Page #1
--------------------------------------------------------------------------
________________
વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ
જૈન ન્યાયનો વિકાસ
[ દાર્શનિક ગ્રંથકારો અને ગ્રંથનો ટૂંક પરિચય ]
મક કકક કકકર *** = = == == = = = =
*
* =
*
==
=
= =
= =
લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી, શિરપુર
ક સમય એવો હતો કે જેમાં શ્રદ્ધાવાદને બહુ મહત્વ અપાતું અને જનતાને કહેવામાં આવતું કે–નિયોકાપર્ધાના
મુનિનું વચન તર્ક પ અને પ્રશ્નથી પર છે. વળી પુજા માનવો ધર્મ, જે વેશ્ચિવિત્તિનતમ્ આ સિદ્ધાનિ વારિ, દત્તાનિ દેતુમિ “પુરાણ, મનુએ બતાવેલ ધર્મ, (એ) અંગ સહિત વેદ અને વૈદક, એ ચાર વાનાં આજ્ઞાસિદ્ધ છે. તેને તર્કો વડે હણવાં નહિ.” આવા શ્રદ્ધાવાદથી ભળી જનતા એટલી તો ભેળવાઈ ગઈ હતી કે શાસ્ત્રવાનું નામ સાંભળ્યું કે તેને કંઈ પણ ઉપાય ચાલતો નહિ. આ વાદનું એટલું તો જોર હતું કે તર્કવાદીને રહેવું પણ કઠિન થઈ પડતું, શ્રદ્ધાવાદીઓ તર્કવાદી સાથે સર્વ સમ્બન્ધ છોડી દેતા હતા. શ્રદ્ધાવાદથી લાભ છે કે નુકસાન એ વાત બાજુએ મૂકીએ તે પણ માનવની સ્વાર્થ વૃત્તિએ તે વાદથી ઘણે જ અનર્થ પેદા કર્યો હતો. હિંસામય યજ્ઞયાગાદિ આ વાદથી જ જન્મ પામ્યા હતા. એ અનર્થ એટલે સુધી પહોંચ્યો હતો કે અશ્વમેધ યાગ અને નરમેધ યજ્ઞ કરાતા, લેહી અને ચામડાની (રક્તવતી અને ચર્મવતી ) નદીઓ વહેતી હતી.
આ સમયે જનતાને તર્કવાદની ખાસ આવશ્યકતા હતી. તર્કવાદ સિવાય આ અનઈનાં જડમૂલ નિકળે તેમ ન હતાં. તેવા સમયે પરમકૃપાલુ ભગવાન મહાવીરસ્વામીજી ઉત્પન્ન થયા. તેમણે યુક્તિવાદને સૂર્ય ઉગાડે, અને તર્કવાદીઓને પ્રોત્સાહન આપ્યું. તેઓશ્રી તર્કવાદીઓના પુરોગામી બન્યા, ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રે કેવળ શ્રદ્ધાવાદથી–વેદવચનમાં યુક્તિના અભાવથી આત્મા, સ્વર્ગ, પુણ્ય, પાપ, પરભવ આદિમાં શંકિત થયા હતા તે સર્વને મહાવીર મણુએ યુક્તિમાર્ગની દિશા બતાવી, તે જ વેદવચનોથી સ્થિર કર્યા હતા. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશને તર્કસિદ્ધ બનાવ્યો હતો. કઈ પણ તત્ત્વ કે કોઈ પણ પદાર્થની દેશના આ હેતુઓ તો હોય જ. તેથી જ સ્થળે સ્થળે ગૌતમસ્વામીજી પ્રભુને પ્રશ્નો પૂછતા કે છે અરે! ઇવ ? ભગવન્ત ! આમ શા કારણથી કહેવાય છે? મહાવીરસ્વામીજી પોતાના ઉપદેશિત માર્ગને નૈયાયિક-ન્યાયસિદ્ધ માર્ગ કહેતા હતા, જે માટે તેઓશ્રીએ જ કહ્યું છે કે
૬ તવારી સમજાયેલ શ્રદ્ધાવાદ એ કલ્યાણસાધનને રાજમાન છે. તે માર્ગનો પંથ કેવળ વાદી પણ નથી કપાતે તેમ કેવળ મદ્દાવાદથી પણ નથી કપાતો. એ બને, રથના એકેક ચક ના છે. “જો ચશિ :” એ પ્રમાણે બન્ને ચક્રો મળે તે જ આ ધર્મરથ ચાલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
[૧]
શ્રી જેને સત્ય પ્રકાશ
- [વર્ષ સાતમુ
नेयाउअं सुअक्खायं, उवादाय समीहए ॥ ન્યાયયુક્ત આગમને ગ્રહણ કરીને (તેને) ઈચ્છે છે.
सोच्चा नेयाउअं मग्गं, बहवे परिभस्सइ ॥ નૈયાયિક માર્ગને સાંભળવા છતાં પણ કેટલાએક (શ્રદ્ધાથી) રહિત રહે છે. આવા પ્રકારના કથનને આધારે પાછળના આચાર્યોએ તેમને માટે લખ્યું કે
अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते ।
निर्दोषं काञ्चनं चेत् स्यात्, परीक्षाया बिभेति किम् ॥ “હજુ કંઈક કહેવાપણું છે તેથી આ વેદ વગેરે શાસ્ત્રો) વિચારાતાં નથી. જે નિર્દોષ સનું હોય તો પરીક્ષાથી શા માટે બીવે છે ?”
निकषच्छेदतापेभ्यः, सुवर्णमिव पण्डितैः ।
परीक्ष्य भिक्षवो ग्राह्य, मद्वचो न त गौरवात ॥ હે મુનિઓ ! પંડિત જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરીને તેનું લે છે તેમ તમારે પણ મારું વચન પરીક્ષા કરીને ગ્રહણ કરવું, પણ માત્ર મહત્તાથી ન લેવું.
એ પ્રમાણે પ્રભુશ્રી મહાવીરસ્વામીએ જનતામાં તર્કવાદની રુચિ ઉત્પન્ન કરી અને જનતાને પરીક્ષક બનાવીને ઉપદેશ આપ્યો. . સમય જતાં આ યુક્તિવાદના પરિપાક રૂપે ન્યાયસૂર્ય ઉદયવંત થ, ગણધરેએ અને ભદ્રબાહુસ્વામીજી વગેરે ચૌદપૂર્વ ધરએ પ્રભુના ઉપદેશને આગમબદ્ધ કર્યો અને તેમાં યુક્તિવાદને વ્યવસ્થિત ગોઠવ્યો. સંગ્રહકાર ઉમાસ્વાતીજીએ તે પ્રકાશને ઝીલી “તત્વાર્થસૂત્રની રચના કરી અને તેમાં કહ્યું કે “ કાળનમઃ ” “સાચું જ્ઞાન પ્રમાણ અને ન વડે થાય છે.” જૈનદર્શનમાં આ રીતે ન્યાયશૈલીથી લખનાર આ પ્રથમ મહાપુરુષ થયા. ન્યાયના પ્રકાશમાં યથેચ્છ વિચરીને સત્યને શોધક અને જૈન ન્યાય-સૂર્યના ઉત્કૃષ્ટ ઉપાસક શ્રી સિદ્ધસેન દિવાકર જૈનદર્શનમાં બીજા મહાન નૈયાયિક થયા. તેમણે “સન્મતિત, ‘ન્યાયાવતાર,' “બત્રીશ બત્રીશીઓ” વગેરે મહાન ન્યાય ગ્રન્થ રચ્યા. પછીથી ત્રીજ તૈયાયિક મલવાદીછ થયા તેમણે “નયચક્રવાલ' ન્યાયગ્રન્થ રચ્યો અને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરી જૈન ધર્મને ધ્વજ ફરકાવ્ય. આ રીતે યુક્તિવાદનો વિકાસ થતો ગયો અને ન્યાયમાર્ગના પ્રકાશમાં યથેચ્છ વિહરવાની રુચિ વૃદ્ધિગત થવા લાગી.
વીર નિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીને સાત સો વર્ષને સમય જૈન ન્યાય–સૂર્યના મધ્યાહન સમયે હતો એમ કહી શકાય. આ પ્રસંગે તેની આડા બૌદ્ધ, વેદાન્ત વગેરે અનેક વાદળ આવતાં અને કઈ કઈ સમય તે પ્રકાશને ઢાંકી દેવાને પ્રયત્ન કરતા હતા. આ સાતસો વર્ષ દરમ્યાન જે જે મહાપુરુષોએ તે વાદળો દૂર કરી ન્યાય-સૂર્યને દેદીપ્યમાન રાખ્યો હતો તેમને ટૂંક પરિચય આપણે આ લેખમાં સાધીશું. ૧ શ્રી હરિભદ્રસૂરિજી.
