Book Title: Jain Nyayano Vikas Author(s): Dhurandharvijay Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ દીપોત્સવી અંક] જૈન ન્યાયનો વિકાસ [૧૭] રાજને ઘણું માન હતું. તેઓ ભીમરાજાની સભામાં “ કવી” અને “વાદિચક્રવતી' તરીકે વિખ્યાત હતા અને મહાકવિ ધનપાલની પ્રેરણાથી ભેજરાજાની રાજસભામાં ગયા હતા. ભેજરાજાને પિતાની સભા માટે અભિમાન હતું. તેણે શાન્તિસૂરિજીને શરતપૂર્વક કહ્યું હતું કે મારી સભાના એક એક વાદિની છતમાં એક એક લક્ષ દ્રવ્ય આપીશ. શાન્તિસૂરિજીએ બધાં દર્શનના ચેરાશ વાદીઓને તેની સભામાં જીતી ૮૪ લક્ષ દ્રવ્ય ધર્મમાર્ગમાં વપરાવ્યું હતું. અને ભેજરાજે તેમને “વાદિવેતાલ” એવું બિરુદ આપ્યું હતું. તેમણે એક ધર્મ નામના પંડિતને પણ છ હતો અને દ્રવિડ દેશના એક અવ્યક્તવાદી અભિમત પંડિતને પરાજય આપી ગરીબ પશ તુલ્ય કરી દીધો હતો. તેઓની પાસે બત્રીશ શિષ્યા પ્રમાણશાસ્ત્રને અભ્યાસ કરતા હત્તા. એકદા એક કઠિન વિષય ૧૬ દિવસ સુધી શિષ્યોને સમજાવતા છતાં જ્યારે કોઈ પણ શિષ્યને તે વિષય ન સમજાય ત્યારે તેમને દુઃખ થયું. તે સમયે વાદી દેવસૂરિના ગુરુ મુનિચંદ્રસૂરિ ત્યાં જઈ ચડયા હતા. અને તેમણે તે સર્વ વિષયનું વિવેચન અપ્રકટપણે ધ્યાન રાખી કહી આપ્યું હતું. તે સમયે શાન્તિસૂરિજીએ કહ્યું હતું કે “તમે તે રેણુથી આચ્છાદિત રત્ન છે. હે વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણુશાસ્ત્રનો અભ્યાસ કરે અને આ નશ્વર દેહનો અહીં લાભ લઈ લે!” પછીથી ટંકશાળના પાછળના ભાગમાં તેમને રહેવાની સગવડ કરાવી છએ દર્શનનો અભ્યાસ કરાવ્યો હતો. . તેમની ન્યાય લખવાની શક્તિ અપૂર્વ હતી. તે વિષયમાં તેમની બનાવેલ ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ (પાઈયટીકા) પુષ્ટિ આપે છે. ટૂંકમાં સચોટપણે લખવું એ એમની લેખન શૈલીની વિશિષ્ટતા છે. આ ટીકાને આધારે વાદિ દેવસૂરિજીએ સિદ્ધરાજની સભામાં દિગમ્બર વાદી કુમુચન્દ્રને પરાજય આપ્યો હતો. ‘જીવવિચારપ્રકરણ” અને “ચૈત્યવંદનમહાભાષ્યના કર્તા પણ આ જ શાન્તિસૂરિજી હશે કે બીજા તે વિચારણીય છે. તેમના ગુરુનું નામ વિજયસિંહસૂરિજી છે. ૯ શ્રી જિનેશ્વરસૂરિજી તેમને સમય ૧૦૮૨ થી ૧૦૯૫ ની આજુબાજુનો છે, કારણ કે તેટલા સમયમાં બનાવેલ તેઓના ગ્રન્થ વિદ્યમાન છે. તે સમયે પાટણના તખ્ત પર દુર્લભરાજ રાજ્ય કરતે હતો. તેની સભામાં તેઓનું સારું માન હતું. તેઓએ શ્રી હરિભદ્રસૂરિજીના “અષ્ટક પ્રકરણ” ઉપર વૃત્તિ રચી છે, જે અનેક ન્યાયવિચારોથી પૂર્ણ છે. તેમાં શુદ્ધ દેવ, મૂર્તિપૂજા, મુક્તિ વગેરે ઘણું વિષયો તર્ક દૃષ્ટિથી ચર્ચા છે. અને “પ્રમાણલક્ષણ” નામને ન્યાયગ્રન્થ પત્તવૃત્તિ સહિત રચે છે. ૧૦ શ્રી સુરાચાર્યજી તેમને સત્તાસમય ૧૧ મી સદીને છેવટ ભાગ અને બારમી સદીની શરૂઆત છે. તેઓ શબ્દશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્ર વગેરેમાં નિપુણ હતા. પોતાની શક્તિ માટે તેમને માન હતું. તેમની પાસે અનેક શિષ્ય અભ્યાસ કરતા હતા. તેમને તાપ અપૂર્વ હતો. શિષ્યની ભૂલ થાય કે તરત જ માર પડતું. અને એમ થતાં હંમેશ એવામાં રાખવાની લાકડાની એક દાંડી તૂટી જતી હતી. ગુરુમહારાજના મમ વચનથી ભેજરાજાની સભામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14