________________ યાકિનીધર્મનું પૂજનીય આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી [તેઓશ્રીના જીવન અને કવનની નોંધ] = ======== = ==== == = ==== === ===ાય લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી કનકવિજયજી, ધ્રાંગધ્રા (1. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિશિષ્ય) | સંસ્કૃતિ એ ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આદર્શને ઝીલીને પોત પોતાના દષ્ટિકોણથી તેને પચાવનારાં અને જગતમાં પ્રચારનારાં આ છ દર્શને મુખ્યતઃ અસ્તિતાને ધરાવનારાં છે. તે છ દર્શને આ મુજબ છે: બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જેમિનીય; અથવા ન્યાય તેમજ વૈશેષિક દર્શનને અમુક દષ્ટિયે અભિન્ન સ્વીકારતાં છેલ્લું ચાર્વાક દર્શન. “વદર્શનસમુચ્ચય'માં આ કમથી દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનદર્શન આ છ દર્શનમાં સર્વશ્રેષ્ઠ ધર્મદર્શન છે. ત્રિકાલાબાધ્ય અને અવિસંગત અનેકાન્તતત્વવ્યવસ્થાના નક્કર પાયા ૫ર શ્રી જૈનદર્શનની ભવ્ય ઈમારત ઊભેલી છે. કે જેના એક પણ કાંગરાને હલાવવાને કાઈ સમર્થ નથી. આ કારણે જગતનાં સર્વ ધર્મદર્શનોમાં મેરની જેમ અડગ બનીને જૈનદર્શન સૌની મોખરે ઊભું છે. જ જૈનદર્શનની પ્રતિપાદનશૈલી અનુપમ છે. એની તત્વવ્યવસ્થા અવિસંવાદિની છે. આથી જ જગતના ઈતર ધર્મદર્શનમાં જળવાઈ રહેલી અબાધ્ય તત્ત્વવ્યવસ્થા પણ જૈનદર્શનમાંથી જ તરી આવેલી છે એમ કહી શકાય. “ઈતર સર્વ દર્શનનું મૂળ જેનદર્શન છે? આ મુજબનું પ્રામાણિક વિધાન કોઈ પણ પ્રકારના આગ્રહ વિના કરી શકાય તેમ છે. કહેવું જોઈએ કેઃ ઈતર સર્વ દશનોની જેમ જૈનદર્શનનો આધાર તેને વિશાલ સાહિત્ય છે. જેનદર્શનનું સાહિત્ય સર્વતોમુખી, અમાપ અને અપ્રતીમ છે. ભૂતકાલીન શાસનપ્રભાવક પૂજનીય જૈનાચાર્યોએ પિતાની અપૂર્વ પ્રતિભા, અખંડ શાસનરાગ અને અપ્રતીમ પ્રભાવકશક્તિ, આ વગેરેના યોગે, શ્રી જૈનદર્શનના સાહિત્યવૃક્ષને સારી રીતે નવપલ્લવિત રાખ્યું છે, કે તે ફાલ્યા-ફૂલ્યા સાહિત્યક્ષનાં સુમધુર ફળને આજે આપણે, તેવા પ્રકારના વિશેષ પ્રયત્નો વિના, સુખપૂર્વક ચાખવાને ભાગ્યશાળી બન્યા છીએ. જેનશાસનના વિસ્તૃત આકાશપટપર ઝળહળતો પ્રકાશ પાથરનારા ભૂતકાલીન અવશ્ય રિદેવારૂપ તારકગણની મધ્યમાં યાકિનીધર્મનું આચાર્યભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અતિશય ગૌરવભર્યું છે. એ પૂજનીય સૂરીશ્વરની પ્રૌઢ પ્રતિભા, અવિહડ શાસનરાગ અને ત્રિવિધયેગે જૈન સાહિત્યની સેવા કરવા માટેની અપૂર્વ અતિવૃત્તિઃ આ સઘળાયના વેગે તેઓશ્રીનું પુણ્યનામ જેન તવારીખમાં સુવર્ણાક્ષરે નોંધાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com