તેઓને સત્તાકાળ વિક્રમની છઠ્ઠી સદીની આસપાસને છે, જે સમયમાં બૌદ્ધોનું બહુ જોર હતું, અને રાજાઓ વિદ્યામાં રસ લેતા હતા. રાજસભામાં મોટા મોટા શાસ્ત્રાર્થો થતા હતા. બ્રાદ્ધોએ શૂન્યવાદ અને તર્કવાદની અતિગૂઢ સમસ્યાઓ ઊભી કરી હતી અને તેઓ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
દીપોત્સવી અંક] જેન ન્યાયનો વિકાસ
[૧૩] સમસ્યાઓ પોતાના અનુયાયી સિવાય અન્યને સમજાવતા ન હતા. આવા સમયે શ્રી હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા હતા.
જ તેઓ જાતે બ્રાહ્મણ હતા. ચૌદ વિદ્યાના પારંગત હતા. અને સત્ય સમજાયા પછી જૈન બન્યા હતા. તેમણે શાસ્ત્રાર્થ કરી બોદ્ધોને હરાવ્યા હતા, અને અનેક જૈન-ન્યાય ગ્રન્થની રચના કરી હતી. તે સમયના બાદોના જોરને અને શ્રી હરિભસૂરિજીની પ્રતિભાને ખ્યાલ નીચેના એક પ્રસંગથી સારી રીતે આવી શકશે.
શ્રી હરિભદ્રસૂરિજીના બે ભાણેજ-શિષ્ય હંસ અને પરમહંસ ઘણુ બુદ્ધિશાળી હતા. ન્યાયની પરાકાષ્ટાએ પહોંચવાની અને બ્રાદ્ધન્યાય શિખવાની તેમની ખૂબ ઈચ્છા હતી અનેક વ્યવસાય વગેરેને કારણે શ્રી હરિભદ્રસૂરિજી શિક્ષણ આપી શકતા ન હતા, માટે તે બને બદ્ધ-સમ્પ્રદાયમાં શીખવા માટે ગયા. શિક્ષણ લીધા બાદ બદ્ધોને ખબર પડતાં તે બન્નેને મરાવી નાખવાનો પ્રબન્ધ કર્યો. આ વાતની એ બનેને જાણ થઈ એટલે તેઓ ત્યાંથી ભાગ્યા. એક જણ વચમાં સપડાઈ જવાથી મરણ પામ્યા, અને બીજા એક હરિભદ્રસૂરિજી પાસે આવી પહોંચ્યા અને બધી હકીકત કહી તરત જ સ્વર્ગસ્થ થયા. વ્હાલા શિષ્યના આમ અકાલ અવસાનથી શ્રીહરિભદ્રસુરિજીને ધ થયો. બ્રાદ્ધોને શાસ્ત્રાર્થ કરવા આમંત્રણ મોકલાવ્યું. ત્યારે તે બળતી કડાઈમાં પડે. બૈદ્ધો હાર્યા. આચાર્ય મહારાજે ૧૪૪૪ બ્રાદ્ધોને મારવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ મહારાજશ્રીના ઉપદેશથી ક્રોધ શાન્ત થયે અને સંકલ્પ માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લીધું અને તે પ્રાયશ્ચિત્ત તરીખે ૧૪૪૪ ગ્રન્થની રચના કરી. હાલ પણ તેમના ઉપલબ્ધ ગ્રન્થમાં વિરદ શબ્દ આવે છે તે હંસ અને પરમહંસના વિયોગને સૂચક છે.
તેમના વિરચિત ન્યાયગ્રન્થ આ છે–૧ અનેકાન્તવાદપ્રવેશ, ૨ અનેકાન્તજયપતાકા, ૩ અષ્ટક પ્રકરણે, ૪ ન્યાયપ્રવેશ સૂત્ર-દ્ધિ -ન્યાયના ગ્રન્થ ૫૨) વૃત્તિ, ૫ ધમસંગ્રહણી. ૬ લલિતવિસ્તરા, ૭ પ દર્શનસમુચ્ચય, ૮ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ( વૃત્તિયુક્ત ). તેમની ભાષા ઘણી સચેટ છે. હળવે હળવે પણ જે વાત તેઓ બતાવે તે હૃદયમાં તરત જ ઊતરી જાય છે. દ્વાદશદર્શન ટીકાકાર વાચસ્પતિ મિશ્રની અને તેમની લખાણ શૈલીમાં સમાનતા ભાસે છે. અનેકાન્તજયપતાકામાં સ્યાદ્વાદનું અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પૂર્વક સ્થાપન કર્યું છે. ધર્મગ્રણીમાં તેમણે આમાં તથા ધમને વિષય સુન્દર રીતિએ બતાવ્યો છે. નાસ્તિકના શ્રદ્ધોના તથા અન્યોના મતોનો નિરાસ કર્યો છે. દર્શનસમુચ્ચય એકન્દર માધ્યમિક દ્રષ્ટિએ લખ્યું છે અને તેમાં કેવળ છએ દર્શનોની માન્યતા બતાવી છે. છતાં પણ તેમાં રેનદન પ્રત્યેની અભિરચિ તે વ્યક્ત કરી જ છે. લલિતવિસ્તારામાં સચેટપણે જિનેશ્વર ભગવાનની મહત્તા અને જૈનદર્શનની વિશુદ્ધતા બતાવી છે.
તેમણે પોતાના ગ્રન્થમાં અનેક દાર્શનિક ગ્રન્થ તથા ગ્રન્થકારેનો ઉલ્લેખ કર્યો છે, તેમાંનાં મુખ્ય આ છે. અવધૂતાચાર્ય, સાંખ્ય દાર્શનિક આસુરિ અને ઈશ્વરકૃષ્ણ, મીમાંસક કુમારિલભટ્ટ, ભાષ્યકાર-પતંજલિ, પાતંજલ યુગાચાર્ય, વૈયાકરણ પાણિની, ભગવદ્દગોપેન્દ્ર, વૈિયાકરણ ભર્તુહરિ, વ્યાર્ષિ, વિધ્યવાસી, શિવધર્મોત્તર વગેરે બ્રાહ્મણ ધર્મિઓ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સારું કુક્રાચાર્ય, દિન્નાગાચાર્ય, ધર્મપાલ, ધમકીર્તિ, ધર્મોત્તર, ભદન્તરિઅ, વસુબધુ શાન્તિરક્ષિત, અને શુભગુપ્ત વગેરે બેધર્મિઓ હતા.
અજિતશા, ઉમાસ્વાતિજી, જિનદાસ મહત્તર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવવાચક, ભદ્રબાહુ, મલ્લવાદીજી, સમન્તભદ્ર સિદ્ધસેનદિવાકર, સંપદાસગણિ વગેરે આહંત દાર્શનિક હતા.
વાસવદત્તા અને પ્રિયદર્શના તથા ઉપર બતાવેલ ગ્રન્થકારના કેટલાએક પ્રસ્થાને પણ ઉલ્લેખ છે. તેમણે ત્યવાસ સામે ઝુંબેશ ઉઠાવી હતી, અને તેમાં પણ ઘણી સુધારણા કરી હતી.
પ્રો. હર્મન યાકોબીએ “રાપEણ દા'ની પ્રસ્તાવનામાં શ્રીહરિભદ્રસૂરિજી માટે લખ્યું છે કે
“હરિભદ્ર તે શ્વેતામ્બરના સાહિત્યને પૂર્ણતાની ટોચે પહોંચાડ્યું. જો કે તેમના પ્રત્યે કેટલાક પ્રાકૃતમાં છે, પરંતુ ઘણખરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સમ્પ્રદાયના પદાર્થો
| ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણે તેમજ બોદ્ધોના સામ્પ્રદાયિક ધોરણે બાબત એક ટૂંકે ખ્યાલ, કેટલીક ચર્ચા અને તેનાં ખંડને પણ છે. આ જાતના પ્રન્થમાં હરિભદ્રની દિનાગના ન્યાયપ્રવેશ પરની ટીકા, જોકે તે એક પ્રકરણ નથી પણ, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જેનોને પ્રમાણનિરૂપણને કોઈ ગ્રન્થ પૂરો પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે “ન્યાયાવતાર' નામને ગ્રન્થ ર હતો. પ્રમાણની બાબતમાં જેન સિદ્ધાન્ત સ્થાપવાને બદલે હરિભદ્ર દિનાગ ઉપર ટીકા લખીને જેને દ્ધ પ્રમાણશાસ્ત્રીઓના પ્રસ્થાનું અધ્યયન કરવાની પ્રેરણું કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લોકોની ભારે મહત્તા સ્વીકારી, પરંતુ પિતાના “અનેકાંત જયપતાકા” ગ્રન્થમાં ધર્મકીર્તિના પ્રમાણુ વિષેના કેટલાક સિદ્ધાન્તોનું સારું ખંડન પણ કર્યું. એમના પછી ઘણાં વર્ષો સુધી જેનેને બહેના પ્રમાણુ નિરૂપણમાં રસ રહ્યો હતો. અને એને લીધે જ અત્યારે આપણે ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ-ટીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ. કારણ કે આ ગ્રન્થની જાનામાં જૂની પ્રતે અને બીજા અન્ય ઉપરની ટીકાને અમુક ભાગ જેન ભંડારોમાંથી જ મળેલ છે.”
