Book Title: Jain Nyayano Vikas
Author(s): Dhurandharvijay
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ દીપાસવી અંક જૈન ન્યાયના વિકાસ [૨૩] 'સિદ્ધહેમશબ્દાનુશાસન’ બૃહદ્વ્રુત્તિ ઉપર ૧૩૦૦૦ ક્લાકપ્રમાણ ન્યાસ રચ્યા છે. તે બન્નેએ મળી સ્ત્રાપત્તવૃત્તિ યુક્ત ‘દ્રવ્યાલ કાર ’ નામા ન્યાયગ્રન્થ રચ્યા છે. તેમાં ત્રણ પ્રકાશ છે. પહેલામાં જીવદ્રવ્યનું સ્વરૂપ, બીજામાં પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ તે ત્રીજામાં ધર્માધ આકાશ આદિનું સ્વરૂપ-આ સર્વાં પ્રમાણથી સિદ્ધ કરેલ છે. ૨૬ શ્રી પદ્યુમ્નસૂરિજી તે તેરમા સૈકામાં થયા. તેમણે ‘વાદસ્થલ’ નામનેા એક ગ્રન્થ રચ્યા છે, જેમાં જિનપતિસૂરિના મતાનુયાયિએ ‘ ઉદયનવિહારમાં પ્રતિદ્ભુિત થયેલ જિનબિમ્બેા પૂજનીય નથી', એમ કહેતા હતા તેનું ખંડન છે. ૨૭ શ્રી રત્નપ્રભસૂરિજી તેઓ બારમા-તેરમા સૈકામાં થયા. તેઓ વાદિદેવસૂરિજીના પટ્ટાલ કાર અને ન્યાયના અપૂર્વ વિદ્વાન હતા. વાદિ દેવસૂરિજીના ‘સ્યાદ્વાદરત્નાકર'માં તેઓએ સહકાર આપ્યા હતા. તેમની સંસ્કૃત લખવાની શક્તિ અનન્ય હતી. તેમણે ‘સ્યાદ્દાદરત્નાકર'માં પ્રવેશ કરવા માટે ‘પ્રમાણનયતત્ત્વાલાક’ ઉપર ‘રત્નાકરાવતારિક' નામની લધુ વૃત્તિ રચી છે, તે ધણી વિદ્વત્તાપૂર્ણ અને પ્રતિભાશાલિની છે. તેમાં બૈધ, નૈયાયિક ‘અર્ચંટ’ અને ધર્માંત્તર'ના ઉલ્લેખ છે. તેમાં શબ્દની રમક—ઝમક ધણી જ છે. ચક્ષુપ્રાપ્યકારી છે કે અપ્રાપ્યકારી એ વિષયને વાદ સમ્પૂ` વિવિધ છન્દોમાં ક્લાકબદ્ધ લખ્યા છે. જગતૃત્વના વિધ્વંસ ફક્ત તેર વષ્ણુ, ત્રણ સ્વાદિવિભક્તિ અને એ ત્યાદિવિભક્તિમાં જ ગાઠવ્યા છે, તે આ પ્રમાણે— त्यादिवचनद्वयेन स्यादिकवचनत्रयेण वर्णैस्तु । त्रिभिरधिकैर्दशभिरयं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥ ( તિ, તે, 1 ત્તિ, ટા, ૩૬, I તથટ્ચન, વમમ, વ્યહવા) પેાતાની આ વૃત્તિ માટે તેઓએ જ અસ્તે લખ્યું છે કે वृत्तिः पञ्चसहस्राणि येनेयं परिपठ्यते । भारती भारती चास्य, प्रसर्पन्ति प्रजल्पतः ॥ ‘જેના વડે આ પાંચ હજાર શ્લેાકપ્રમાણુ વૃત્તિ ભણાય છે, ખેલતા એવા તેની પ્રભાઆનંદ અને વાણી વિસ્તારને પામે છે.’ તેમણે બીજા પણ ‘નેમિનાથચરત', ‘ઉપદેશમાલા ટીકા', ‘મતપરીક્ષા પચાશત્' વગેરે ગ્રન્થા રચ્યા છે. એ પ્રમાણે આ સાતસેાવમાં જૈન ન્યાયને સૂર્ય ખરેખર મધ્યાહ્નકાળને અનુભવતા હતા અને તે સમયમાં થયેલ આચાર્યં તેની આડે આવતાં વાદળાને વિખેરી નાખી તેના પ્રકાશને પ્રસારતા હતા. આજ પણ આપણા માટે તે આચાયૅએ પ્રસારેલ કિરણાને પ્રકાશ ગ્રન્થરૂપે વિદ્યમાન છે. તે તે પ્રકાશમાં વિચરીતે અન્ધકારની પીડાથી ખચી આનન્દ્રિત થવું. આ લેખ પ્રભાવકચરિત્ર, ચતુર્વિશતિ પ્રબન્ધ, જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ તથા આ લેખમાં આવતા ન્યાયગ્રન્થામાંથી ઉપલબ્ધ અને પ્રાપ્ત થયેલ ગ્રન્થાના અવલાકનથી લખાયેલ છે, એટલે આવશ્યક ઉલ્લેખ કરી આ લેખ સમાપ્ત કરુ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14