Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ દીપાત્સવી અંક] જૈન ન્યાયના વિકાસ [ ૨૧ ] કીર્તિની વિખ્યાતિ કરી છે. યશશ્ચન્દ્રે તે આ વાદના સમ્પૂર્ણ પ્રસંગનું વર્ણન આપતું ‘૧મુદ્રિતકુમુદચન્દ્ર’પ્રકરણ રચ્યું છે, જે ઘણું રાચક છે. , તેમનામાં ગ્રન્થરચનાની શક્તિ પણ અદ્ભુત હતી. તેઓએ જૈન ન્યાયના પ્રવેશ માટે ઉપયેાગમાં આવે તેવા ૩૭૪ સૂત્ર પ્રમાણુ ‘પ્રમાણુનયતત્ત્વાલાકાલ’કાર.' નામને ન્યાયને મૂલગ્રન્થ આઠ પરિચ્છેદમાં રચ્યા છે. તેના પર તેએાશ્રીએ જ · સ્યાદ્વાદરત્નાકર ’ નામની વિસ્તૃત વૃત્તિ લખી છે, તેનું પ્રમાણ ૮૪૦૦૦ હજાર મ્લાક જેટલું છે. તેમાં દાર્શનિક વિષયાનું સુન્દર ખંડનમંડનાત્મક સ્વરૂપ છે. જો કે તે વૃત્તિ હાલમાં સમ્પૂર્ણ ઉપલબ્ધ નથી તા પશુ જેટલી ઉપલબ્ધ છે તેટલી સારી રીતે પ્રકાશમાં આવેલ છે. તે વૃત્તિનું કાઠિન્ય પણ ધણું સમજાયેલ છે. તેમાં પ્રવેશાર્થે તેમના શિષ્ય રત્નપ્રભસૂરિજીએ ‘ રત્નાકરાવતારિકા ' નામની લઘુ વૃત્તિ મૂલસૂત્ર પર રચી છે. તેમાં ‘સ્યાદ્વાદરત્નાકર'ની ખૂબ ગંભીરતા બતાવી છે. તેઓએ તથા અન્ય આચાર્યાએ ‘ સ્યાદ્વાદરત્નાકર ’ના ઘણા વખાણ કર્યા છે. ‘ સ્યાદ્વાદરત્નાકર ’ની રચનામાં વાદિ દેવસૂરિજીના એ શિષ્યા ભદ્રેશ્વરસૂરિ અને રત્નપ્રભસૂરિજીએ સહકાર આપ્યા હતા. આ માટે તેઓએ જ લખ્યું . છે કે किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे यत्रातिनिर्मलमतिः सतताभियुक्तः । भद्रेश्वरः प्रवरसूक्तिसुधाप्रवाहो, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥ ૧૮-૧૯ શ્રી અમરચંદ્રસૂરિજી અને શ્રી આનદસૂરિજી આ બન્ને આચાર્યા વિક્રમની બારમી સદિમાં થયા. તેમણે સિદ્ધરાજની સભામાં બાલ્યાવસ્થામાં જ વાદીઓને હરાવી વિજય મેળવ્યેા હતા, તેથી સિદ્ધરાજે તેને અનુક્રમે ‘સિંહશિશુક’ અને ‘વ્યાધ્રશિશુક' એવાં બિરુદ આપ્યાં હતાં. શ્રી અમરચંદ્રસૂરિજીએ ‘ સિદ્ધાન્તાવ' નામને ગ્રન્થ રચ્યા છે. ડા. શતીશચંદ્ર વિદ્યાભૂષણ, ઉપરના એ બિરુદને આધારેમહાતાર્કિક ગંગેશાપાધ્યાયે ‘તત્ત્વચિન્તામણિ’ નામને નવ્યન્યાયને મહાગ્રન્થ રચ્યા છે, તેમાં વ્યાપ્તિસ્વરૂપ પર લખતાં વ્યાપ્તિનાં બે લક્ષણાનું નામ ‘સિંહ- વ્યાઘ્ર લક્ષણ' એવું આપ્યું છે, કદાચ તે એ લક્ષણા ઉપરાક્ત બે મહાતાર્કિકાની માન્યતાનાં હાય,—એમ અભિપ્રાય બતાવે છે. ૨૦ શ્રી દેવભદ્રસૂરિજી આ આચાર્ય બારમી સદીને અન્તે થયા. તેમણે ‘ ન્યાયાવતાર ’ પર ટિપ્પણુ રચ્યું છે. મુનિચંદ્રસૂરિજીથી તેઓએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પેાતાના ગુરુ શ્રીચંદ્રસૂરિજીની ‘સંગ્રહણી' પર વૃત્તિ રચી છે. તેમાં નીચેના પ્રત્યેનાં ઉલ્લેખ અને અવતરણા આપ્યાં છેઃ ‘ અનુયાગ દ્વારચૂર્ણિ, ’ ારિભદ્દી ‘ અનુયાગદાર ટીકા,' ગન્ધ હસ્તિ હારિભદ્રી તત્ત્વાટીકા, મલયગિરિ-બૃહત્સંમહણીવૃત્તિ, હારિભદ્રી બૃહત્સંગ્રહણીવૃત્તિ, ભગવતીવિવરણ, વિશેષણુવતી, સૂર્ય પ્રજ્ઞસિનિયુક્તિ વગેરે. ' ૨૧ શ્રીમલયગિરિજી તે તેરમી શતાબ્દિની શરૂઆતમાં થયાના હતા. અનેક ગમેા પર તેઓએ ટીકા લખી છે. ૧ આ ગ્રંથ ઉપર અમેએ વૃત્તિ બનાવી છે. તે સભા-સુરત તરફથી પ્રસિદ્ધ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સંભવ છે. તેઓ એક સમથ ટીકાકાર તેમની ટીકા ધણી સરલ અને તલસ્પર્શી વૃત્તિ ચેાડા સમય બાદ જૈન સાહિત્યવક www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14