એક સ્થળે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી હરિભદ્રસૂરિજી માટે જણાવે છે કે જ્યારે જૈનદર્શનરૂપી આકાશમાં પૂર્વરૂપી તારાઓને અસ્ત થવાને પ્રભાત કાળ હતો તે સમયે પટુલોચન હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા. તેમણે સૂમ દૃષ્ટિથી તે તારાઓને અવલેકી તેના પ્રતિબિમ્બ ગ્રહણ કરી અને પ્રકરણરૂપે તેનું ગૂંથન કર્યું”
એ રીતે શ્રી હરિભદ્રસૂરિજી જૈનદર્શનમાં એક સમર્થ નૈયાયિક થયા અને જેને ન્યાય આદિત્યનો આડે આવતાં વાદળાને વિખેરી નાખી તે સૂર્યના પ્રકાશને તેમણે ખૂબ પ્રસાર્યો. ૨ શ્રી બપભદ્રિસૂરિજી
તેમને સત્તાસમય વિક્રમ સંવત ૮૦૦ થી ૮૯૫ની આસપાસ છે. તેમના સમયમાં રાજાઓ પોતપોતાના રાજ્યમાં એક વિદ્વાન પંડિતને રાખતા અને તેમાં પોતાનું ભૂષણ સમજતા. બપભદિસૂરિજી બાલ્યકાળથી જ પ્રતિભાસમ્પન્ન હતા. એક દિવસમાં હજાર બ્લેક કઠસ્થ કરવાની તેમની શક્તિ હતી. આમ રાજા તેમનૈ પરમ ભક્ત હતે. ધર્મરાજાની સભામાં તેમણે દ્ધવાદી વર્ધનકુંજરને જીત્યો હતો, તેથી “વાદિકુંજરોસરીનું બિરૂદ તેમણે મેળવ્યું હતું. તેમણે મથુરાના પાકમતિ નામના શૈવગીને જેન બનાવ્યા હતો. તેઓ અખંડ બ્રહ્મચારી હતા, ને તે માટે તેમને રસનેન્દ્રિય ઉપર ખૂબ કાબૂ હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
દીવાત્સવી અંક
જૈન ન્યાયના વિકાસ
ba]
તેમણે યાવજ્જીવ છ વિગઈ ના ત્યાગ કર્યા હતા. તેમનું અપર નામ ભદ્રકીર્તિ હતું. તેઆ ‘માચારી ગજવર' અને ‘રાજપૂજિત' એ એ બિરુદથી પણ વિભૂષિત હતા.
૩ શ્રી સીલાંકાચા જી
તે વિક્રમના દશમા સૈકામાં થયા, તેએએ અગિયારે અંગ ઉપર ન્યાય અને આગમ વિારાથી પૂર્ણ ટીકા લખી છે. જેમાંની હાલમાં આચારાંગ અને સુયગડાંગ પરની વૃત્તિ ઉપલબ્ધ છે. જીવસમાસ ઉપર તેમણે ટીકા લખી છે, ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમવિરચિત ‘શ્રી વિશેષાવષ્યકભાષ્ય’ ઉપર તેમણે વૃત્તિ લખી છે. આ ટીકા, તેમનું ખીજું નામ કાઢ્યાચાર્ય હતું તે નામથી પ્રસિદ્ધ છે.
અંગે! ઉપર ન્યાયશૈલીથી ટીકા લખનારાઓમાં લીલાંકાચાય પ્રથમ છે. ૪ શ્રી સિદ્ધર્ષિસૂરિજી
સિદ્ધર્ષિંજીને સત્તાસમય વિ. સં. ૯૬૨ની આસપાસને છે. કારણ કે તેમણે બનાવેલ ઉપમિતિભવપ્રપંચા નામની કથા ૯૬૨માં પૂર્ણ થઈ છે. સિદ્ધર્ષિના સમયમાં પણ બૈક્રોનું વિશેષ જોર હતું. દીક્ષા લીધા બાદ તેએ ઐદ્દો પાસે? અભ્યાસ ફરવા ગયા હતા. ત્યાં તેમને ઐદ્ધિ સિદ્ધાન્ત રુચિ ગયા, પરંતુ વચનબદ્ઘ થયા હેાવાથી ગુરુ મહારાજ પાસે આવ્યા. વળી ત્યાં વચન આપીને આવ્યા હાવાથી ત્યાં ગયા, ફરી અહીં આવ્યા. એમ એક્વીશ વખત બન્યું હતું. છેવટે શ્રી હરિભદ્રસૂરિજીકૃત ‘લલિતવિસ્તરા' વાંચી જૈનદર્શનમાં સ્થિર થયા હતા. તેમણે શ્રી હરિભદ્રસૂરિજીની અને ‘લલિતવિસ્તારા'ની ખૂબ પ્રશંસા લખી છે. ‘ઉપમિતિ’ની પ્રશસ્તિમાં તે લખે છે કે ‘જે હિરભદ્રે પેાતાની અચિત્ત્વ શક્તિથી માસમાંથી કુવાસનામય ઝેર દૂર કરીને, કૃપા કરી સુવાસનારૂપ અમૃત મારા લાભ માટે શેાધી કાઢવું છે તે હરિભદ્રસૂરિને મારા નમસ્કાર હા! તે હરિભદ્રસૂરિજીને મારા નમસ્કાર હા કે જેમણે મારા માટે ‘લલિતવિસ્તરા’ નામની વૃત્તિ રચી.’
તેઓ એ દર્શનના વિદ્વાન હતા. તેમણે સ્વયં લખ્યું છે કે 'कृतिरियं जिनजैमनिकणभुक्सौगतादिदर्शनवेदिनः सकलग्रन्थार्थनिपुणस्य श्रीसिद्धषेर्महाचार्यस्येति ।' તેમણે સિદ્ધસેનકૃત ‘ન્યાયાવતાર' ઉપર વૃત્તિ રચી છે.
૫ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી
તે વિક્રમની ૧૧ મી સદીમાં થયા છે. તેઓ એક સમવાદી હતા અલ્લૂ રાજાની રાજસભામાં તેમણે દિગમ્બરેશને પરાજય આપ્યા હતા. ઋત્રિભુવનગિરિ અને સપાદલક્ષ (માલવા) આદિના રાજાઓને જૈન બનાવ્યા હતા અને ૮૪ વાદે જીતીને આનન્દ્રિત કર્યાં હતા.
૧- સિષિ જ્યાં તર્કશાસ્ત્ર ભણવા ગયા હતા તે નગરનું નામ ‘મહાખેાધ' લખ્યું છે. તે નગર કાં હતું તેને કઈ પત્તો લાગતા નથી પણ તે સ્થાન તક્ષશિલાનું વિશ્વવિદ્યાલય અથવા નાલંદા વિશ્વવિદ્યાલય એ બેમાંથી એક હેાવું જોઈએ એમ લાગે છે.
२ नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मदर्थं निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा ।
३ वादं जित्वाऽल्लुकक्ष्मापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं
श्रीप्रद्युम्नं पूर्वजं स्तुवे ।
—— સમરાદિત્યસંક્ષેપ )’
४ सवादलक्षगोपाल- त्रिभुवनगिर्यादिदेशगोपालान् । ययुश्चतुराधिकाशोत्या, वादजयै रजयामास ।
( પા નાત્રિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૧૬]
૬ તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિજી
તેમને સત્તાસમય વિક્રમની ૧૧ મી શતાબ્દિ છે. તે એક સમ ટીકાકાર હતા. તેમણે શ્રી સિદ્ધસેન દિવાકરજીના ‘સન્મતિતક' ઉપર ૨૫ હજાર શ્લાક પ્રમાણુ વિસ્તૃત ટીકા રચી છે. તેમાં દશમી શતાબ્દિ સુધીના ચાલુ સર્વ વાદોની સુન્દર રીતિએ ગેાઠવણ કરી છે. તે ટીકાનું નામ વાદમહાર્ણવ' અથવા ‘તત્ત્વમે‘વિધાયિની' છે. તેમની વાદ લખવાની પતિ ઘણી જ મને ન છે. પ્રથમ ચાલુ સિદ્ધાન્તમાં બિલકુલ નહિ માનનાર પક્ષ પાસે ખેલાવે, પછી કંઇક સ્વીકાર કરનાર પાસે તેનું ખંડન કરાવે તે તેનેા મત પ્રદર્શિત કરાવે, પછી વધુ માનનાર પાસે, પછી ધણું સ્વીકાર કરનાર પાસે ને છેવટ સર્વાંમાં દૂધણુ બતાવવા પૂર્વક સ્વાભિમત સિદ્ધાન્તનું મંડન કરે. તે વાંચતા જાણે એમ લાગે કે આપણે સાક્ષાત્ એક વાદસભામાં જ હાઇએ અને પ્રત્યક્ષ વાદ સાંભળતા હોઇએ.
