમને સ્વર્ગવાસ વિ. સંવત ૧૧૭૮ માં થયેલ છે, એટલે તેઓ વિક્રમની બારમી શતાબ્દિમાં થયા. તેઓ અખંડ બ્રહ્મચારી અને ઉગ્ર તપસ્વી હતા. તેઓ કાંજી પીને જ રહેતા તેથી “સૌવીરપાયી' તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિજીકૃત “અનેકાન્તજયપતાકા ” પર ટિપ્પન અને “લલિતવિસ્તરા” પર પંજિકા, વગેરે તેમની ન્યાયરચના છે. બીજા પણ કુલ કે, વૃત્તિઓ, પ્રકરણો વગેરે લગભગ ૨૦ થી ૨૫ ગ્રન્થ તેમણે રચ્યા છે. તેઓ વાદનિપુણ હતા. ‘મુદ્રિતકુમદચંદ્રનાટકમાં તેમણે અર્ણોરાજની સભામાં એક શૈવવાદીને છો હતો તેમ ઉલ્લેખ છે. તથા ગુણચંદ્ર નામના દિગમ્બર મહાવાદી સાથે વાદ કરવાનો હતો તે સમયે વાદિ દેવસૂરિજી તેમની સાથે હતા ને તેમની શૈશવ વય હતી. તે વખતે તે વાદીને દેવસૂરિએ જીત્યો હતો. વાદિ દેવસૂરિજીના તેઓ ગુરુ હતા. ૧૫ શ્રી ચન્દ્રસૂરિજી. તેમને સત્તાસમય ૧૧૬૯ ની આસપાસનો છે. મુનિ અવસ્થામાં તેઓ “શ્રી પાર્શ્વદેવ ગણિ” એ નામથી પ્રસિદ્ધ હતા ને આચાર્ય થયા પછી શ્રી ચંદ્રસિરિજી કહેવાયા. તેમણે બૌદ્ધાચાર્ય દિન્નાગકૃત “ન્યાયપ્રવેશક” પર જે હારિભદ્રીવૃત્તિ છે તે પર “પંજિકા રચી છે. અન્યાન્ય વિષયોને ગ્રન્થ પર વૃત્તિ, ટીકા, વ્યાખ્યા તેઓએ સારી રચી છે. ૧૬ મલવારી શ્રી હેમચન્દ્રસૂરિજી તેઓ બારમી સદીના અંતની લગભગમાં થયા. એમના ગુર મલધારી અભયદેવસૂરિજી છે. પૂર્વાવસ્થામાં તેઓ પ્રદ્યુમ્ન નામના રાજમંત્રી હતા. તેમની વ્યાખ્યાનશક્તિ અપૂર્વ હતી. સિદ્ધરાજ જયસિહ કલાકોના કલાક સુધી તેમના વ્યાખ્યાનમાં બેસતે અને કેટલીક વખત સાંભળવાની ઉત્કંઠાથી એકલે તેમની પાસે આવતે. અમુક સ્થળ સુધી સિદ્ધરાજ જયસિંહ તેમની સ્મશાનયાત્રામાં ગયો હતો તેથી સમજી શકાય છે કે સિદ્ધરાજને તેમના ઉપર ધણું જ માન હતું. તેઓએ એક લાખ શ્લેક પ્રમાણે વિવિધ ગ્રન્થાની રચના કરી છે. તેમાં ન્યાયમન્ય તરીકે ગણાવી શકાય તેવી વિશેષાવશ્યકપરની બ્રહદ્દવૃત્તિ છે. તેનું પ્રમાણ ૨૮ હજાર બ્લેક જેટલું છે. ગણધરવાદ, નિતવવાદ, શબ્દ, નય, નિક્ષેપ, જ્ઞાન વગેરે અનેક વિષયો તેમાં ન્યાયશૈલીથી સારી રીતે ચર્ચા છે. આહંતદર્શનના મૌલિક વિચારને તપદ્ધતિમય સ્વરૂપ આ ટીકામાં મળે છે. એ ટીકામાં. ૧ અભયકુમાર ગણિ, ૨ ધનદેવગણિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14