[ વર્ષ સાતમુ
•
દર્શનશાસ્ત્રમાં મીમાંસા દર્શન સમજવું મુશ્કેલ હેાય છે, તે મીમાંસા દર્શનના આકર ગ્રન્થ કુમારિલ ભટ્ટના ક્ષેાકવાર્તિક'નું આ વાદમહાર્ણવ'માં વિશેષ ખંડનમડન છે. તેથી આ ગ્રન્થ સમજવેા ધણા કઠિન ગણાય છે. ને તે જ કારણે અભ્યાસમાં અલ્પ આવ્યા છે. શાન્તિરક્ષિત કે જેઓ નાલન્દા વિશ્વવિદ્યાલયના મુખ્ય આચાર્ય હતા તેમના બનાવેલ ‘તત્ત્વસંગ્રહ' ઉપરની કમલશીલની બનાવેલ ‘પજિકા’ નામની ટીકા, દિગમ્બરાચાર્ય પ્રભાત્રે રચેલ ‘ પ્રમેયક્રમલમાર્તંડ ' તથા ‘ ન્યાયકુમુદચંદ્રોદય ' વગેરે ગ્રન્થાને આ ટીકામાં ઉપયેગ છે. વાદિ દેવસૂરિજી, મલ્ટિષેણુસૂરિજી તથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વગેરેએ સ્થળે સ્થળે આ ટીકાને ઉલ્લેખ તથા છૂટથી ઉપયેાગ કર્યાં છે. ૧૧ મા સૈકા પછી જૈન ન્યાયના મેટા મેાટા ગ્રન્થા રચાયા તે સર્વમાં આ ટીકાની સહાય લેવામાં આવી છે. આ ટીકામાં ગૂંથાયેલ વિષયે। પાછળના ગ્રન્થકારીને સરળતાથી મળી ગયા છે. આ ટીકામાં શબ્દોની બહુ ર્મકઝમક નથી પણ ભાષાપ્રવાહ એક નિર્માંળ ઝરણની માફક સીધા વહે છે. પ્રે. લેયમેને શ્રી અભદેવસૂરિજીના સમ્બન્ધુમાં જણાવ્યું છે જે તેમને ઉદ્દેશ તે સમયમાં પ્રચલિત સર્વ વાદ્યને સંગ્રહ કરી અનેકાન્તવાદનું સ્થાપન કરવાનેા હતેા'-તે આ ટીકા જોવાથી સ્પષ્ટ સમજાય છે, શ્રી અભયદેવસૂરિજી,' ન્યાયવનસિંહ' અને ‘ત પંચાનન' એ બિરુદાથી વિભૂષિત હતા, અને ૮૪ વાદવિજેતા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના પદ્મપ્રભાવક હતા.
૭ શ્રી ધનેશ્વરસૂરિજી
તેએ મુંજરાજાના સમયમાં થયા એટલે તેમને! સત્તાકાળ ૧૧ મી વિક્રમ શતાબ્દિના હતા. તેએ ત પંચાનન શ્રી અભયદેવસૂરિજીના પટ્ટધર હતા. ધારાનગરીના સાર્વભૌમ રાજા મુંજે તેઓને પેાતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. તેમણે રાજાની સભામાં અનેક વાદો જીત્યા હતા. પ્રવચનસારાહાર–વૃત્તિમાં શ્રી સિદ્ધસેન લખે કે
तदनु धनेश्वरसूरिर्जज्ञे, यः प्राप पुंडरीकाख्यः । निर्मथ्य वादजलधि, जयश्रियं मुंजनृपपुरतः ॥
૮ વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિજી
• પ્રભાવકચરિત્ર 'માં તેમને સ્વર્ગીવાસસમય વિ. ૧૦૯૬ ના જેઠ સુદ ૯ ને મંગળવાર, કૃત્તિકા નક્ષક, જણાવેલ છે. તેમના પ્રત્યે પાટણના ભીમરાજાને અને ધારાનગરીના ભાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દીપોત્સવી અંક] જૈન ન્યાયનો વિકાસ
[૧૭] રાજને ઘણું માન હતું. તેઓ ભીમરાજાની સભામાં “ કવી” અને “વાદિચક્રવતી' તરીકે વિખ્યાત હતા અને મહાકવિ ધનપાલની પ્રેરણાથી ભેજરાજાની રાજસભામાં ગયા હતા. ભેજરાજાને પિતાની સભા માટે અભિમાન હતું. તેણે શાન્તિસૂરિજીને શરતપૂર્વક કહ્યું હતું કે મારી સભાના એક એક વાદિની છતમાં એક એક લક્ષ દ્રવ્ય આપીશ. શાન્તિસૂરિજીએ બધાં દર્શનના ચેરાશ વાદીઓને તેની સભામાં જીતી ૮૪ લક્ષ દ્રવ્ય ધર્મમાર્ગમાં વપરાવ્યું હતું. અને ભેજરાજે તેમને “વાદિવેતાલ” એવું બિરુદ આપ્યું હતું. તેમણે એક ધર્મ નામના પંડિતને પણ છ હતો અને દ્રવિડ દેશના એક અવ્યક્તવાદી અભિમત પંડિતને પરાજય આપી ગરીબ પશ તુલ્ય કરી દીધો હતો.
તેઓની પાસે બત્રીશ શિષ્યા પ્રમાણશાસ્ત્રને અભ્યાસ કરતા હત્તા. એકદા એક કઠિન વિષય ૧૬ દિવસ સુધી શિષ્યોને સમજાવતા છતાં જ્યારે કોઈ પણ શિષ્યને તે વિષય ન સમજાય ત્યારે તેમને દુઃખ થયું. તે સમયે વાદી દેવસૂરિના ગુરુ મુનિચંદ્રસૂરિ ત્યાં જઈ ચડયા હતા. અને તેમણે તે સર્વ વિષયનું વિવેચન અપ્રકટપણે ધ્યાન રાખી કહી આપ્યું હતું. તે સમયે શાન્તિસૂરિજીએ કહ્યું હતું કે “તમે તે રેણુથી આચ્છાદિત રત્ન છે. હે વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણુશાસ્ત્રનો અભ્યાસ કરે અને આ નશ્વર દેહનો અહીં લાભ લઈ લે!” પછીથી ટંકશાળના પાછળના ભાગમાં તેમને રહેવાની સગવડ કરાવી છએ દર્શનનો અભ્યાસ કરાવ્યો હતો. . તેમની ન્યાય લખવાની શક્તિ અપૂર્વ હતી. તે વિષયમાં તેમની બનાવેલ ઉત્તરાધ્યયન બ્રહવૃત્તિ (પાઈયટીકા) પુષ્ટિ આપે છે. ટૂંકમાં સચોટપણે લખવું એ એમની લેખન શૈલીની વિશિષ્ટતા છે. આ ટીકાને આધારે વાદિ દેવસૂરિજીએ સિદ્ધરાજની સભામાં દિગમ્બર વાદી કુમુચન્દ્રને પરાજય આપ્યો હતો. ‘જીવવિચારપ્રકરણ” અને “ચૈત્યવંદનમહાભાષ્યના કર્તા પણ આ જ શાન્તિસૂરિજી હશે કે બીજા તે વિચારણીય છે. તેમના ગુરુનું નામ વિજયસિંહસૂરિજી છે. ૯ શ્રી જિનેશ્વરસૂરિજી
તેમને સમય ૧૦૮૨ થી ૧૦૯૫ ની આજુબાજુનો છે, કારણ કે તેટલા સમયમાં બનાવેલ તેઓના ગ્રન્થ વિદ્યમાન છે. તે સમયે પાટણના તખ્ત પર દુર્લભરાજ રાજ્ય કરતે હતો. તેની સભામાં તેઓનું સારું માન હતું. તેઓએ શ્રી હરિભદ્રસૂરિજીના “અષ્ટક પ્રકરણ” ઉપર વૃત્તિ રચી છે, જે અનેક ન્યાયવિચારોથી પૂર્ણ છે. તેમાં શુદ્ધ દેવ, મૂર્તિપૂજા, મુક્તિ વગેરે ઘણું વિષયો તર્ક દૃષ્ટિથી ચર્ચા છે. અને “પ્રમાણલક્ષણ” નામને ન્યાયગ્રન્થ
પત્તવૃત્તિ સહિત રચે છે. ૧૦ શ્રી સુરાચાર્યજી
તેમને સત્તાસમય ૧૧ મી સદીને છેવટ ભાગ અને બારમી સદીની શરૂઆત છે. તેઓ શબ્દશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્ર વગેરેમાં નિપુણ હતા. પોતાની શક્તિ માટે તેમને માન હતું. તેમની પાસે અનેક શિષ્ય અભ્યાસ કરતા હતા. તેમને તાપ અપૂર્વ હતો. શિષ્યની ભૂલ થાય કે તરત જ માર પડતું. અને એમ થતાં હંમેશ એવામાં રાખવાની લાકડાની એક દાંડી તૂટી જતી હતી. ગુરુમહારાજના મમ વચનથી ભેજરાજાની સભામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
[૧૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ સાતe ગયા હતા અને સર્વ પ્રઠિત ઉપર વિજય મેળવ્યો હતો. પ્રથમ તે જાજ તેઓના ઉપર પ્રસન્ન થયો હતો પણ પાછળથી તેઓના નામ સત્ય કહેવાના સ્વભાવથી ક્રોધિત થયા હતું. ભોજરાજ સર્વ દેશને એકઠાં કરવાનો પ્રયત્ન કરતો હતો. તે ન થઈ શકે તેમ તેમણે તેને સમજાવ્યું હતું. ભજવ્યાકરણમાં ભૂલો બતાવી હતી. છેવટે ભોજે તેમને દેડક્ટ આપવા વિચાર કર્યો હતો, પરંતુ ધનપાલની ગોઠવણથી તેઓ સુખે પાટણ પહોંચી ગયા હતા. નેચિનાબેય-દ્વિસંધાન મહાકાવ્ય તેમની કાવ્યકતિ છે. ભીમદેવની સભામાં તેમનું સારું માન હતું. ભીમદેવના મામા દ્રોણાચાર્યના તેઓ શિષ્ય હતા અને સંસારપક્ષે ભત્રીજા હતા. ૧૧ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજી
સંવત ૧૦૮૮ માં ૧૬ વર્ષની વયે તેમને આચાર્ય પદ મળ્યું હતું અને તેમને સ્વર્ગવાસ સં. ૧૧૩૯ની લગભગ થયો હતો, એટલે તેમનું આયુષ્ય આશરે ૬૭વર્ષનું થયું. જેન આગમ ઉપર શિલાં કાચાયત અગિયાર અંગમાંથી આદિનાં બે અંગેની જ ટીકા મળતી હતી. તેથી તેમણે
વી પ્રેરણાથી નવ અંગ ઉપર ટીકા રચી હતી. જિનેશ્વરસૂરિજીત “સ્થાનકભાષ’ ઉપર તેમની ટીકા છે, હરિન્દ્રસૂરીશ્વરજીના “પંચાશક પર તેમની ટીકા છે. અનેક ગ્રન્થોનું દેહને કરી વૃત્તિ રચવાની તેમની શૈલી અપૂર્વ છે. આજ પણ નવ અંગપરની તેમની દીક્ષ અનેક વિચારણાઓને વેગ આપે છે.
સ્તનપાર્શ્વનાથજીની પ્રતિમા તેમના જ આત્મબળે અને પુણ્ય પ્રભાવે પ્રકટ થયેલ છે. તે સમયે તેમનું બનાવેલ “જયતિહુઅણુ” સ્તોત્ર આજ પણ પ્રાભાવિક મનાય છે. તેમની વ્યાખ્યાન અને વિવેચન કરવાની શક્તિ અદભત હતી. એક સમય “ અમ્બરન્તર
સાની શક્તિ અદ્દભુત હતી. એક સમય “અમ્બરન્તર'એ અજિતશાન્તિસ્તવ'ની ગાથાનું શંગારિક વિવેચન કરતાં તેમના પર એક રાજકુમારી માહિત થઈ હતી. પછીથી વૈરાગ્ય અને શાન્તરસના ઉપદેશથી તેઓએ તેને પ્રતિબંધિત કરી હતી. તેમની સર્વ ટીકાઓ ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં રચાયેલ છે. તેઓને સ્વર્ગવાસ ક૫ડવંજમાં થયો છે. ૧૨ શ્રી ચંદ્રપ્રભસૂરિજી
સં. ૧૧૪૯ માં તેઓ વિદ્યમાન હતા. તેમણે દર્શનશુદ્ધિ અને પ્રમેયરત્ન કેષ” એ બે વાયગ્રજો રચ્યા છે. ૧૩ શ્રી વીરાચાર્યજી
તેઓ વિક્રમની ૧૨ શતાબ્દિના ઉત્તરાર્ધમાં ગયા. પાટણના સાર્વભૌમ રાજા સિદ્ધરાજને તેમના પ્રત્યે બહુ માન હતું. એક વખત રાજાએ મશ્કરીમાં તેમને કહ્યું કે “ અમારા જેવા રાજાના આશ્રયથી આપશ્રી દીપે છે ! આના પ્રત્યુત્તરમાં આચાર્યશ્રીએ જણાવ્યું કે “પૂર્વ પુણ્યથી પ્રતિભા પ્રસરે છે.” રાજાએ વળી કહ્યું: “ આ સભા સિવાય અન્ય દેશમાં કરશે ત્યારે બીજી બાવાની જેમ અનાથતા સમજાશે.” સૂરિજીએ કહી દીધું કે અમુક સમયે પોતે અહીંથી વિહાર કરશે. સિદ્ધરાજે નગરદ્વારે બંધ કરાવ્યાં. વિદ્યાબળથી આચાર્યશ્રી બહાર નિકળીને પલીપુર પહોંચ્યા, ત્યાંથી મહાબોધ નગરમાં જઈ બૌદ્ધોને વાદમાં હરાવ્યા. ગોપાલગિર (ગવાલિયર) માં રાજાએ ધણું સન્માન આપ્યું ને ત્યાં પણ અન્ય વાદીએાને જીત્યા, રાજએ ચામર છત્ર વગેરે રાજચિહ્યો આપ્યાં. નાગર જઈ જેનદર્શનની શોભા વધારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દીપોત્સવી અંક] જેને ન્યાયને વિકાસ
[૧૯] સિદ્ધરાજના આમંત્રણથી પુનઃ પાટણ તરફ વિહાર કર્યો. ચારુપ આવ્યા ત્યારે તેમને મળવા સિદ્ધરાજ ત્યાં આવ્યો હતો. પાટણમાં એક સાંખ્યવાદી વારિસિહ આવ્યો હતો. સિદ્ધરાજે તે વાદીને હરાવવા ગોવિંદાચાર્ય કે જેઓ કર્ણ મહારાજના બાલમિત્ર હતા અને વીરાચાર્યછના કલાગુરુ હતા, તેમને વિનતિ કરી. તેઓએ કહ્યું કે તેને તો વીરાચાર્યજી હરાવશે. પછીથી વીરાચાર્યજીએ ગોવિંદાચાર્યજી સાથે જઈ તેનું સર્વ માન ગાળી નાખ્યું હતું. તે વાદમાં વીરાચાર્યજી પિતાનો પક્ષ મત્તમપૂર છન્દ અને અનુતિ અલંકારમાં બેલ્યા હતા. સર્વાનુવાદની શરત પ્રમાણે સાંખ્યવાદી તે પ્રમાણે બોલી શક્યો ન હતો. એ પ્રમાણે વીરા ચાર્યજી વિજયમાળ વર્યા હતા. વળી સિદ્ધરાજની સભામાં કમલકીતિ નામના દિગમ્બરવાદીને હરાવી સ્ત્રીમુક્તિની સિદ્ધિ કરી હતી. અને વિજય મેળવ્યો હતો. ૧૪ શ્રી મુનિચંદ્રસૂરિજી
તેમને સ્વર્ગવાસ વિ. સંવત ૧૧૭૮ માં થયેલ છે, એટલે તેઓ વિક્રમની બારમી શતાબ્દિમાં થયા. તેઓ અખંડ બ્રહ્મચારી અને ઉગ્ર તપસ્વી હતા. તેઓ કાંજી પીને જ રહેતા તેથી “સૌવીરપાયી' તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિજીકૃત “અનેકાન્તજયપતાકા ” પર ટિપ્પન અને “લલિતવિસ્તરા” પર પંજિકા, વગેરે તેમની ન્યાયરચના છે. બીજા પણ કુલ કે, વૃત્તિઓ, પ્રકરણો વગેરે લગભગ ૨૦ થી ૨૫ ગ્રન્થ તેમણે રચ્યા છે. તેઓ વાદનિપુણ હતા. ‘મુદ્રિતકુમદચંદ્રનાટકમાં તેમણે અર્ણોરાજની સભામાં એક શૈવવાદીને છો હતો તેમ ઉલ્લેખ છે. તથા ગુણચંદ્ર નામના દિગમ્બર મહાવાદી સાથે વાદ કરવાનો હતો તે સમયે વાદિ દેવસૂરિજી તેમની સાથે હતા ને તેમની શૈશવ વય હતી. તે વખતે તે વાદીને દેવસૂરિએ જીત્યો હતો. વાદિ દેવસૂરિજીના તેઓ ગુરુ હતા. ૧૫ શ્રી ચન્દ્રસૂરિજી.
તેમને સત્તાસમય ૧૧૬૯ ની આસપાસનો છે. મુનિ અવસ્થામાં તેઓ “શ્રી પાર્શ્વદેવ ગણિ” એ નામથી પ્રસિદ્ધ હતા ને આચાર્ય થયા પછી શ્રી ચંદ્રસિરિજી કહેવાયા. તેમણે બૌદ્ધાચાર્ય દિન્નાગકૃત “ન્યાયપ્રવેશક” પર જે હારિભદ્રીવૃત્તિ છે તે પર “પંજિકા રચી છે. અન્યાન્ય વિષયોને ગ્રન્થ પર વૃત્તિ, ટીકા, વ્યાખ્યા તેઓએ સારી રચી છે. ૧૬ મલવારી શ્રી હેમચન્દ્રસૂરિજી
તેઓ બારમી સદીના અંતની લગભગમાં થયા. એમના ગુર મલધારી અભયદેવસૂરિજી છે. પૂર્વાવસ્થામાં તેઓ પ્રદ્યુમ્ન નામના રાજમંત્રી હતા. તેમની વ્યાખ્યાનશક્તિ અપૂર્વ હતી. સિદ્ધરાજ જયસિહ કલાકોના કલાક સુધી તેમના વ્યાખ્યાનમાં બેસતે અને કેટલીક વખત સાંભળવાની ઉત્કંઠાથી એકલે તેમની પાસે આવતે. અમુક સ્થળ સુધી સિદ્ધરાજ જયસિંહ તેમની સ્મશાનયાત્રામાં ગયો હતો તેથી સમજી શકાય છે કે સિદ્ધરાજને તેમના ઉપર ધણું જ માન હતું. તેઓએ એક લાખ શ્લેક પ્રમાણે વિવિધ ગ્રન્થાની રચના કરી છે. તેમાં ન્યાયમન્ય તરીકે ગણાવી શકાય તેવી વિશેષાવશ્યકપરની બ્રહદ્દવૃત્તિ છે. તેનું પ્રમાણ ૨૮ હજાર બ્લેક જેટલું છે. ગણધરવાદ, નિતવવાદ, શબ્દ, નય, નિક્ષેપ, જ્ઞાન વગેરે અનેક વિષયો તેમાં ન્યાયશૈલીથી સારી રીતે ચર્ચા છે. આહંતદર્શનના મૌલિક વિચારને તપદ્ધતિમય સ્વરૂપ આ ટીકામાં મળે છે. એ ટીકામાં. ૧ અભયકુમાર ગણિ, ૨ ધનદેવગણિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ] શ્રી જૈન સત્ય વિકાસ
[વર્ષ સાતમું ૩ જિનભદ્રગણિ, ૪ લક્ષ્મણગણિ, ૫ વિબુધચંદ્રમુનિ, એ પાંચ મુનિઓ અને આણંદશ્રીજી તથા વસુમતિશ્રીજી એ બે સાધ્વીએ, એમ સાત જણે મદદ કરી હતી. ૧૭ વાદી દેવસૂરિજી
તેમનો જન્મ સં. ૧૧૪૩ માં મદહત ગામમાં થયો હતો. તે ગામ આબુની આસપાસ આવેલ છે. ૧૧૫ર માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ, અને ૧૨૨૬ માં શ્રા. વ. ૭ ને ગુરુવારે તેઓ સ્વર્ગસ્થ થયા. તેમના ગુર મુનિચંદ્રસૂરિજી શાન્તિસૂરિજીના જ્ઞાનખજાનાના વારસદાર હતા. તેમણે વાદિ દેવસૂરિજીને પ્રમાણ વગેરે શાસ્ત્રનો સારે અભ્યાસ કરાવ્યું હતો. દીક્ષા લીધા બાદ બે-પાંચ વર્ષમાં જ તેમની ખ્યાતિ તરક પ્રસરી ગઈ હતી. તે સમયમાં તેમણે બન્ધ નામના શૈવદર્શની વૈતવાદીને ધોળકામાં છો. સાચેરમાં વાદ કયો ને જીત્યા, ગુણચંદ દિગમ્બરને નાગારમાં પરાજિત કર્યો. ભાગવત શિવભૂતિને ચિત્તોડમાં, ગંગાધરને ગ્વાલીયરમાં, ધરણીધરને ધારામાં, કૃષ્ણ નામના વાદીને ભરૂચમાં, એમ અનેક વાદીઓ ઉપર જીત મેળવી હતી.
આચાર્ય થયા પછી તેમણે સિદ્ધરાજની સભામાં દિગમ્બર મહાવાદી કુમુદચંદ્રને વાદમાં હરાવ્યા હતા. કુમુદચંદ્રને તે સમયે પ્રબલ પ્રતાપ હતો. પિતાની શક્તિ માટે એને ખૂબ
અભિમાન હતું, ૮૪ વાદી તેણે જીત્યા હતા. વાદીદેવસૂરિજી સાથે વાદ કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. દેવરિજી તેવા તુછપ્રકૃતિના વાદી સાથે વાદ કરવા ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ જ્યારે તે દિગમ્બરે અનેક નાગાઈ કરી, છેવટે વેતાંબર મતની સાધ્વીની છેડતી કરી એટલે દેવસૂરિજીએ વાદનું આમંત્રણ આપીને વાદ કર્યો. તે વાદમાં મુખ્યપણે કેવળીભુક્તિ અને સ્ત્રી-મુક્તિ એ બે વિષયો ચર્ચાયા હતા. શરત પ્રમાણે વાદમાં હાર થવાથી દિગમ્બરોને ગુજરાત છેડી ચાલ્યા જવું પડયું હતું. આ વિજયે બાદ તેઓ “વાદી દેવસૂરિજી” એ નામથી વિખ્યાત થયા. આ વિજયથી સિદ્ધરાજે તેઓશ્રીને વિજયપત્ર અને એક લાખ સુવર્ણમુદ્રાઓ અર્પણ કરી હતી. મુનિધર્મના આચાર પ્રમાણે તે એક લાખ સુવર્ણમુદ્રાઓ ગ્રહણ કરી ન હતી. મહામંત્રી આશુકની સંમતિથી તે મુદ્દાઓને વ્યય કરી સિદ્ધરાજે એક જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં શ્રી આદિનાથના બિબની ૧૧૮૩ ના વૈશાખ શુકલ દ્વાદશીને દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમાં ચાર આચાર્યો સંમિલિત હતા. તેમના આ વાદની અનેક આચાર્યોએ સુન્દર પ્રશંસા કરી છે. તેમાં તે સમયે હેમચંદ્રસૂરિજી ત્યાં વિદ્યમાન હતા, તેમણે “શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં લખ્યું કે
यदि नाम कुमुदचन्द्रं, नाजेष्यद् देवसूरिरहिमरुचिः ॥
कटिपरिधानमधास्यत, कतमः श्वेताम्बरो जगति ? ॥ જે દેવસૂરિજી રૂપી સૂર્યો કુમુદચન્દ્રને ન છો હેત તો જગતમાં કયો ભવેતામ્બર કટપર વસ્ત્રને ધારણ કરત ?”
આ સિવાય રત્નપ્રભસૂરિ, મહેશ્વરાચાર્ય, સમપ્રભસૂરિ, ઉદયપ્રભદેવ, પ્રદ્યુમ્નાચાર્ય, મુનિદેવસૂરિ, સેમચંદ્ર પંડિત, મેરૂતુંગાચાર્ય, મુનિભદ્રસૂરિ, ગુણરત્નસૂરિ, મુનિસુન્દરસૂરિ, ધર્મસાગર ઉપાધ્યાય વગેરે અનેક સ્થલે આ વાદને માટે સુરિજીની અનેક પ્રકારે પ્રૌઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
દીપાત્સવી અંક]
જૈન ન્યાયના વિકાસ
[ ૨૧ ]
કીર્તિની વિખ્યાતિ કરી છે. યશશ્ચન્દ્રે તે આ વાદના સમ્પૂર્ણ પ્રસંગનું વર્ણન આપતું ‘૧મુદ્રિતકુમુદચન્દ્ર’પ્રકરણ રચ્યું છે, જે ઘણું રાચક છે.
,
તેમનામાં ગ્રન્થરચનાની શક્તિ પણ અદ્ભુત હતી. તેઓએ જૈન ન્યાયના પ્રવેશ માટે ઉપયેાગમાં આવે તેવા ૩૭૪ સૂત્ર પ્રમાણુ ‘પ્રમાણુનયતત્ત્વાલાકાલ’કાર.' નામને ન્યાયને મૂલગ્રન્થ આઠ પરિચ્છેદમાં રચ્યા છે. તેના પર તેએાશ્રીએ જ · સ્યાદ્વાદરત્નાકર ’ નામની વિસ્તૃત વૃત્તિ લખી છે, તેનું પ્રમાણ ૮૪૦૦૦ હજાર મ્લાક જેટલું છે. તેમાં દાર્શનિક વિષયાનું સુન્દર ખંડનમંડનાત્મક સ્વરૂપ છે. જો કે તે વૃત્તિ હાલમાં સમ્પૂર્ણ ઉપલબ્ધ નથી તા પશુ જેટલી ઉપલબ્ધ છે તેટલી સારી રીતે પ્રકાશમાં આવેલ છે. તે વૃત્તિનું કાઠિન્ય પણ ધણું સમજાયેલ છે. તેમાં પ્રવેશાર્થે તેમના શિષ્ય રત્નપ્રભસૂરિજીએ ‘ રત્નાકરાવતારિકા ' નામની લઘુ વૃત્તિ મૂલસૂત્ર પર રચી છે. તેમાં ‘સ્યાદ્વાદરત્નાકર'ની ખૂબ ગંભીરતા બતાવી છે. તેઓએ તથા અન્ય આચાર્યાએ ‘ સ્યાદ્વાદરત્નાકર ’ના ઘણા વખાણ કર્યા છે. ‘ સ્યાદ્વાદરત્નાકર ’ની રચનામાં વાદિ દેવસૂરિજીના એ શિષ્યા ભદ્રેશ્વરસૂરિ અને રત્નપ્રભસૂરિજીએ સહકાર આપ્યા હતા. આ માટે તેઓએ જ લખ્યું . છે કે
किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे यत्रातिनिर्मलमतिः सतताभियुक्तः । भद्रेश्वरः प्रवरसूक्तिसुधाप्रवाहो, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥ ૧૮-૧૯ શ્રી અમરચંદ્રસૂરિજી અને શ્રી આનદસૂરિજી
આ બન્ને આચાર્યા વિક્રમની બારમી સદિમાં થયા. તેમણે સિદ્ધરાજની સભામાં બાલ્યાવસ્થામાં જ વાદીઓને હરાવી વિજય મેળવ્યેા હતા, તેથી સિદ્ધરાજે તેને અનુક્રમે ‘સિંહશિશુક’ અને ‘વ્યાધ્રશિશુક' એવાં બિરુદ આપ્યાં હતાં. શ્રી અમરચંદ્રસૂરિજીએ ‘ સિદ્ધાન્તાવ' નામને ગ્રન્થ રચ્યા છે. ડા. શતીશચંદ્ર વિદ્યાભૂષણ, ઉપરના એ બિરુદને આધારેમહાતાર્કિક ગંગેશાપાધ્યાયે ‘તત્ત્વચિન્તામણિ’ નામને નવ્યન્યાયને મહાગ્રન્થ રચ્યા છે, તેમાં વ્યાપ્તિસ્વરૂપ પર લખતાં વ્યાપ્તિનાં બે લક્ષણાનું નામ ‘સિંહ- વ્યાઘ્ર લક્ષણ' એવું આપ્યું છે, કદાચ તે એ લક્ષણા ઉપરાક્ત બે મહાતાર્કિકાની માન્યતાનાં હાય,—એમ અભિપ્રાય બતાવે છે. ૨૦ શ્રી દેવભદ્રસૂરિજી
આ આચાર્ય બારમી સદીને અન્તે થયા. તેમણે ‘ ન્યાયાવતાર ’ પર ટિપ્પણુ રચ્યું છે. મુનિચંદ્રસૂરિજીથી તેઓએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પેાતાના ગુરુ શ્રીચંદ્રસૂરિજીની ‘સંગ્રહણી' પર વૃત્તિ રચી છે. તેમાં નીચેના પ્રત્યેનાં ઉલ્લેખ અને અવતરણા આપ્યાં છેઃ ‘ અનુયાગ દ્વારચૂર્ણિ, ’ ારિભદ્દી ‘ અનુયાગદાર ટીકા,' ગન્ધ હસ્તિ હારિભદ્રી તત્ત્વાટીકા, મલયગિરિ-બૃહત્સંમહણીવૃત્તિ, હારિભદ્રી બૃહત્સંગ્રહણીવૃત્તિ, ભગવતીવિવરણ, વિશેષણુવતી, સૂર્ય પ્રજ્ઞસિનિયુક્તિ વગેરે.
'
૨૧ શ્રીમલયગિરિજી તે
તેરમી શતાબ્દિની શરૂઆતમાં થયાના હતા. અનેક ગમેા પર તેઓએ ટીકા લખી છે.
૧ આ ગ્રંથ ઉપર અમેએ વૃત્તિ બનાવી છે. તે સભા-સુરત તરફથી પ્રસિદ્ધ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંભવ છે. તેઓ એક સમથ ટીકાકાર તેમની ટીકા ધણી સરલ અને તલસ્પર્શી વૃત્તિ ચેાડા સમય બાદ જૈન સાહિત્યવક
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
[૨૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
। વષૅ સાતમુ
"
હેાય છે. ઘણા કઠિન વિષયા પણ તેએની કક્રમથી સહેલા બની ગયા છે. જ્યાતિષના પણ તે અસાધારણ જ્ઞાતા હતા. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરડક વગેરે જ્યાતિષ ગ્રન્થા પર તેઓએ ટીકા રચી છે. જ્યાતિષ સમ્બન્ધના કેટલાએક વિષયેાના સ્પષ્ટીકરણ માટે પ્રત્યક્ષ જોવા માટે વિહાર કરીને તેએ નેપાલમાં ગયા હતા. ધ સંગ્રહણીવૃત્તિ’ થી તેઓ સારા ન્યાયવેત્તા હતા તે સાબીત થાય છે. છ હજાર શ્લોક પ્રમાણુ ‘મુષ્ટિ’ નામનું વ્યાકરણ પણ તેમણે બનાવેલ છે. ૨૨ શતાકિ શ્રીસોમપ્રભસૂરિજી
તે તેરમી શતાબ્દિમાં થયા. તે શક્તિ અદ્ભુત હતી. તર્કશાસ્ત્રમાં પણ તેએ ન્યાયગ્રંથ કે ન્યાયને પ્રસંગ ઉપલબ્ધ નથી હતાં, તેનું ઠેર ઠેર વર્ણન મળે છે. ૨૩ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી
એક વિખ્યાત વિદ્વાન હતા. તેમની કવિત્ત્વનિપુણ હતા. જો કે તેઓના કાઈ પણ તેા પણ તેએનાં પ્રભાવ અને પ્રતિભા અપૂ
તેમના જન્મ વિ. સં. ૧૧૪૫ ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયા હતા. તેમની દીક્ષા ૧૧૫૦ માત્ર શુ. ૧૪ ને શનિવારે, આચાય` પદ ૧૧૬૨ માં, અને ૧૨૨૯ માં સ્વર્ગવાસ થયે. તેઓ એક સમર્થ મહાપુરુષ હતા. અનેક રાજાએ તેમના ભક્ત હતા. તેમનાં શક્તિ અને જ્ઞાન અજોડ હતાં. તેમના સમયમાં પરદર્શીનીઓને વિશેષ વિરાધ હતા. તે પણુ તેમણે પેાતાની અદ્ભુત પ્રતિભાથી અનેક વખત તેઓને પરાભૂત કર્યાં હતા. તેમના નામથી, જીવનથી કે કવનથી કાઈ પણુ વિદ્વાન અણુજાણુ હશે એમ કહી શકાય નહિ. તેમની કલમ સતામુખી હતી. કાઈપણ વિષય એવા નથી કે જેમાં તેમની કલમ કે પ્રતિભા ન ચાલી હાય. ન્યાય વિષયમાં તેમણે ‘પ્રમાણમીમાંસા’· સ્વાપન્ન વૃત્તિ યુક્ત, અન્યયેાગવ્યવઅેદિકા,’ ‘અયેાગવ્યચ્છેદિકા,’ ‘શ્રી વીતરાગસ્તવપ્રકાશ' વગેરે ગ્રન્થા રચ્યા છે. તેમની કલમ ઘણી સખત સચેટ અને અસરકારક છે. તેમનું એક એક વાકય હૃદયમાં સોંસરુ ઊતરી જાય છે. તેમના લખાણથી તેમને જૈનદર્શીનની કેટલી દાઝ હતી એ સ્પષ્ટ સમજાય છે.
તેમને ‘પ્રમાણમીમાંસા' ગ્રન્થ પાંચ અધ્યાય પ્રમાણે હતેા. હાલમાં પ્રથમ અધ્યાયના એ આફ્રિક તથા ખીજા અધ્યાગનું એક આફ્રિક એટલું મળે છે. તેટલામાં પણ તેઓશ્રીએ ધણા:જ સંગ્રહ કર્યો છે. તે ઉપરથી સમજી શકાય છે કે સમ્પૂર્ણ ગ્રન્થ કેટલે વિસ્તૃત હશે ? તેમની ‘ અન્યયેાગવ્યવદિકા ' ઉપર શ્રીમલ્લિષણસૂરિજીએ ‘ સ્યાદ્વાદમ’જરી ’ નામની સુન્દર ટીકા બનાવી છે. હાલમાં જૈનદર્શનમાં તે છૂટથી વંચાય છે. તેમની લખાણુ શૈલી ઉદયનાચાય ને મળતી છે. તેઓ ૧ અનુશાસન' અન્ત આવે એવા ગ્રન્થા રચતા. તેમને એક વાદાનુશાસન નામના ગ્રન્થ હતા, હાલમાં તે મળતા નથી. જૈન-ન્યાયને સૂ` શ્રીહેમચન્દ્રસૂરિજીના સમયમાં જૈનશાસનરૂપી નભસ્તલના મધ્યમાં પહોંચી મધ્યાહ્નનાં મચ'ડ કિરણાને પ્રસારતા હતા.
૨૪-૨૫ શ્રીરામચંદ્રસૂરિજી તથા શ્રીગુણચદ્રસૂરિજી
આ આચા તેરમા સૈકામાં થયા. એ બન્ને શ્રીહેમચંદ્રસૂરિજીના શિષ્ય હતા. તેમાં શ્રીરામચંદ્રસૂરિજી સાહિત્યમાં અદ્વિતીય વિદ્વાન હતા. તેમણે સેા કાવ્યગ્રન્થા રચ્યા છે. અને ૧ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છન્દાનુશાસન, લિ ́ગાનુશાસન વગેરે તેમની કૃતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
દીપાસવી અંક
જૈન ન્યાયના વિકાસ
[૨૩]
'સિદ્ધહેમશબ્દાનુશાસન’ બૃહદ્વ્રુત્તિ ઉપર ૧૩૦૦૦
ક્લાકપ્રમાણ ન્યાસ રચ્યા છે.
તે બન્નેએ મળી સ્ત્રાપત્તવૃત્તિ યુક્ત ‘દ્રવ્યાલ કાર ’ નામા ન્યાયગ્રન્થ રચ્યા છે. તેમાં ત્રણ પ્રકાશ છે. પહેલામાં જીવદ્રવ્યનું સ્વરૂપ, બીજામાં પુદ્દગલદ્રવ્યનું સ્વરૂપ તે ત્રીજામાં ધર્માધ આકાશ આદિનું સ્વરૂપ-આ સર્વાં પ્રમાણથી સિદ્ધ કરેલ છે.
૨૬ શ્રી પદ્યુમ્નસૂરિજી
તે તેરમા સૈકામાં થયા. તેમણે ‘વાદસ્થલ’ નામનેા એક ગ્રન્થ રચ્યા છે, જેમાં જિનપતિસૂરિના મતાનુયાયિએ ‘ ઉદયનવિહારમાં પ્રતિદ્ભુિત થયેલ જિનબિમ્બેા પૂજનીય નથી', એમ કહેતા હતા તેનું ખંડન છે.
૨૭ શ્રી રત્નપ્રભસૂરિજી
તેઓ બારમા-તેરમા સૈકામાં થયા. તેઓ વાદિદેવસૂરિજીના પટ્ટાલ કાર અને ન્યાયના અપૂર્વ વિદ્વાન હતા. વાદિ દેવસૂરિજીના ‘સ્યાદ્વાદરત્નાકર'માં તેઓએ સહકાર આપ્યા હતા. તેમની સંસ્કૃત લખવાની શક્તિ અનન્ય હતી. તેમણે ‘સ્યાદ્દાદરત્નાકર'માં પ્રવેશ કરવા માટે ‘પ્રમાણનયતત્ત્વાલાક’ ઉપર ‘રત્નાકરાવતારિક' નામની લધુ વૃત્તિ રચી છે, તે ધણી વિદ્વત્તાપૂર્ણ અને પ્રતિભાશાલિની છે. તેમાં બૈધ, નૈયાયિક ‘અર્ચંટ’ અને ધર્માંત્તર'ના ઉલ્લેખ છે. તેમાં શબ્દની રમક—ઝમક ધણી જ છે. ચક્ષુપ્રાપ્યકારી છે કે અપ્રાપ્યકારી એ વિષયને વાદ સમ્પૂ` વિવિધ છન્દોમાં ક્લાકબદ્ધ લખ્યા છે. જગતૃત્વના વિધ્વંસ ફક્ત તેર વષ્ણુ, ત્રણ સ્વાદિવિભક્તિ અને એ ત્યાદિવિભક્તિમાં જ ગાઠવ્યા છે, તે આ પ્રમાણે—
त्यादिवचनद्वयेन स्यादिकवचनत्रयेण वर्णैस्तु ।
त्रिभिरधिकैर्दशभिरयं व्यधायि शिवसिद्धिविध्वंसः ॥
( તિ, તે, 1 ત્તિ, ટા, ૩૬, I તથટ્ચન, વમમ, વ્યહવા) પેાતાની આ વૃત્તિ માટે તેઓએ જ અસ્તે લખ્યું છે કે
वृत्तिः पञ्चसहस्राणि येनेयं परिपठ्यते ।
भारती भारती चास्य, प्रसर्पन्ति प्रजल्पतः ॥
‘જેના વડે આ પાંચ હજાર શ્લેાકપ્રમાણુ વૃત્તિ ભણાય છે, ખેલતા એવા તેની પ્રભાઆનંદ અને વાણી વિસ્તારને પામે છે.’
તેમણે બીજા પણ ‘નેમિનાથચરત', ‘ઉપદેશમાલા ટીકા', ‘મતપરીક્ષા પચાશત્' વગેરે ગ્રન્થા રચ્યા છે.
એ પ્રમાણે આ સાતસેાવમાં જૈન ન્યાયને સૂર્ય ખરેખર મધ્યાહ્નકાળને અનુભવતા હતા અને તે સમયમાં થયેલ આચાર્યં તેની આડે આવતાં વાદળાને વિખેરી નાખી તેના પ્રકાશને પ્રસારતા હતા. આજ પણ આપણા માટે તે આચાયૅએ પ્રસારેલ કિરણાને પ્રકાશ ગ્રન્થરૂપે વિદ્યમાન છે. તે તે પ્રકાશમાં વિચરીતે અન્ધકારની પીડાથી ખચી આનન્દ્રિત થવું.
આ લેખ પ્રભાવકચરિત્ર, ચતુર્વિશતિ પ્રબન્ધ, જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ તથા આ લેખમાં આવતા ન્યાયગ્રન્થામાંથી ઉપલબ્ધ અને પ્રાપ્ત થયેલ ગ્રન્થાના અવલાકનથી લખાયેલ છે, એટલે આવશ્યક ઉલ્લેખ કરી આ લેખ સમાપ્ત કરુ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________ યાકિનીધર્મનું પૂજનીય આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી [તેઓશ્રીના જીવન અને કવનની નોંધ] = ======== = ==== == = ==== === ===ાય લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી કનકવિજયજી, ધ્રાંગધ્રા (1. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિશિષ્ય) | સંસ્કૃતિ એ ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના આદર્શને ઝીલીને પોત પોતાના દષ્ટિકોણથી તેને પચાવનારાં અને જગતમાં પ્રચારનારાં આ છ દર્શને મુખ્યતઃ અસ્તિતાને ધરાવનારાં છે. તે છ દર્શને આ મુજબ છે: બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જેમિનીય; અથવા ન્યાય તેમજ વૈશેષિક દર્શનને અમુક દષ્ટિયે અભિન્ન સ્વીકારતાં છેલ્લું ચાર્વાક દર્શન. “વદર્શનસમુચ્ચય'માં આ કમથી દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનદર્શન આ છ દર્શનમાં સર્વશ્રેષ્ઠ ધર્મદર્શન છે. ત્રિકાલાબાધ્ય અને અવિસંગત અનેકાન્તતત્વવ્યવસ્થાના નક્કર પાયા ૫ર શ્રી જૈનદર્શનની ભવ્ય ઈમારત ઊભેલી છે. કે જેના એક પણ કાંગરાને હલાવવાને કાઈ સમર્થ નથી. આ કારણે જગતનાં સર્વ ધર્મદર્શનોમાં મેરની જેમ અડગ બનીને જૈનદર્શન સૌની મોખરે ઊભું છે. જ જૈનદર્શનની પ્રતિપાદનશૈલી અનુપમ છે. એની તત્વવ્યવસ્થા અવિસંવાદિની છે. આથી જ જગતના ઈતર ધર્મદર્શનમાં જળવાઈ રહેલી અબાધ્ય તત્ત્વવ્યવસ્થા પણ જૈનદર્શનમાંથી જ તરી આવેલી છે એમ કહી શકાય. “ઈતર સર્વ દર્શનનું મૂળ જેનદર્શન છે? આ મુજબનું પ્રામાણિક વિધાન કોઈ પણ પ્રકારના આગ્રહ વિના કરી શકાય તેમ છે. કહેવું જોઈએ કેઃ ઈતર સર્વ દશનોની જેમ જૈનદર્શનનો આધાર તેને વિશાલ સાહિત્ય છે. જેનદર્શનનું સાહિત્ય સર્વતોમુખી, અમાપ અને અપ્રતીમ છે. ભૂતકાલીન શાસનપ્રભાવક પૂજનીય જૈનાચાર્યોએ પિતાની અપૂર્વ પ્રતિભા, અખંડ શાસનરાગ અને અપ્રતીમ પ્રભાવકશક્તિ, આ વગેરેના યોગે, શ્રી જૈનદર્શનના સાહિત્યવૃક્ષને સારી રીતે નવપલ્લવિત રાખ્યું છે, કે તે ફાલ્યા-ફૂલ્યા સાહિત્યક્ષનાં સુમધુર ફળને આજે આપણે, તેવા પ્રકારના વિશેષ પ્રયત્નો વિના, સુખપૂર્વક ચાખવાને ભાગ્યશાળી બન્યા છીએ. જેનશાસનના વિસ્તૃત આકાશપટપર ઝળહળતો પ્રકાશ પાથરનારા ભૂતકાલીન અવશ્ય રિદેવારૂપ તારકગણની મધ્યમાં યાકિનીધર્મનું આચાર્યભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્થાન અતિશય ગૌરવભર્યું છે. એ પૂજનીય સૂરીશ્વરની પ્રૌઢ પ્રતિભા, અવિહડ શાસનરાગ અને ત્રિવિધયેગે જૈન સાહિત્યની સેવા કરવા માટેની અપૂર્વ અતિવૃત્તિઃ આ સઘળાયના વેગે તેઓશ્રીનું પુણ્યનામ જેન તવારીખમાં સુવર્ણાક્ષરે નોંધાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com